Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Donald Trump : સૌથી મોટા સમાચાર, ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફની કરી જાહેરાત

ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફના મામલે છેલ્લી કક્ષાએ ઉતર્યાં! ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફની કરી જાહેરાત 25 ટકા ટેરિફ પર વધુ 25 ટેરિફની જાહેરાત કરી ભારત સાથે ટ્રેડ ડિલ પૂર્વે ટ્રમ્પની લુખ્ખી દાદાગીરી Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
donald trump   સૌથી મોટા સમાચાર  ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફની કરી જાહેરાત
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફના મામલે છેલ્લી કક્ષાએ ઉતર્યાં!
  • ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફની કરી જાહેરાત
  • 25 ટકા ટેરિફ પર વધુ 25 ટેરિફની જાહેરાત કરી
  • ભારત સાથે ટ્રેડ ડિલ પૂર્વે ટ્રમ્પની લુખ્ખી દાદાગીરી

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી (Donald Trump )એકવાર ભારત પર ટેરિફ બોમ્બ ફોડ્યો છે. બુધવારે સાંજે ટ્રમ્પે ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાએ કહ્યું કે ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.હકીકતમાં, આ પહેલા અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ અને દંડની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે આ પાછળનું કારણ રશિયા પાસેથી તેલ ખરીદવું હતું.

27 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે.

ટ્રમ્પનો આ એક્ઝિક્યુટિવ ઓર્ડર 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે. આ સાથે, અમેરિકાએ હવે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે. જોકે, જે માલ આ તારીખ પહેલાં રવાના થયો છે અને 17 સપ્ટેમ્બર, 2025 પહેલાં યુએસ પહોંચ્યો છે, તેમને આ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ટેરિફ અન્ય તમામ ડ્યુટી અને કર ઉપરાંત હશે અને અમુક કિસ્સાઓમાં છૂટ પણ આપી શકાય છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Trump Warns :ટ્રમ્પની નજર ભારતના આ સેક્ટર પર ? 250 ટકા ટેરિફ લાદવાની તૈયારી!

ટ્રમ્પ વહીવટીતંત્રે સંકેત આપ્યો (Donald Trump )

ટ્રમ્પ વહીવટીતંત્રે સંકેત આપ્યો છે કે જો કોઈ અન્ય દેશ રશિયા પાસેથી સીધી કે આડકતરી રીતે તેલ આયાત કરે છે, તો તેની સામે પણ આવી જ કાર્યવાહી થઈ શકે છે. ઉપરાંત, જો રશિયા કે અન્ય કોઈ અસરગ્રસ્ત દેશ યુએસ નીતિઓ અનુસાર પગલાં લે છે, તો આ ક્રમમાં ફેરફાર પણ શક્ય છે.

આ પણ  વાંચો -Chikungunya Virus : ચીનમાં કોરોના બાદ હવે ચિકનગુનિયાનો કહેર, 7000 કેસ મળતા તંત્રએ જાહેર કર્યુ એલર્ટ

રોષે ભરાયા છે ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે, જેનાથી કુલ ટેરિફ 50% થઈ ગયો છે. એવું લાગે છે કે ટ્રમ્પની જીદ ભારત-અમેરિકા સંબંધોને બગાડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ અગાઉ લાદવામાં આવેલા 26% ટેરિફથી અલગ હશે. આમ, ભારત પર હવે 51% ટેરિફ લાગશે. ટ્રમ્પે તે આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે અને આ આદેશ 27 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે ભારતે અમેરિકાની ચેતવણીઓ છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું, જે આપણી ભાવનાઓ વિરુદ્ધ છે. સૌથી અગત્યનું, ટ્રમ્પે તેને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી દીધું છે. તેમનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે યુદ્ધ માટે રશિયાને નાણાં આપવા જેવું છે.

Tags :
Advertisement

.

×