ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Birth Rate in 2050 : વિશ્વના 75 ટકા દેશોમાં જન્મ દર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે આવી જશે - IHME

વોશિંગ્ટનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME) અનુસાર 2050 સુધીમાં વિશ્વના 75 ટકા દેશોમાં જન્મ દર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે આવી જશે. વસ્તી વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે વસ્તી વૃદ્ધિની મહત્તમ સીમા ટૂંક સમયમાં આવશે. ત્યારબાદ વસ્તી ઘટવાનો ક્રમ શરુ થશે. વાંચો વિગતવાર.
02:49 PM Jun 05, 2025 IST | Hardik Prajapati
વોશિંગ્ટનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME) અનુસાર 2050 સુધીમાં વિશ્વના 75 ટકા દેશોમાં જન્મ દર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે આવી જશે. વસ્તી વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે વસ્તી વૃદ્ધિની મહત્તમ સીમા ટૂંક સમયમાં આવશે. ત્યારબાદ વસ્તી ઘટવાનો ક્રમ શરુ થશે. વાંચો વિગતવાર.
Birth rate decline Gujarat First

Birth Rate in 2050 : 1901માં દુનિયાની વસ્તી માત્ર 1.6 અબજ હતી, જે 2025માં 8 અબજથી વધુ છે. વસ્તી વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે ટૂંક સમયમાં સમગ્ર વિશ્વની વસ્તી વૃદ્ધિ તેની મહત્તમ સીમા સુધી પહોંચી જશે. ત્યારબાદ શરુ થશે વસ્તી ઘટાડાનો ક્રમ (Birth rate decline). તાજેતરમાં જ વોશિંગ્ટનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME) દ્વારા 2050 સુધીમાં વિશ્વના 75 ટકા દેશોમાં જન્મ દર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે આવી જશે તેવું દર્શાવતો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

કેવું હશે વસ્તી ઘટવાનું સંકટ ?

સમગ્ર વિશ્વમાં વસ્તીની વધ-ઘટ, વસ્તીના પ્રમાણ અને વસ્તીના પ્રમાણની અસર પર વોશિંગ્ટનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME) મહત્વના રિસર્ચ કરી રહી છે. આ સંસ્થાએ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે, ટૂંક સમયમાં સમગ્ર વિશ્વની વસ્તી વૃદ્ધિ તેની મહત્તમ સીમા સુધી પહોંચી જશે. ત્યારબાદ શરુ થશે વસ્તી ઘટાડાનો ક્રમ. વર્ષ 2050 સુધીમાં વિશ્વના 75 ટકા દેશોમાં જન્મ દર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે આવી જશે. જેનાથી દેશોના અસ્તિત્વનું સંકટ પેદા થશે. આ ઉપરાંત અનેક દેશોમાં વૃદ્ધોની વધુ પડતી સંખ્યાને પરિણામે આરોગ્ય સમસ્યાઓ તેની ચરમસીમાએ પહોંચી જશે. વૃદ્ધોની સંભાળ રાખવા માટે યુવાનોની સંખ્યા ખૂબ ઓછી હશે.

IHMEનો રિપોર્ટ

વર્તમાનમાં ઘણા દેશોમાં પરિવારમાં ફક્ત એક જ બાળક હોય અથવા બાળક જ ન હોય તેવા પરિવારોની સંખ્યા વધી રહી છે. વોશિંગ્ટનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)નો અંદાજ છે કે 2050 સુધીમાં, 75 ટકા દેશોમાં જન્મ દર (Birth rate ) રિપ્લેસમેન્ટ લેવલથી નીચે હશે. વર્ષ 2100 માં આ આંકડો 97 ટકા સુધી પહોંચી જશે. આ સંસ્થાના એક અંદાજ પ્રમાણે આજથી 75 વર્ષ પછી પણ નાઈજર, ટોંગા, સોમાલિયા અને તાજિકિસ્તાન જેવા દેશોમાં વસ્તી દર 2.1 થી વધુ હશે. IHMEનો રિપોર્ટમાં વિશ્વની સરકારોને વસ્તી વૃદ્ધિમાં અચાનક ઘટાડો અટકાવવા પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  Azamgarh: પ્રેમિકાના પરિવારે જ કરી પ્રેમીની કરપીણ હત્યા, વાંચો શું છે મામલો

વર્ષ 2100માં દર બીજું બાળક આફ્રિકામાં જન્મ લેશે

વસ્તીમાં ઝડપી ઘટાડાને કારણે અર્થતંત્ર પ્રભાવિત થશે. એક અંદાજ એ પણ છે કે 2100 સુધીમાં વિશ્વના અડધા બાળકો આફ્રિકન દેશોમાં જન્મ લેશે એટલે કે વિશ્વનું દર બીજું બાળક આફ્રિકન દેશ (African Country) માં જન્મશે. તેથી જ વસ્તી સંતુલન જાળવવા માટે જાપાન, દક્ષિણ કોરિયા અને રશિયા જેવા દેશોને સ્થળાંતર કરનારાઓ માટે તેમના દરવાજા ખોલવાની સલાહ આપવામાં આવી છે. રશિયામાં વસ્તી સંકટ એટલું વધી ગયું છે કે તેને અન્ય દેશોના યુવાનોને આકર્ષિત કરીને તેમની સેનામાં ભરતી કરવી પડી રહી છે.

2080 બાદ ભારતની વસ્તીમાં થશે ઘટાડો

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ગયા વર્ષે પણ વસ્તી વિશે એક અંદાજ વ્યક્ત કર્યો હતો. જેમાં 2080 પછી ભારતની વસ્તીમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આ રસપ્રદ છે કારણ કે 5 દાયકા પહેલા પોલ એહરલિચે એક પુસ્તક લખ્યું હતું - ધ પોપ્યુલેશન બોમ્બ. આ પુસ્તકમાં કહેવામાં આવ્યું હતું કે જો વસ્તી આ રીતે વધશે, તો આ ગ્રહ ભૂખમરાનો શિકાર બનશે. આજે પરિસ્થિતિ વિપરીત થઈ રહી છે. ઘણા દેશોએ ઘણા સંસાધનો તૈયાર કર્યા છે, પરંતુ હવે ઘટતી વસ્તીનું સંકટ તેમના અસ્તિત્વનું સંકટ બની રહ્યું છે.

આ પણ વાંચોઃ  Gujarat Corona Case: સુરતમાં વધુ 7 દર્દીઓ કોરોના પોઝિટિવ, જાણો કુલ આંકડો કેટલે પહોચ્યો

Tags :
Africa population growthaging populationBirth rate declineCountries with declining populationsEconomic impactFertility ratesFuture population trendsGlobal populationGujarat FirstGUJARAT FIRST NEWSIHME reportIndia population forecastMigration and populationPaul Ehrlichpopulation crisispopulation declinePopulation GrowthReplacement levelThe Population BombYouth Population
Next Article