ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો, 56 હજારની વસ્તીવાળા આ દેશે ઓફર નકારી
- ગ્રીનલેન્ડના વડા પ્રધાને ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો
- ગ્રીનલેન્ડનું ભવિષ્ય તેના પોતાના લોકો નક્કી કરશે
- ગ્રીનલેન્ડમાં દુર્લભ ખનિજોના સૌથી મોટા ભંડાર
Donald Trump On Greenland: ગ્રીનલેન્ડના વડા પ્રધાન મ્યૂટ બોરુપ એગેડેએ બુધવારે (5 માર્ચ 2025) કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ તેમના દેશને છીનવી કે ખરીદી શકતી નથી. તેમણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો કે યુએસ આર્કટિક ટાપુઓના સ્વ-નિર્ણયના અધિકારને સમર્થન આપે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા કોઈને કોઈ રીતે આ પ્રદેશ હસ્તગત કરશે.
ગ્રીનલેન્ડના PMએ ટ્રમ્પને આપ્યો જવાબ
ગ્રીનલેન્ડના પીએમ મ્યૂટ બોરુપ એગેડેએ ફેસબુક પર એક પોસ્ટમાં ગ્રીનલેન્ડની સાર્વભૌમત્વ અને સ્વ-નિર્ણય પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, "અમે ગ્રીનલેન્ડર્સ છીએ. અમે ન તો અમેરિક બનવા માંગીએ છીએ ન તો ડેનિશ. અમેરિકનો અને તેમના નેતાઓએ સમજવું જોઈએ કે ગ્રીનલેન્ડનું ભવિષ્ય તેના પોતાના લોકો નક્કી કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રમ્પે પોતાના ભાષણમાં ગ્રીનલેન્ડના લોકોને સીધા સંબોધિત કર્યા અને કહ્યું, "અમે તમારા પોતાના ભવિષ્યને નક્કી કરવાના તમારા અધિકારને મજબૂત સમર્થન આપીએ છીએ, અને જો તમે પસંદ કરો તો અમે યુનાઇટેડ સ્ટેટ્સમાં તમારું સ્વાગત કરીએ છીએ.
આ પણ વાંચો : ટ્રમ્પ સાથે લડાઈના મુડમાં છે આ દેશ, કહ્યું 'અમે અમેરિકાના 15 લાખ ઘરોની બત્તી ગુલ કરી દઈશુ'
ટ્રમ્પે ગ્રીનલેન્ડ મેળવવાની વાત કરી હતી
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મને લાગે છે કે અમે તેને હાંસલ કરવા જઈ રહ્યા છીએ. અમે તેને એક યા બીજી રીતે હાંસલ કરીશું. ગ્રીનલેન્ડ ઉત્તર અમેરિકાથી યુરોપના સૌથી ટૂંકા માર્ગ પર સ્થિત છે. તે એક વિશાળ યુએસ સ્પેસ સેન્ટરનું ઘર છે. તેમાં દુર્લભ ખનિજોના સૌથી મોટા ભંડાર છે, જે બેટરી અને હાઇ-ટેક ઉપકરણોના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ છે.
ટ્રમ્પ માત્ર કેનેડા જ નહીં પરંતુ ગ્રીનલેન્ડ અને પનામા કેનાલને પણ અમેરિકન નિયંત્રણમાં લાવવાની ઈચ્છા સતત વ્યક્ત કરી રહ્યા છે. તેમણે ફ્લોરિડામાં તેમના મારા-એ-લાગો એસ્ટેટમાં ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન આ મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ખાતરી આપશે કે તેઓ સ્વાયત્ત ડેનિશ પ્રદેશ (ગ્રીનલેન્ડ) અથવા નહેર પર કબજો કરવા માટે લશ્કરી કે આર્થિક બળનો ઉપયોગ નહીં કરે. તેમણે જવાબ આપ્યો, ના, હું તમને તેમાંથી કોઈ પણ વિશે ખાતરી આપી શકતો નથી.
આ પણ વાંચો : Trade War : ટ્રમ્પના ટેરિફથી કેટલાક ખુશ છે તો કેટલાક દુઃખી... બજાર ઘટ્યું, સોનાના ભાવ વધ્યા અને ક્રૂડ ઓઇલ સસ્તું થયું


