America : પૂર્વ નેબ્રાસ્કામાં ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું, 387 કેદીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા
- America ના પૂર્વ નેબ્રાસ્કામાં ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું
- Lincoln County ના બ્લેરમાં 387 કેદીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા
- વાવાઝોડામાં પવન એટલી ઝડપે ફુંકાયો કે ભારે વૃક્ષો ધરાશાયી થઈ ગયા
- American Red Cross સંસ્થાની પણ મદદ લેવાઈ
America : પૂર્વ નેબ્રાસ્કા (Nebraska) અને વિસ્કોન્સિનમાં ભારે ગાજવીજ સાથે વાવાઝોડું (Thunderstorm) ત્રાટક્યું હતું. આ વાવાઝોડાએ મચાવેલ ભારે તબાહીને કારણે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. વીજળી ત્રાટકવાથી એક ઘરમાં આગ લાગી ગઈ હતી. રેસ્કયૂ ટીમે મહામહેનતે આ ઘરમાં રહેતા સભ્યો અને પેટ્સને બચાવ્યા હતા. આ વાવાઝોડામાં પવન એટલી ઝડપે ફુંકાયો કે ભારે વૃક્ષો ધરાશાયી થઈ ગયા. લિંકન કાઉન્ટી (Lincoln County) ના બ્લેરમાં 387 કેદીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા.
ઘર પર વીજળી ત્રાટકી
ફ્લોરિડાના ક્રિસ્ટલ રિવર (Crystal River) વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે જોરદાર વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડામાં બોલ્ટે ક્રિસ્ટલ રિવરના એક ઘરમાં વીજળી પડતા આગ લાગી હતી. સાઈટ્રસ કાઉન્ટી ફાયર રેસ્ક્યુ (CCFR) અનુસાર ઘર પર પહેલા વીજળી પડી અને પછી જોરદાર આગ લાગી હતી. રેસ્ક્યૂ ટીમે ઘરના સભ્યો અને પેટ્સને સમયસર બચાવી લીધા હતા. રેસ્ક્યૂ ઓપરેશનમાં સહયોગ માટે અમેરિકન રેડ ક્રોસ (American Red Cross) નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો અને કોઈ આ આગમાં ફસાયુ ન હોવાનું ખાતરી કરવામાં આવી હતી.
America Gujarat First-11-08-2025-
આ પણ વાંચોઃ Asim Munir : અમે ડૂબીશું તો અડધી દુનિયાને લઈને ડૂબીશું , પાકિસ્તાની ફિલ્ડ માર્શલની ફિશિયારી
ચેતવણી જાહેર કરાઈ
સાઈટ્રસ કાઉન્ટી ફાયર રેસ્ક્યુ (CCFR) અને ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર ફ્લોરિડામાં આકાશમાંથી વીજળી પડવા સંદર્ભે એલર્ટ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે ફ્લોરિડામાં અવારનવાર વીજળી ત્રાટકવાના બનાવો બનતા હોય છે. ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું કે, વીજળી સીધી ત્રાટકશે અને વાયરિંગ તેમજ પ્લમ્બિંગ યુનિટમાંથી પસાર થઈને આગ લાગી શકે છે. જો તમને શંકા હોય કે તમારા વિસ્તારમાં કોઈ વાવાઝોડું આવ્યું છે તો તાત્કાલિક ઘર ખાલી કરો અને 911 પર કોલ કરો. વાવાઝોડા દરમિયાન ઈલેક્ટ્રિકલ ઉપકરણો અથવા પ્લમ્બિંગનો ઉપયોગ કરવાનું ટાળો.
“In corrections, we train for the unexpected,” said Director Rob Jeffreys. “The team at NSP and across NDCS came together quickly and immediately worked to make sure everyone was safe during and after this natural disaster." https://t.co/gpX9i0yRqS pic.twitter.com/r3HczdDnGZ
— @NECorrections (@NECorrections) August 10, 2025
આ પણ વાંચોઃ રામાયણના Jatayu જેવું એક વિશાળ પક્ષી રસ્તાના કિનારે જોવા મળ્યુ, જુઓ Video


