Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America : શપથ ગ્રહણ પહેલાં Donald Trump એ ત્રીજા વિશ્વ યુદ્ધને લઇને આ શું કહી દીધું?

Donald Trump આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા જોવા મળશે, જોકે, તે પહેલા તેમણે એક વિજય રેલીને સંબોધતા મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે, હું ત્રીજું વિશ્વ યુદ્ધ નહીં થવા દઉ અને યુનાઇટેડ સ્ટેટ્સની તાકાત અને ગૌરવને ફરી સ્થાપિત કરીશ.
america   શપથ ગ્રહણ પહેલાં donald trump એ ત્રીજા વિશ્વ યુદ્ધને લઇને આ શું કહી દીધું
Advertisement
  • શપથગ્રહણ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની મોટી વાતો
  • ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ત્રીજું વિશ્વ યુદ્ધ નહીં થવા દઉં
  • શપથ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે વિજય રેલીને સંબોધી
  • અમેરિકાને ફરીથી મહાન બનાવીશુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ
  • અમેરિકી તાકાત અને ગૌરવની શરૂઆત કરીશુંઃ ટ્રમ્પ
  • ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામ ઐતિહાસિક જીતઃ ટ્રમ્પ
  • રશિયા-યૂક્રેન યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન
  • હું યૂક્રેનમાં યુદ્ધ ખતમ કરાવી દઈશઃ ડોનાલ્ડ ટ્રમ્પ
  • મધ્ય પૂર્વમાં હું અરાજકતાને રોકીશઃ ડોનાલ્ડ ટ્રમ્પ
  • અમેરિકામાં ટિકટોક પ્રતિબંધ મુદ્દે પણ બોલ્યા ટ્રમ્પ
  • અમેરિકા ટિકટોકનું 50 ટકા માલિક હશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
  • ડોનાલ્ડ ટ્રમ્પે ભાષણમાં કહ્યું મને ટિકટોક પસંદ છે

Donald Trump આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા જોવા મળશે, જોકે, તે પહેલા તેમણે એક વિજય રેલીને સંબોધતા મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે, હું ત્રીજું વિશ્વ યુદ્ધ નહીં થવા દઉ અને યુનાઇટેડ સ્ટેટ્સની તાકાત અને ગૌરવને ફરી સ્થાપિત કરીશ. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામને ઐતિહાસિક જીત ગણાવીને ટ્રમ્પે રશિયા-યૂક્રેન યુદ્ધ ખતમ કરવાની અને મધ્ય પૂર્વમાં અરાજકતા અટકાવવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે TikTok અંગે પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, અમેરિકા TikTok નું 50 ટકા માલિક હશે. તેમણે વધુમાં કહ્યું કે, મને TikTok પસંદ છે. અમેરિકા આજના સમયમાં દુનિયાની સુપર પાવર કન્ટ્રી કહેવાય છે. ત્યારે સૌ કોઇની નજર અમેરિકાના next રાષ્ટ્રપતિ પર એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર છે ત્યારે ટ્રમ્પ સત્તા પર આવીને શું કરેશે તે ચર્ચાનો વિષય છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ પહેલા આપ્યા મોટા સંકેત

શપથ ગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA) વિજય રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં લોકો દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું અને તેમનો જયઘોષ થયો હતો. આ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે "હું ત્રીજું વિશ્વયુદ્ધ થવા દઈશ નહીં અને અમેરિકાને ફરીથી મહાન બનાવીશ." તેમણે કહ્યું કે યુદ્ધ અને અશાંતિના સમયમાં હું યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવીશ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અરાજકતાને રોકીશ. સાથે જ તેમણે વિશ્વયુદ્ધને ટાળવા માટે મહત્વના પગલાં લેનારું નિવેદન પણ આપ્યું. ટ્રમ્પે જણાવ્યું કે "અમે ત્રીજા વિશ્વયુદ્ધના ખૂબ નજીક છીએ અને તેના ભયંકર પરિણામોથી બચવા માટે જ કામ કરવું જરૂરી છે." તેમણે એલોન મસ્કના અધ્યક્ષપદ હેઠળ એક નવો સરકારી વિભાગ બનાવવા અંગે સંકેત આપ્યાો જ્યાં મોટા ફેરફારો કરવા માટેની તૈયારીની શરૂઆત કરી શકે.

Advertisement

Advertisement

ગેરકાયદેસર ગેંગ્સ સામે કડક કાર્યવાહી

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, "અમે ગેરકાયદેસર વિદેશી ગેંગને બહાર કાઢી દેશની સરહદો પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરીશું. અમે ટૂંક સમયમાં અમેરિકન ઇતિહાસના સૌથી મોટા દેશનિકાલ અભિયાનની શરૂઆત કરીશું." તેમણે સ્પષ્ટ કર્યું કે, "અમે આ દેશમાંથી ગેરકાયદેસર ગુનેગારો અને ગેંગ સભ્યોને પૂરી રીતે કાઢી મૂકીશું અને દેશની સુરક્ષા મજબૂત બનાવીશું."

TikTok માટેની નીતિ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ

ટ્રમ્પે TikTok પર પોતાનું મંતવ્ય રજૂ કરતા જણાવ્યું કે, "અમે TikTok ને મંજૂરી આપવા માટે તૈયાર છીએ, પરંતુ શરત એ છે કે તેના 50 ટકા હિસ્સા પર અમેરિકાનું સ્વામિત્વ રહેશે." સાથે જ તેમણે મધ્ય પૂર્વમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો અને કહ્યું કે "મારું અધ્યક્ષપદ આ વિસ્તારમાં કાયમી શાંતિ લાવશે. જો હું પહેલા રાષ્ટ્રપતિ હોત, તો આ યુદ્ધ ક્યારેય ન થયું હોત."

અમેરિકાને વધુ મહાન બનાવવા માટેનું મિશન

ટ્રમ્પે રેલીના અંતમાં જાહેરાત કરી કે, "અમે અમારાં શૈક્ષણિક માળખામાં દેશભક્તિ પુનઃસ્થાપિત કરીશું અને ડાબેરી વિચારોને અમારાં સૈન્ય અને સરકારમાંથી દૂર કરીશું. આ માત્ર વિજય નથી, પરંતુ અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટેનો ઐતિહાસિક મિશન છે." તેમણે વધુમાં ઉમેર્યું કે "આવનારા સમયમાં આપણે આપણા અમેરિકાને તેના પૂર્વ ગૌરવથી પણ વધુ ઉંચે લઈ જઈશું અને તેને વિશ્વમાં સૌથી મજબૂત અને મહાન દેશ બનાવીશું."

આ પણ વાંચો :  WHO ને ચીનની કઠપૂતળી ગણાવનારા Trump રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ લઇ શકે છે મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×