ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

America:Trump અને મસ્કનો ઝગડો નવી રાજકીય પાર્ટી બનાવવા સુધી પહોંચી ગયો

ડોનાલ્ડ ટ્રમ્પ મસ્કનો ઝગડો સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરી એલન મસ્કે નવા રાજકીય પક્ષ કરી વાત America : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અરબપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક વચ્ચેનો ઝગડો (Trump and Musk fight)દુનિયાભરમાં છવાઈ ગયો છે. બંને શક્તિશાળી વ્યક્તિઓ...
07:17 PM Jun 06, 2025 IST | Hiren Dave
ડોનાલ્ડ ટ્રમ્પ મસ્કનો ઝગડો સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરી એલન મસ્કે નવા રાજકીય પક્ષ કરી વાત America : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અરબપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક વચ્ચેનો ઝગડો (Trump and Musk fight)દુનિયાભરમાં છવાઈ ગયો છે. બંને શક્તિશાળી વ્યક્તિઓ...
Trump and Musk fight

America : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અરબપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક વચ્ચેનો ઝગડો (Trump and Musk fight)દુનિયાભરમાં છવાઈ ગયો છે. બંને શક્તિશાળી વ્યક્તિઓ સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરી રહ્યા છે અને ઝગડી રહ્યા છે.બંને પ્રતિભાશાળી વ્યક્તિઓ વચ્ચેના વિવાદમાં હવે નવી રાજકીય પાર્ટીનો (new political party)ઉદય થાય એમ સમજાઈ રહ્યું છે. એલન મસ્કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર નવો રાજકીય પક્ષ રચવાની વાત કરી છે.

શું નવો પક્ષ મધ્યમવર્ગના લોકો માટે હોય ?

મસ્કે પોતાના સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખીને એવો સવાલ કર્યો છે કે, શું હવે અમેરિકામાં નવો રાજકીય પક્ષ બનાવવાનો સમય આવી ગયો છે કે જે મધ્યમ વર્ગના 80 ટકા લોકોનું પ્રતિનિધિત્વ કરે. આ પોસ્ટ ઉપર 48 લાખથી વધુ લોકોએ પોતાનો ઓનલાઇન મત આપ્યો છે.

સ્થાનિક લોકો મસ્કના વિચારથી સહમત

એલન મસ્ક દ્વારા નવી રાજકીય પાર્ટી બનાવવાની પોસ્ટ ઉપર 48 લાખ લોકોએ મત આપ્યો છે. તેમાં 80.08 ટકા લોકો તેમના વિચારથી સહમત છે. 19.2 ટકા લોકોએ આ વિચારને ટેકો નથી આપ્યો. જોકે બહુમતીના કારણે મસ્કનો જુસ્સો વધી શકે છે.

આ પણ  વાંચો -Russia-Ukraine War: રશિયાએ યુક્રેન પર 400 ડ્રોન અને 40 મિસાઈલોથી કર્યો હુમલો

નવા પક્ષની પોસ્ટે રાજકીય તોફાન સર્જ્યું

એલન મસ્ક દ્વારા કરાયેલી નવા રાજકીય પક્ષની પોસ્ટએ રાજકીય તોફાન સર્જ્યું છે. નોંધનીય છે કે, મસ્કના 20 કરોડથી વધુ ફોલોવર્સ છે. તેથી આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ પણ  વાંચો -Shashi Tharoor : થરૂર પિતા-પુત્રના ઓપરેશન સિંદૂર પર કરેલ સવાલ જવાબનો વીડિયો થયો Viral

હું એલનથી નિરાશ છું, આ વાક્યથી થયો વિવાદ

ટ્રમ્પે ઓવેલ ઓફિસમાં એમ કહ્યું હતું કે, હું એલનથી નિરાશ છું. ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે, મસ્ક પોતાના હિતોની ચિંતા કરે છે અને પાગલ થઈ ગયા છે કારણ કે બિગ બ્યૂટીફૂલ બિલથી ઇલેક્ટ્રિક વેહિકલ ટેક્સ ક્રેડિટમાં કાપ આવ્યો છે. આ વાક્યો બાદ વિવાદ થયો હતો.

મસ્કે કહ્યું કે, મારા કારણે ટ્રમ્પ જીત્યા

ટેસ્લાના માલિક મસ્કે કહ્યું કે, મારા કારણે ટ્રમ્પ ચૂંટણી જીત્યા છે. જો તેની સાથે પોતે ન હોત તો ટ્રમ્પની જીત સંભવ નહોતી.

ડોનાલ્ડ ટ્રમ્પનો પણ જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પે સાર્વજનિક રીતે પહેલી વખત મસ્ક સાથેનો મતભેદ સ્વીકાર્યો છે. જર્મન ચાન્સેલર ફેડરિક મર્જ સાથે બેઠક બાદ કહ્યું કે, હું એલનથી બહુ નિરાશ છું, મેં એની ઘણી મદદ કરી હતી.

Tags :
American PoliticsAmericans voted on Elon postDonald Trumpelon muskMAGAMusk New Political PartyTrump and Musk fight stage of forming new political partyTrump Vs MuskUS PoliticsUSA
Next Article