America: પોતાના જ ઘરમાં ઘેરાયા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, 3 સાંસદે કહ્યું, ભારત પરથી 50% ટેરિફ હટાવો
- America:ટેરિફનો નિર્ણય લગાવીને પોતાના જ ઘરમાં ઘેરાયા ટ્રમ્પ
- ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ અમેરિકન સંસદમાં પ્રસ્તાવ રજૂ કરાયો
- ભારત પરથી 50% ટેરિફ દૂર કરવાની સંસદમાં 3 સાંસદોએ માગ કરી
- અમેરિકી સાંસદોએ ટેરિફ નિર્ણયને દેશ માટે ગણાવ્યો જોખમી
- ભારત પર ટેરિફને લઈને અમેરિકી સાંસદો કરી રહ્યા છે આકરી ટિકા
America: ભારત પર 50% ટેરિફ લાગુ કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ઘેરાયા છે. ટ્રમ્પને પોતાના જ દેશમાં ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ યુએસ કોંગ્રેસમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ભારત પરથી 50 ટકા ટેરિફ હટાવવાની માંગ કરવામાં આવી છે. ભારતીય મૂળના અમેરિકન કોંગ્રેસ સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ (Raja Krishnamurthy), સાંસદ ડેબોરાહ રોસ (Deborah Ross) અને સાંસદ માર્ક વેસી (Mark Vesey) એ સંયુક્ત રીતે નીચલા ગૃહમાં આ ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરેલા રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવવાની માંગ કરવામાં આવી છે, જેમાં ભારત પર 50 ટકા ટેરિફ લાદવામાં છે. યુએસ સાંસદોએ આ ટેરિફવાળા નિર્ણયને ગેરકાયદે અને અમેરિકન અર્થતંત્ર માટે જોખમી ગણાવ્યો છે.
આ પણ વાંચો- ચીનમાં કોન્ડોમ પર જંગી ટેક્સ લાગુ કરાયો, જાણો આવું કેમ બન્યું
America:અમેરિકી સાંસદોએ શું કહ્યું?
બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ યુએસ કોંગ્રેસ (US Congress) માં પણ આવો જ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે કટોકટી લાદવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નો ઉપયોગ કર્યો. જેનાથી ભારત પર 25 ટકા ટેરિફને 50 ટકા સુધી વધારી દેવામાં આવ્યો. આ નિર્ણય 27 ઓગસ્ટથી અમલમાં આવ્યો.
અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિનું શું કહેવું છે
અમેરિકી સાંસદ અને મૂળ ભારતીય રાજા કૃષ્ણમૂર્તિએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફને ખોટો ગણાવ્યો. તેમણે કહ્યું, ભારત પ્રત્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પની બેજવાબદાર ટેરિફ વ્યૂહરચના ખોટી છે. આ નિર્ણય બંને દેશો વચ્ચેની મહત્વપૂર્ણ ભાગીદારીને નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો- અમેરિકાનો દબાવ બેઅસર, રશિયા જોડેથી ઓઇલ ખરીદીમાં ભારતની હિસ્સેદારી વધી
માંગ કેમ ઉઠાવવામાં આવી?
રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું, અમેરિકન હિતોને પ્રોત્સાહન આપવાને બદલે ટ્રમ્પનો નિર્ણય સપ્લાય ચેઇનને વિક્ષેપિત કરી રહ્યો છે. આ અમેરિકન કામદારોને નુકસાન પહોંચાડી રહ્યું છે. અને ગ્રાહકોને ઊંચા ભાવે માલ ખરીદવા માટે મજબૂર કરી રહ્યું છે. જો આ ટેરિફ નાબૂદ કરવામાં આવે તો અમેરિકા ભારત સાથે આર્થિક અને સુરક્ષા સહિત ઘણા મુદ્દાઓ પર વાતચીત આગળ વધારી શકે છે.
આ પણ વાંચો- પાકિસ્તાની PMની બેઈજ્જતી : 40 મિનિટ રાહ જોયા પછી પણ શરીફને મળ્યા નહીં પુતિન


