ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Turkey earthquake : તુર્કીમાં અચાનક ધરતી ધ્રુજી ઉઠી!,રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઇ

તુર્કીયેમાં ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઇ ભૂકંપ બાદ બચાવકાર્ય શરુ Earthquake: તુર્કીયેની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર,સ્થાનિક સમય મુજબ બપોર પછી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા રહેવાસીઓ પોતાના ઘરોમાંથી...
09:12 PM May 15, 2025 IST | Hiren Dave
તુર્કીયેમાં ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઇ ભૂકંપ બાદ બચાવકાર્ય શરુ Earthquake: તુર્કીયેની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર,સ્થાનિક સમય મુજબ બપોર પછી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા રહેવાસીઓ પોતાના ઘરોમાંથી...
Central Anatolia

Earthquake: તુર્કીયેની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર,સ્થાનિક સમય મુજબ બપોર પછી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા રહેવાસીઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા.જોકે,અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાન કે કોઈ જાનહાનિના અહેવાલ નથી.મધ્ય તુર્કીમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.રિક્ટર સ્કેલ પર મધ્યમ માપવામાં આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કોન્યા પ્રાંતમાં હતું.જે દેશના મધ્ય એનાટોલિયા(Central Anatolia) ક્ષેત્રમાં આવેલું છે.

ભૂકંપ બાદ બચાવકાર્ય શરુ

AFAD અને સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બચાવ ટીમોને સતર્ક રાખવામાં આવી છે અને કોઈપણ કટોકટી માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. તુર્કી ભૂકંપ સંભવત ક્ષેત્રમાં આવેલું છે અને અહીં સમયાંતરે ભૂકંપ આવતા રહે છે. નિષ્ણાતોએ નાગરિકોને શાંત રહેવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે. પરિસ્થિતિ સામાન્ય છે અને વધુ માહિતી માટે વહીવટીતંત્ર માહિતી આપી રહ્યુ છે.

આ પણ  વાંચો -Donald Trump : 'ભારત પાકિસ્તાન વચ્ચે મેં સિઝફાયર નથી કરાવ્યું', ડોનાલ્ડ ટ્રમ્પે મારી પલટી

અગાઉ પણ આવ્યા છે જીવલેણ ભૂકંપ

6 ફેબ્રુઆરી 2023ના રોજ તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો. થોડા કલાકો પછી, બીજો એક મોટો ભૂકંપ અનુભવાયો, જેના કારણે દેશના 11 દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ પ્રાંતો ખરાબ રીતે તબાહ થયા હતા. આ બે ભૂકંપમાં 53,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો ઇમારતો સંપૂર્ણપણે અથવા આંશિક રીતે નાશ પામી હતી. તેની અસર પડોશી સીરિયાના ઉત્તરીય વિસ્તારોને પણ થઈ છે. જ્યાં લગભગ 6,000 લોકો મૃત્યુ પામ્યા હતા. 6 ફેબ્રુઆરીની સવારે તુર્કીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

Tags :
Central AnatoliaCentral TurkeyDisaster managementearthquakeEmergency responseKonyaMagnitude 5.2No CasualtiesRichter ScaleSeismic activityTremorsturkey
Next Article