Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું સાચે જ એલિયન્સ છે? આ ગામમાં 500 કિલોની વિશાળ લોખંડનિી રિંગ પટકાઇ

એક ગામમાં અચાનક મોટો આગનો સળગતો ગોળો ધરતી પર પડ્યો હતો. આ જોઇને આસપાસના લોકો ગભરાઇ ગયા હતા. જ્યારે નજીક આવીને જોયું તો એક વિશાળકાય લોખંડની રિંગ પડી હતી.
શું સાચે જ એલિયન્સ છે  આ ગામમાં 500 કિલોની વિશાળ લોખંડનિી રિંગ પટકાઇ
Advertisement
  • વિશાળકાય રિંગ નીચે પટકાતા લોકોમાં દહેશત
  • સ્પેસ એજન્સી દ્વારા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો
  • હાલ તમામ લોકો રિંગ પર અલગ અલગ અંદાજ લગાવે છે

નવી દિલ્હી : એક ગામમાં અચાનક મોટો આગનો સળગતો ગોળો ધરતી પર પડ્યો હતો. આ જોઇને આસપાસના લોકો ગભરાઇ ગયા હતા. જ્યારે નજીક આવીને જોયું તો એક વિશાળકાય લોખંડની રિંગ પડી હતી.

કેન્યાના એક ગામમાં બની વિચિત્ર ઘટના

કેન્યાના એક ગામમાં વિચિત્ર ઘટના સામે આવી હતી. જ્યાં આકાશમાંથી એક વિશાળકાય ધાતુની રિંગ જમીન પર આવી પડી હતી. કેન્યાના દક્ષિણી હિસ્સામાં આવેલા માકુની કાઉન્ટીનાં મુકુકુ ગામમાં આકાશમાંથી એક મોટો ધાતુનો ટુકડો પડ્યો હતો. આ ધાતુનો ટુકટો જે લગભગ 8 ફુટનો અને 2.5 મીટરનો વ્યાસ ધરાવતો આશરે 1100 પાઉન્ડ (500 કિલોગ્રામ) વજનનો છે.

Advertisement

આ પણ વાંચો : Box Office Collection : 'Pushpa 2- The Rule' વધુ એક નવો ઈતિહાસ રચવા તૈયાર!

Advertisement

રિંગને જોઇ આસપાસના લોકો ગભરાયેલા છે

આકાશમાંથી પટકાયેલા વિશાળકાય લોખંડની રિંગને જોતા આસપાસના લોકો પહેલાથી જ ડરેલા છે. કારણ કે તે સળગતો જમીન પર પટકાયો હતો. પછી તેની માહિતી સ્થાનિક તંત્રને આપવામાં આવી. લોકોને સમજમાં આવ્યું નહોતું કે આખરે આકાશમાંથી આટલો વિશાળ ટુકડો આવ્યો ક્યાંથી.

અંતરિક્ષ એજન્સીએ સુરક્ષીત કર્યો કાટમાળ

માહિતી મળતાની સાથે જ કેન્યાની અંતરિક્ષ એજન્સી (KSA) દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળને સુરક્ષીત કરી દેવામાં આવ્યો અને તપાસ માટે એજન્સીએ કસ્ટડીમાં લીધો હતો. જો કે હાર્વર્ડ સ્મિથસોનિયન સેન્ટર પર એસ્ટ્રોફિજિક્સના નિષ્ણાંતો અને પુન પ્રવેશ ટ્રેકર જોનાથક મેકડોવેલે કહ્યું કે, કાટમાળ પર પુન પ્રવેશ દરમિયાન ગર્મીના સ્પષ્ટ પુરાવા દેખાય નથી. જેથી તે વિમાનનો કોઇ હિસ્સો હોય તેની શક્યતા વધારે છે.

આ પણ વાંચો : Rajasthan માં પાણી બચાવવાનો મહાઅભિયાન, જન સહયોગથી મૌરન નદીનું પુનરુત્થાન

રોકેટ હાર્ડવેર હોવાની સંભાવના

અંતરિક્ષ કાટમાળના નિષ્ણાંત ડેરેન મેકનાઉટે જણાવ્યું કે, ક્યારેક ક્યારેક અંતરિક્ષનો કાટમાળ કોઇ સેક્રિફિશિયલ માસથી ઢંકાયેલો છે, જે સળગી જતો હોય છે અને હાર્ડવેર પુન ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરે છે. ઇનસાઇટ આઉટર સ્પેસની શરૂઆતી તપાસમાં એરોસ્પેસ કોર્પોરેશનના સેન્ટર ફોર ઓર્બિટલ એન્ડ રિએન્ટ્રી ડિબ્રી સ્ટડીઝ (CORDS) ના પુન:પ્રવેશ ડેટાબેઝથી આ અનુમાન લગાવાયું છે કે, આ કાટમાળ 2004 માં લોન્ચ કરવામાં આવેલા એટલસ સેન્ટર રોકેટ સાથે સંબંધિત હોઇ શકે છે.

રોકેટનો પાર્ટ હોવાની પણ શક્યતા છે

આ રોકેટ 31 ઓગસ્ટ, 2004ના રોજ કેપ કૈનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં USA 179 નામની એક ગુપ્ત અમેરિકી સૈન્ય ઉપગ્રહ લઇ જવામાં આવ્યો. જો કે અમેરિકી સ્પેસ ફોર્સના ડેટા અનુસાર તે રોકેટનો કાટમાળ રશિયાના લેક બૈકાલના પર પુન:પ્રવેશ કરતા દેખાયું હતું.

આ પણ વાંચો : Hisar : હાઈવે પર ધુમ્મસને લીધે ભયાનક અકસ્માત, બે કાર પર પલટી ટ્રક, 2 ના મોત

ડિઝાઇનથી મળવાની શક્યતા

કેન્યા સ્પેસ એજન્સીએ એક્સ પર એક નિવેદન આપીને મુકુકુ ગામના રહેવાસીઓ, સ્થાનિક નેતાઓ અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો. જેમને આ ઘટનાને ઝડપથી રિપોર્ટ કરી. ઘટનાની સ્વતંત્ર તપાસ દરમિયાન કેટલીક તસ્વીરો અને ડિઝાઇનની તુલનાથી આ અનુમાન લગાવાઇ કે આ કાટમાળ બુસ્ટર હાર્ડવેર સંબંધિત હોઇ શકે છે.

ડિઝાઇન રોકેટના ડિઝાઇન સમાન છે

ઉદાહરણ તરીકે રશિયાના અંગારા A5M રોકેટ હાર્ડવેરની ડિઝાઇનમાં સમાનતા દેખાઇ હતી. આ પ્રકારની સંરચનાત્મક ટેક્નોલોજી અંતરિક્ષ ઉદ્યોગમાં બૂસ્ટર નિર્માણમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. આ ઘટના અંગે કેન્યા સ્પેસ એજન્સી અને અન્ય આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો દ્વારા આગળની તપાસ ચાલી રહી છે. આ ઘટના અંતરિક્ષના કાટમાળના પડકારો અને તેના પૃથ્વી પર પ્રભાવના મહત્વને રેખાંકીંત કરે છે.

આ પણ વાંચો : Surat : બોગસ ડોક્ટર્સ બાદ હવે ડમી શાળાઓ સામે તવાઈ! DEO નો કડક આદેશ

Tags :
Advertisement

.

×