ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Elon Musk Father In Russia :ટ્રમ્પ-મસ્કના ઝઘડા વચ્ચે રશિયાની 'પંચાયતી'એન્ટ્રી,મસ્કના પિતા પહોંચ્યા મોસ્કો

ટ્રમ્પ-મસ્કના ઝઘડા વચ્ચે રશિયાની એન્ટ્રી એલોન મસ્કના પિતા એરોલ મસ્ક મોસ્કો પહોંચ્યા રશિયા તેમને રાજકીય આશ્રય આપવા તૈયાર Elon Musk Father In Russia: એલોન મસ્ક (Elon Musk)અને US ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે રશિયા હવે...
05:32 PM Jun 10, 2025 IST | Hiren Dave
ટ્રમ્પ-મસ્કના ઝઘડા વચ્ચે રશિયાની એન્ટ્રી એલોન મસ્કના પિતા એરોલ મસ્ક મોસ્કો પહોંચ્યા રશિયા તેમને રાજકીય આશ્રય આપવા તૈયાર Elon Musk Father In Russia: એલોન મસ્ક (Elon Musk)અને US ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે રશિયા હવે...

Elon Musk Father In Russia: એલોન મસ્ક (Elon Musk)અને US ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે રશિયા હવે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવવાના મૂડમાં હોય તેવું લાગે છે.એલોન મસ્કના પિતા એરોલ મસ્ક હાલમાં રશિયાની રાજધાની મોસ્કોમાં છે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.એરોલ ભારતથી સીધો રશિયા પહોંચ્યો છે.જે આ ઘટનાક્રમને વધુ રસપ્રદ બનાવે છે.અગાઉ,રશિયાએ એલોન મસ્કને ખુલ્લી ઓફર આપી હતી કે જો તેઓ ઇચ્છે તો રશિયા તેમને રાજકીય આશ્રય આપવા તૈયાર છે. રશિયન સંસદની આંતરરાષ્ટ્રીય બાબતોની સમિતિના ઉપાધ્યક્ષ દિમિત્રી નોવિકોવે પણ એમ કહીને હંગામો મચાવ્યો હતો કે જો મસ્કને જરૂર હોય તો તેઓ તેમને રશિયામાં આશ્રય આપી શકે છે.

પુતિનના વખાણમાં એરોલનું નિવેદન

મોસ્કો પહોંચ્યા પછી, એરોલ મસ્કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રશંસા કરી. તેમણે કહ્યું, 'પુતિન ખૂબ જ પ્રભાવશાળી નેતા છે. તેમણે પાછલા વર્ષોમાં સાબિત કર્યું છે કે મજબૂત નેતૃત્વ શું હોય છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તેમને પુતિનને પ્રશ્ન પૂછવાની તક મળે તો તેઓ શું પૂછશે, ત્યારે તેમણે કહ્યું, 'હું પુતિનને પૂછવા માંગુ છું કે સારું નેતૃત્વ કેવી રીતે કરવું.

આ પણ  વાંચો -Austria firing at school: ઓસ્ટ્રિયાની ગ્રાઝ સ્કૂલમાં ગોળીબાર, 11ના મોતની આશંકા

એરોલ ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના ઝઘડા પર બોલ્યા

એરોલ મસ્કે ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના ઝઘડાને 'પતિ-પત્નીનો ઝઘડો' ગણાવ્યો અને કહ્યું કે આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. તેમણે સ્વીકાર્યું કે મસ્ક દ્વારા જાહેરમાં ટ્રમ્પને પડકાર ફેંકવો એ ભૂલ હતી, પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે બંને ટૂંક સમયમાં સમાધાન કરી શકશે કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સ્થિતિ હજુ પણ મજબૂત છે.

આ પણ  વાંચો -જાપાનમાં અમેરિકન એરબેઝ પર વિસ્ફોટ, 4 જાપાની નાગરિક ઈજાગ્રસ્ત

રશિયાની નજરમાં સુવર્ણ તક?

રાજકીય નિષ્ણાતો માને છે કે રશિયા આ વિકાસને પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક તરફ, તે મસ્કને નજીક લાવવા માંગે છે, જ્યારે બીજી તરફ તે ટ્રમ્પને નબળા બતાવવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે.યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ 'વન બિગ બ્યુટીફુલ બિલ' છે, જે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ક્રેડિટ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂકે છે. મસ્કની કંપની ટેસ્લાને આના કારણે સીધું નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગે છે. આ ઉપરાંત, ટ્રમ્પે નાસામાં તેમના નજીકના સહાયકની નિમણૂક કરવાની મસ્કની માંગને નકારી કાઢી હતી, જેનાથી તણાવ વધુ વધ્યો હતો.

Tags :
Donald Trumpelon muskElon Musk father in RussiaErrol MuskErrol Musk in RussiaKaty MillerPutin in Trump Musk FeudStephan Miller
Next Article