Afghanistan માં ભારતીય દૂતાવાસના કર્મચારી પર હુમલો, MEA તરફથી તપાસ શરુ
- Afghanistan માં ફરીથી હુમલાની ઘટના
- ભારતીય દૂતાવાસ કર્મચારી પર હુમલો
- MEA અફઘાન અધિકારીઓ સાથે સંપર્કમાં
અફઘાનિસ્તાન (Afghanistan)ના જલાલાબાદ શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં ભારતીય દૂતાવાસના સ્થાનિક અફઘાન કર્મચારી પર હુમલો થયો હતો. આ ઘટના મંગળવારે બની હતી અને તેમાં દૂતાવાસના કર્મચારીને ઈજા પહોંચવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, આ હુમલામાં કર્મચારીને સામાન્ય ઈજા થઈ છે. ઘટનાની વિગત સ્પષ્ટ થવા માટે ભારતે તાત્કાલિક પગલાં લીધા છે અને અફઘાન અધિકારીઓ સાથે સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ઘટના ગંભીર છે અને વધુ માહિતી માટે અફઘાનિસ્તાન (Afghanistan)ના અધિકારીઓ પાસેથી સંપૂર્ણ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Paris: એફિલ ટાવરમાં આગ લાગતા અફરાતફરી, હજારો લોકોનું સ્થળાંતર! જુઓ Video
2020 થી જલાલાબાદ દૂતાવાસ બંધ...
જો કે, ભારતે 2020 માં જલાલાબાદમાં પોતાનું વાણિજ્ય દૂતાવાસ બંધ કરી દીધું હતું. તે છતાં, સ્થાનિક કર્મચારીઓ દૂતાવાસની ફરજોને પૂર્ણ કરવા માટે કાર્યરત રહે છે. આ ઘટનાએ ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય માટે નવી ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.
આ પણ વાંચો : શ્રીલંકાએ 17 ભારતીય માછીમારોની ધરપકડ કરી, CM સ્ટાલિને કેન્દ્રને મદદ માટે પત્ર લખ્યો
વિદેશ મંત્રાલય આ ઘટનાને ગંભીરતાથી લેશે...
આ હુમલાથી ભારત અને અફઘાનિસ્તાન (Afghanistan)ના સંબંધોમાં કોઈ પ્રભાવ પડશે કે નહીં તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. વિદેશ મંત્રાલય આ ઘટનાને ગંભીરતાથી લે છે અને તમામ સુરક્ષા મકાનિઝમનું પુનરાવલોકન કરશે.
આ પણ વાંચો : WHO ને ચીનની કઠપૂતળી ગણાવનારા Trump રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ લઇ શકે છે મોટો નિર્ણય