America : B-2 બોમ્બર વિમાન અને કોમર્શિયલ વિમાન આવી ગયા આમને-સામને, સદનસીબે દુર્ઘટના ટળી
- એર ટ્રાફિક કંટ્રોલ ટાવરની ઘોર બેદરકારી સામે આવી
- B-2 બોમ્બર વિમાન અને કોમર્શિયલ વિમાન આમને-સામને આવી ગયા
- અમેરિકાના નોર્થ ડાકોટામાં મોટી હવાઈ દુર્ઘટના ટળી ગઈ
America : નોર્થ ડાકોટામાં B-2 બોમ્બર વિમાન (B-2 Bomber) અને અચાનક કોમર્શિયલ પ્લેન (Commercial Plane) સામ સામે આવી ગયા હતા. જોકે સદનસીબે દુર્ઘટના ટળી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં એર ટ્રાફિક કંટ્રોલની બેદરકારી સામે આવી છે. B-2 બોમ્બર વિમાનની સામે આવી ગયેલા કોમર્શિયલ પ્લેન એરલાઈનરમાં 4 ક્રુ મેમ્બર્સ સહિત 80 લોકો સવાર હતા.
સમગ્ર ઘટનાક્રમ
સ્કાયવેસ્ટ એરલાઈન્સ (SkyWest Airlines) ના એક પાયલોટ મિનિયાપોલિસથી ડેલ્ટા ફ્લાઈટ 3788 પર ઉડાન ભરી રહ્યા હતા. જે દરમિયાન તેમણે આક્રમક વળાંક લેવો પડ્યો. જેથી તે B-52 બોમ્બર સાથે અથડાવાનું ટાળી શકે. તે સમયે તે મિનોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરી રહ્યો હતો. એરફોર્સના જણાવ્યા અનુસાર B-52 બોમ્બરે નોર્થ ડાકોટા સ્ટેટ ફેર ઉપર ઉડાન ભરી હતી. જેને FAA (ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન), મિનોટ એરપોર્ટ ATC અને મિનોટ એરફોર્સ બેઝ ATC દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Russia-Ukraine War : આ ભયાનક યુદ્ધ અટકાવવા આજે તુર્કીમાં 3 જી શાંતિ-મંત્રણા યોજાશે
અચાનક જ 2 વિમાન સામે આવી ગયા
રાત્રે 8 વાગ્યા પહેલા એરબેઝના ATC એ બોમ્બરના ક્રૂને મિનોટ એરપોર્ટના ATCનો સંપર્ક કરવા કહ્યું. વાયુસેનાએ જણાવ્યું હતું કે, B-52 ક્રૂએ એરપોર્ટ ટાવરનો સંપર્ક કર્યો હતો અને ફ્લાયઓવર પછી 2 માઈલ પશ્ચિમમાં ફ્લાઈટ યથાવત રાખવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ ટાવરે તેમને આવનારા કોમર્શિયલ એરક્રાફ્ટ વિશે જાણ કરી ન હતી. આમ, એર ટ્રાફિક કંટ્રોલની બેદરકારીને લીધે અમેરિકન B-2 બોમ્બર વિમાન અને કોમર્શિયલ પ્લેન આમને સામને આવી ગયા હતા.
“The B-52 crew contacted Minot International Airport tower and the tower provided instructions to continue 2 miles (3.2 kilometers) westbound after the flyover,” the Air Force said. “The tower did not advise of the inbound commercial aircraft.” https://t.co/aAWnFdKPyi
— PBS News (@NewsHour) July 22, 2025
આ પણ વાંચોઃ Ukraine: લોકો Volodymyr Zelenskyy વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા, જાણો જનતામાં શું ગુસ્સો ફેલાયો


