Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asim Munir : 'દુશ્મન પર ફેંકવામાં આવતી ધૂળ પણ મિસાઇલમાં બની જાય છે', આસીમ મુનીરે ફરી આપી ધમકી

પાકિસ્તાને(Pakistan) ફરી એકવાર ભારત (India)પર નિશાન સાધ્યું છે. પાકિસ્તાનના આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે (Asim Munir) કહ્યું છે કે,જ્યારે કોઈ મુસ્લિમ અલ્લાહ પર ભરોસો કરે છે, ત્યારે દુશ્મન પર ફેંકવામાં આવેલી માટી પણ મિસાઈલમાં ફેરવાઈ જાય છે. તેમણે કહ્યું કે, જો કોઈ ફરીથી પાકિસ્તાન પર યુદ્ધ લાદવાનો પ્રયાસ કરશે, તો તેનો સખત જવાબ આપવામાં આવશે.જાણો મુનીરનું બીજું શું કહેવું છે.
asim munir    દુશ્મન પર ફેંકવામાં આવતી ધૂળ પણ મિસાઇલમાં બની જાય છે   આસીમ મુનીરે ફરી આપી ધમકી
Advertisement
  • Asim Munir એ ફરી એકવાર ભારતને આપી ખોખલી ધમકી
  • પાકિસ્તાને(Pakistan) ફરી એકવાર ભારત (India)પર સાધ્યું નિશાન
  • અલ્લાહ આપણને માથું ઊંચું રાખવામાં મદદ કરી:અસીમ મુનીર
  • દુશ્મન પર ફેંકવામાં આવેલી ધૂળ પણ મિસાઈલમાં ફેરવાઈ જાય છે:અસીમ મુનીર

Asim Munir: પાકિસ્તાનના આર્મી ચીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફરી એકવાર ભારતને ખોખલી ધમકી આપી છે. ફરી એકવાર, અસીમ મુનીરે ખોટા દાવા કર્યા અને પાકિસ્તાની સેનાની પ્રશંસા કરી. મુનીરે જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાની સામે માત્ર પોતાની સેનાની પ્રશંસા જ નહીં, પણ ભારતને પણ ધમકી આપી. મુનીરે કહ્યું કે પાકિસ્તાની સેના અલ્લાહની સેના છે, અને જ્યારે કોઈ મુસ્લિમ અલ્લાહ પર ભરોસો કરે છે, ત્યારે દુશ્મન પર ફેંકવામાં આવેલી માટી પણ મિસાઈલમાં ફેરવાઈ જાય છે. તેમણે કહ્યું કે જો કોઈ ફરીથી પાકિસ્તાન પર યુદ્ધ લાદવાનો પ્રયાસ કરશે, તો તેનો સખત જવાબ આપવામાં આવશે.

Asim Munir- pakistan- india- gujarat first 2

Advertisement

આસીમ મુનીરે કર્યા ખોટા દાવા

પાકિસ્તાની અખબાર દૈનિક જંગના અહેવાલ મુજબ, રવિવારે જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાના સન્માનમાં આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપવા આવેલા અસીમ મુનીરે મે મહિનામાં ભારત સાથેના ચાર દિવસના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો અને ભારત સાથેના સંઘર્ષમાં પાકિસ્તાનની જીતનો ખોટો દાવો કર્યો અને કહ્યું કે પાકિસ્તાની સેનાએ ભારતના હુમલાઓનો જોરદાર સામનો કર્યો અને યોગ્ય જવાબ આપ્યો.

Advertisement

અલ્લાહ આપણને માથું ઊંચું રાખવામાં મદદ કરી: અસીમ મુનીર

અસીમ મુનીરે કહ્યું, "ભારત સાથેના યુદ્ધ દરમિયાન અલ્લાહે આપણને માથું ઊંચું રાખવામાં મદદ કરી હતી, અને તેથી જ જ્યારે કોઈ મુસ્લિમ પોતાના અલ્લાહ પર ભરોસો રાખે છે, ત્યારે દુશ્મન પર ફેંકવામાં આવેલી ધૂળ મિસાઈલમાં ફેરવાઈ જાય છે." મુનીરે ઉમેર્યું, "અમે અલ્લાહના આદેશથી આપણી ફરજો બજાવીએ છીએ, અને અલ્લાહની મદદથી જ પાકિસ્તાને તેના દુશ્મન સામે લડત આપી છે. પાકિસ્તાન આર્મી અલ્લાહની સેના છે, અને અમારા સૈનિકો અલ્લાહના નામે દુશ્મન સામે લડે છે."

Asim Munir- pakistan- india- gujarat first 2

જોર્ડન સાથે પાકિસ્તાનના સંરક્ષણ સંબંધોને મજબૂત સંબંધોની કરી વાત

અસીમ મુનીરે જોર્ડન સાથે પાકિસ્તાનના સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. તેમણે પાકિસ્તાનને લશ્કરી સહયોગ વધારવા અને શાંતિપૂર્ણ ક્ષેત્રના પરસ્પર વિઝનને સંયુક્ત રીતે સાકાર કરવા માટે તમામ પગલાં લેવાની ખાતરી આપી. જોર્ડનના રાજા અબ્દુલ્લા II, તેમના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસ માટે પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાનો છે.

આ પણ વાંચો : ઈઝરાયેલે ગાઝા સિટી અને યુનિસ શહેરો પર કર્યો હુમલો, 27 લોકોના મોત, 70થી વધુ ઘાયલ

Tags :
Advertisement

.

×