ભૂકંપના આંચકાથી નેપાળની ધરા ધ્રુજી, 4.8 ની તીવ્રતાનો અનુભવાયો આંચકો
- નેપાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફડ્યા
- વહેલી સવારે ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા
- ભૂકંપના કારણે જાનમાલનું હાલ કોઈ નુકસાન નહીં
- જુમલા જિલ્લામાં નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
Earthquake in Nepal : શનિવારે સવારે નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સવારે લગભગ 4 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં ધરતીની નીચે 10 કિમી ઊંડાઈમાં હતું.
ભૂકંપમાં જાનમાલનું નુકસાન નથી થયું
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (NCS) અને યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ આ ભૂકંપની પુષ્ટિ કરી છે. જો કે, આ વખતે ભૂકંપના કારણે જાનમાલનું કોઈ નુકસાન થયું નથી, પરંતુ 2023માં નેપાળમાં આવી જ ઘટના દરમિયાન 70થી વધુ લોકોના જીવ ગયા હતા, જેથી લોકોમાં ડરનો માહોલ છે.
An earthquake with a magnitude of 4.8 on the Richter Scale hit Nepal at 03:59 AM today: National Center for Seismology pic.twitter.com/CMZQA2nepj
— ANI (@ANI) December 20, 2024
ઝિમ્બાબ્વેમાં 4.9 તીવ્રતાના ભૂકંપના આંચકા
શુક્રવારે 20 ડિસેમ્બરે, ઝિમ્બાબ્વેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 હતી. આ ભૂકંપ કરીબાના સાઉથર્ન સાઉથઈસ્ટમાં 22 કિમી દૂર કેન્દ્રિત હતો અને બપોરે 12:41 વાગ્યે અનુભવાયો હતો. USGS દ્વારા આ ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ લોકો ઘરની બહાર નીકળી ગયા અને રસ્તા પર બેસી રહ્યા. આ ઘટનાએ લોકોમાં ભયનું વાતાવરણ સર્જ્યું હતું.
વનુઆતુમાં 7.3 તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ
તમે જાણતા હશો કે 2 દિવસ પહેલા પ્રશાંત મહાસાગરમાં આવેલા દેશ વનુઆતુમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર 80 ટાપુઓના સમૂહ વનુઆતુના મધ્યમાં હતું. આ ઘટનાએ વિનાશ સર્જ્યો હતો, જેમાં 14 લોકોના જીવ ગયા હતા અને 3.5 લાખથી વધુ લોકો બેઘર બન્યા હતા. વનુઆતુમાં ઘરો ખરાબ રીતે નાશ પામ્યા હતા, અને અમેરિકા, બ્રિટન, ફ્રેન્ચ અને ન્યુઝીલેન્ડના દૂતાવાસોને પણ નુકસાન થયું હતું. આ ભૂકંપના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે ડરાવે તેવા છે.
આ પણ વાંચો: Vanuatu Earthquake : 7.3 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી


