દુનિયામાં ડંકો: બ્રહ્મોસ મિસાઇલ બાદ ભારત પાસે 9 એન્ટી શિપ બેટરીની માંગ કરી રહ્યો છે આ દેશ
- ભારત અને ફિલિપિંસ વચ્ચે 2015 થી ચાલી રહી છે ડીલ
- બ્રહ્મોસ મિસાઇલની સમગ્ર વિશ્વમાં થઇ રહી છે બોલબાલા
- ફિલીપીન્સ ચીન સાથે ટેન્શન વચ્ચે માંગી રહ્યું છે ભારત પાસે મદદ
India-Phillipines Deal : 2022 માં ફિલીપીંસે ભારતની સાથે બ્રહ્મોસ મિસાઇલ અંગે એક ડિલ સાઇન કરી છે. આ ડિલ અંતર્ગત ફિલીપીંસને ભારતતી લેન્ડ બેઝ્ડ બ્રહ્મોસ મિસાઇલોની સાથે તેના અન્ય ઉપકરણો આપવામાં આવશે.
India-Phillipines Brahmos Missile: ચીન સાથે તણાવ વચ્ચે ફિલીપીંસ પોતાની સેનાની શક્તિને વધારવા માટે હવે ભારતથી 9 બ્રહ્મોસ એન્ટી શિપ તટીય મિસાઇલ બેટરિઓની માંગ કરી રહ્યા છે. ફિલીપીંસની આ માંગ ભારત પાસેથી પ્રાપ્ત ભૂમિ આધારિત એન્ટી શિપ મિસાઇલ સિસ્ટમ (ISBASMS )અધિગ્રહણ યોજનાનો વિસ્તાર છે. જેના અંતર્ગત ફિલીપિન્સ યોજનાનો વિસ્તાર છે. જેના અંતરગ્ત ફિલીપીંસને ભારતથી બે બેટરીઓ આપવામાં આવશે.
ફિલીપીંસ સાથે 2015 થી ચાલી રહી છે ડીલ
ઉલ્લેખનીય છે કે, ભારત અને ફિલીપીંસની વચ્ચે કિનારા પર મુકાતી એન્ટી શિપ મિસાઇલ અધિગ્રહણ યોજનાની શરૂઆત વર્ષ 2015 માં થઇ હતી. જો કે ત્યાર બાદ આ યોજનાને રદ્દ કરી દેવામાં આવી હતી. જે વર્ષ 2019 માં લેન્ડ બેઝ્ડ મિસાઇલ સિસ્ટમ અધિગ્રહણ યોજનામાં બદલી ગઇ હતી. જેને 2021 માં મંજૂરી મળી હતી.
37.5 કરોડ ડોલરની ડિલ થઇ છે સાઇન
આ વર્ષે 2022 માં ફિલીપીન્સે ભારતની સાથે બ્રહ્મોસ મિસાઇલ અંગે 37.5 કરોડ ડોલરની એક ડિલ સાઇન કરી. આ ડિલ અંતર્ગત ફિલીપીંસને ભારતથી લેન્ડ બેઝ્ડ બ્ર્હમોસ મિસાઇલ સાથે તેની બેટરીઓ, લોન્ચર અને અન્ય ઉપકરણ આપવામાં આવશે. 2022 માં થયેલી આ ડિલ બાદ 2024 માં ફિલીપીંસને ભારતપાસેથી બ્રહ્મોસ મિસાઇલની પ્રથમ ખેપ પ્રાપ્ત થઇ હતી.
ફિલીપીંસ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદનારો પ્રથમ દેશ
ભારત પાસેથી પહેલી ખેપમાં ફિલીપીંસને બ્રહ્મોસ મિસાઇલો, ટ્રાટા 6x6 વાહનો પર લાગેલા મોબાઇલ લોન્ચર અને એક ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક સપોર્ટ પેકેજ પ્રાપ્ત થયું છે. પિલીપિન્સમરીન કોર્પ્સના કર્મચારીઓએ સિસ્ટમ માટે ઓપરેટર અને સારસંભાળની ટ્રેનિંગ પૂર્ણ કરી લીધી છે. ફિલિપીંસના વાતાવરણને જોતા ભારત દ્વારા પ્રતિ બેટરી બે મિસાઇલ લોન્ચર કોન્ફિગર કર્યા છે. જે ભારતમાં ઉપયોગ થનારા ત્રણ લોન્ચર કોન્ફિગરેશનથી બિલકુલ અલગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલીપીંસ ભારતથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદનારો વિશ્વનો પહેલો દેશ છે. ત્યાર બાદ વિયતનામ, ઇન્ડોનેશિયા અને યુએઇ સાથે તેની ડિલ માટે મંત્રણા ચાલી રહી છે.
કેટલી ઘાતક છે ભારતની બ્રહ્મોસ મિસાઇલ?
ભારતે બ્રહ્મોસ મિસાઇલને રશિયા સાથે મળીને 1990 ના દશકમાં તૈયાર કર્યા હતા. આ ઘાતક મિસાઇલને લેન્ડ બેઝ્ડ કિનારાની બેટરીઓ, નૌસૈનિક જહાજો અને એર ડિફેન્સ સિસ્ટમમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે. બ્રહ્મોસ મિસાઇલની મારક ક્ષમતા વેરિએન્ટના આધારે 900 કિલોમીટર સુધીની છે. બીજી તરફ એક્સપોર્ટ વર્જનમાં તેની ક્ષમતા 290 કિલોમીટર રખાઇ છે. ભારતની આ ઘાતક મિસાઇલ પોતાની સાથે 200 થી 300 કિલોગ્રામનો વોરહેડ લઇ જવાની સાથે મેક 2 અને 3 વચ્ચેની સ્પીડથી હુમલો કરવા માટે સક્ષમ છે.


