Serbia સંસદમાં આક્રમક હોબાળો, વિપક્ષે સ્મોક ગ્રેનેડ ફેંક્યાં, મારામારીમાં બે સાંસદ ઘાયલ
- સર્બિયન સંસદમાં ભારે હોબાળો
- વિપક્ષે સ્મોક ગ્રેનેડ ફેંક્યાં
- મારામારીમાં બે સાંસદ ઘાયલ
Serbian Parliament : મંગળવારે સર્બિયન સંસદમાં (Serbian Parliament)ભારે હોબાળો થયો. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ સંસદની અંદર ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંક્યા, જેના કારણે સંસદમાં અરાજકતા ફેલાઈ ગઈ. સરકારી નીતિઓના વિરોધમાં ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંકવામાં આવ્યા હતા. વિપક્ષી સાંસદો વિદ્યાર્થીઓના સમર્થનમાં હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સુરક્ષા કર્મી સાથે ઝપાઝપી કરી
હકીકતમાં, ચાર મહિના પહેલા, એક રેલ્વે સ્ટેશનની છત તૂટી પડતાં 15 લોકો માર્યા ગયા હતા. ત્યારથી, સર્બિયામાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા, જે હવે સરકાર માટે સૌથી મોટો ખતરો બની ગયા છે. સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટી (SNS) ની આગેવાની હેઠળની સરકારના કાર્યસૂચિને મંજૂરી મળ્યા પછી, કેટલાક વિપક્ષી નેતાઓ તેમની બેઠકો પરથી ઉભા થયા, સંસદના સ્પીકર તરફ દોડ્યા અને સુરક્ષા રક્ષકો સાથે ઝપાઝપી કરી.
NOW - Chaos erupts in the Serbian parliament. pic.twitter.com/smh2goXVhO
— Disclose.tv (@disclosetv) March 4, 2025
આ પણ વાંચો - Israel : ભારતીય સમક્ષ હમાસને આતંકી સંગઠન જાહેર કરવાની માંગ, PoKની ઘટનાનો ઉલ્લેખ કર્યો
સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંક્યા
ત્યાં હાજર કેટલાક સભ્યોએ સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંક્યા. સંસદની કાર્યવાહી લાઈવ ચાલી રહી હતી, તે દરમિયાન સંસદની અંદરથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો. એવું લાગતું હતું કે સર્બિયન સંસદમાં ભીષણ આગ લાગી ગઈ છે.
આ પણ વાંચો - Donald Trump ને રાષ્ટ્રપતિ બનાવી પછતાઈ રહ્યા છે અમેરિકનો, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
ગુસ્સે ભરાયેલા વિપક્ષે સંસદમાં કયા મુદ્દા પર હોબાળો મચાવ્યો?
ચાર મહિના પહેલા, સર્બિયામાં એક રેલ્વે સ્ટેશનની છત તૂટી પડતાં 15 લોકો માર્યા ગયા હતા. આ પછી, સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા જે હવે સરકાર માટે સૌથી મોટો ખતરો બની ગયો છે. વિધાનસભા સત્રમાં, સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટી (SNS) ના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધને સત્રના એજન્ડાને મંજૂરી આપી, ત્યારબાદ કેટલાક વિપક્ષી નેતાઓ તેમની બેઠકો પરથી ઉભા થયા અને સંસદના સ્પીકર તરફ દોડ્યા. આ દરમિયાન સુરક્ષા ગાર્ડ્સ સાથે તેની ઝપાઝપી જોવા મળી. સ્પીકર એના બ્રનાબિકે જણાવ્યું હતું કે બે સાંસદ ઘાયલ થયા છે, જેમાંથી એક, SNS પાર્ટીના જાસ્મિના ઓબ્રાડોવિકને સ્ટ્રોક આવ્યો હતો અને તેમની હાલત ગંભીર છે.


