Air India ના વિમાનને બોમ્બિંગ થ્રેટ મળતા થાઈલેન્ડમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
- Air India ની ફ્લાઈટ AI 379 નું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
- ફ્લાઈટ AI 379 માં બોમ્બ હોવાની ધમકી મળી હતી
- ફ્લાઈટ AI 379 થાઈલેન્ડથી દિલ્હી જઈ રહી હતી
Air India : આજે થાઈલેન્ડના ફુકેટ ટાપુથી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 379 દિલ્હી જવા માટે ઉડી હતી. જો કે વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતા તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જો કે ફ્લાઈટ AI 379 નું સુરક્ષિત લેન્ડિંગ થઈ ચૂક્યું છે અને ક્રુ મેમ્બર સહિત બધા જ 165 પેસેન્જર્સ સલામત છે.
એર ઈન્ડિયાની માઠી બેઠી
આજે શુક્રવાર વહેલી સવારે Air India ની લંડન જતી વધુ એક ફ્લાઈટ મુંબઈમાં પરત ફરી હતી. Air India ની લંડન જતી ફ્લાઈટે વહેલી સવારે 5.39 મિનિટે ટેકઓફ કર્યુ હતું. જો કે 3 કલાક હવામાં રહ્યા બાદ આ વિમાનનું મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જો કે એર ઈન્ડિયા એ ઈરાનની પરિસ્થિતિ અને તેના નો ફ્લાય ઝોનને લીધે અનેક ફ્લાઈટ્સ રદ કે ડાયવર્ટ કરી છે. આ ફ્લાઈટ્સને તેના મૂળ સ્થાને લેન્ડ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ AHMEDABAD PLANE CRASH : બહેન સાથેનો આખરી સંવાદ યાદ કરીને ભાઇના આંસુ સુકાતા નથી
કાળો ગુરુવાર
ગત રોજ ગુરુવારે Air India ની લંડન જતી ફ્લાઈટ અમદાવાદથી ટેકઓફ થયા બાદ માત્ર ગણતરીની સેકન્ડ્સમાં જ ક્રેશ થઈ હતી. જેમાં વિમાનમાં સવાર 242 માંથી 241 પેસેન્જર્સ મૃત્યુ પામ્યા હતા. આ વિમાન બી. જે. મેડિકલ હોસ્પિટલની હોસ્ટેલ સાથે ટકરાતા હોસ્ટેલમાં હાજર રહેલા લોકોના પણ મૃત્યુ થયા હતા. છેલ્લે મળતી માહિતી અનુસાર ગુરુવારે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 265 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash Incident : ફક્ત 10 મિનિટ... અને ભૂમિનો જીવ બચી ગયો