Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Donald Trump ની મોટી જાહેરાત, ભારત પર 26 ટકા ટેરિફ! જાણો શું કહ્યું અમેરિકી રાષ્ટ્રપતિએ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 3 એપ્રિલના રોજ પારસ્પરિક ટેરિફ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે આ દિવસને લિબરેશન ડે તરીકે નામ આપ્યું છે.
donald trump ની મોટી જાહેરાત  ભારત પર 26 ટકા ટેરિફ  જાણો શું કહ્યું અમેરિકી રાષ્ટ્રપતિએ
Advertisement
  • ડોનાલ્ડ ટ્રમ્પની પારસ્પરિક ટેરિફને લઈને મોટી જાહેરાત
  • આ દિવસને લિબરેશન ડે તરીકે નામ આપ્યું
  • બધા દેશો પર અલગ અલગ ટેરિફ લાદવામાં આવ્યા

Reciprocal tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 3 એપ્રિલના રોજ પારસ્પરિક ટેરિફ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે આ દિવસને લિબરેશન ડે તરીકે નામ આપ્યું છે. ટ્રમ્પે ઓટો સેક્ટરમાં 25 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે, તેમણે અમેરિકામાં નોકરીઓ અને કારખાનાઓ પાછા લાવવાની વાત કરી છે.

પારસ્પરિક ટેરિફને લઈને મોટી જાહેરાત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે આ દિવસને લિબરેશન ડે તરીકે નામ આપ્યું છે. ટ્રમ્પે ઓટો સેક્ટરમાં 25 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે અમેરિકામાં નોકરીઓ અને કારખાનાઓને પરત લાવવાની વાત કરી છે. આ સાથે ટ્રમ્પે બધા દેશો પર અલગ અલગ ટેરિફ લાદવાની વાત કરી છે.

Advertisement

જેમાં ભારતમાંથી 26 ટકા, ચીનમાંથી 34 ટકા, યુરોપિયન યુનિયનમાંથી 20 ટકા, જાપાનમાંથી 24 ટકા, દક્ષિણ કોરિયાથી 25 ટકા, સ્વિટ્ઝર્લેન્ડથી 31 ટકા, યુનાઇટેડ કિંગડમથી 10 ટકા, તાઇવાનમાંથી 32 ટકા અને મલેશિયામાંથી 24 ટકા ટેરિફ વસૂલવામાં આવશે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ટેરિફ અન્ય દેશોની સરખામણીમાં અડધો હશે. તેમણે તમામ દેશો માટે 10 ટકા બેઝલાઇન ટેરિફ નક્કી કર્યો છે. મતલબ કે હવે કોઈપણ દેશ પાસેથી 10 ટકાથી ઓછો ટેરિફ વસૂલવામાં આવશે નહીં.

Advertisement

આ પણ વાંચો : Earthquake : જાપાનની ધરા ધ્રુજી, ક્યૂશૂમાં 6ની તીવ્રતાનો આવ્યો આંચકો

ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે આજથી ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. જોકે તેમણે આ ટેરિફની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી. નોકરીઓ અંગે, યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ અમેરિકામાં ફેક્ટરીઓ અને નોકરીઓ પાછી લાવશે. તેમણે કહ્યું કે અમેરિકા લાંબા સમયથી વિદેશી રાષ્ટ્રો દ્વારા લૂંટાયેલું અને છેતરાયેલું છે. આપણા પડોશી અને દૂરના દેશોએ આપણી સંપત્તિ લૂંટી લીધી છે. અમેરિકન સ્ટીલ કામદારો, ખેડૂતો અને કારીગરો, જેમાંથી ઘણા અમારી સાથે છે, બધાએ આ સ્થિતિનો અનુભવ કર્યો છે.

આર્થિક સ્વતંત્રતાનો દિવસ

અમેરિકી રાષ્ટ્રપતિએ આજના દિવસને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો અને કહ્યું છે કે આ આર્થિક સ્વતંત્રતાનો દિવસ છે. આપણે અમેરિકાને ફરીથી મહાન બનાવવાનુ છે. પારસ્પરિક ટેરિફ દ્વારા, આપણે જે-તે દેશ સાથે એવો જ વ્યવહાર કરીશું, જે રીતે તેઓ આપણી સાથે કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશોને કહ્યું કે 'જો તમે ઇચ્છો છો કે અમારા ટેરિફ તમારા માટે ઓછા થાય, તો પહેલા તમારા પોતાના ટેરિફ ઘટાડો.' આ સાથે તેમણે કહ્યું કે જો તમે અમેરિકામાં તમારો ઉદ્યોગ સ્થાપો છો અને પ્રોડક્ટ તૈયાર કરો છો, તો કોઈ ટેરિફ વસૂલવામાં આવશે નહીં. ઘણી કંપનીઓ અમેરિકા પણ આવી રહી છે.

આ પણ વાંચો :  US Trump Tariff : ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એટેકથી દુનિયાભરમાં ડરનો માહોલ

Tags :
Advertisement

.

×