Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બ્રિટનમાં આવી રહ્યું છે 91 KM ની ઝડપે વિશાળ વાવાઝોડું!

તોફાન Darragh: બ્રિટન માટે ગંભીર ચેતવણી વિશાળ વાવાઝોડું Darragh, 30 લાખ લોકો માટે રેડ એલર્ટ બ્રિટનમાં તોફાન Darraghના કારણે વીજળી ગુલ એરપોર્ટ અને બ્રિજ બંધ: સ્ટ્રોમ Darraghના કારણે પૂરની ચેતવણી બ્રિટનમાં 30 લાખ લોકોને ઈમરજન્સી એલર્ટ વેલ્સ અને ઇંગ્લેન્ડમાં...
બ્રિટનમાં આવી રહ્યું છે 91 km ની ઝડપે વિશાળ વાવાઝોડું
Advertisement
  • તોફાન Darragh: બ્રિટન માટે ગંભીર ચેતવણી
  • વિશાળ વાવાઝોડું Darragh, 30 લાખ લોકો માટે રેડ એલર્ટ
  • બ્રિટનમાં તોફાન Darraghના કારણે વીજળી ગુલ
  • એરપોર્ટ અને બ્રિજ બંધ: સ્ટ્રોમ Darraghના કારણે પૂરની ચેતવણી
  • બ્રિટનમાં 30 લાખ લોકોને ઈમરજન્સી એલર્ટ
  • વેલ્સ અને ઇંગ્લેન્ડમાં ભારે વરસાદ અને પવનની ચેતવણી

Cyclone Darragh in Britain : વિશાળ વાવાઝોડું Darragh શનિવારે બ્રિટનના કેટલાક વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ સાથે અથડાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. બ્રિટિશ હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે આ વાવાઝોડું વેલ્સ અને દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડના દરિયાકાંઠે તોફાની રીતે ટકરાશે, જે દેશમાં ગંભીર અસર કરી શકે છે. આ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતાં જ ભારે વરસાદ પડશે અને 91 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

રેડ એલર્ટ અને 30 લાખ લોકોને ચેતવણી

હવામાન વિભાગે વેલ્સ અને દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં રહેતા 30 લાખ લોકોને એલર્ટ માટે રહેવાનું કહેવામાં આવ્યું છે, અને તેમને ઘરની અંદર રહેવાનું અને સુરક્ષા માટે દરેક જાગરુકતા રાખવાના સૂચન આપવામાં આવ્યા છે. તોફાની પવનના કારણે તોફાની પવનથી ઉડી ગયેલી વસ્તુઓ અને વૃક્ષો જોખમી બની શકે છે. ઈમારતોને નુકસાન થઈ શકે છે. છતની ટાઇલ્સ ઉડી શકે છે. વિજળી ઠપ થઇ શકે છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી શકે છે. વૃક્ષો પડવાના કારણે રસ્તાઓ અને પુલ બંધ થઈ શકે છે. સૌથી વધુ ખતરા વેલ્સ અને દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડમાં જોવા મળી રહ્યા છે. અહીં 30 લાખ લોકોને ઈમરજન્સી ચેતવણી આપવામાં આવી છે, અને ખરાબ મૌસમના કારણે અનેક જગ્યાઓ પર વીજળી ઠપ થઇ ગઇ છે. વિશેષજ્ઞોની સલાહ મુજબ, લોકોને ટોર્ચ, બેટરી, અને પાવર પેક જેવા જરૂરી સામાન સાથે રાખવાના સૂચન આપવામાં આવ્યા છે. રવિવારે સવારે 3 વાગ્યાથી 11 વાગ્યા સુધી વાવાઝોડું તેની ટોચ પર રહેશે.

Advertisement

એરપોર્ટ અને બંને બ્રિજ બંધ

તેમને ઘરની અંદર રહેવા અને ડ્રાઇવિંગ ટાળવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તરી આયર્લેન્ડ, વેલ્સ અને પશ્ચિમ ઈંગ્લેન્ડ માટે શનિવાર સવાર સુધી ચેતવણી જારી કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગયા મહિને તોફાન બર્ટ અને કોનલના કારણે આવેલા ભયંકર પૂર પછી, સ્ટ્રોમ Darragh આ વર્ષનું ચોથું તોફાન છે, જે બ્રિટનમાં તબાહી મચાવવા માટે તૈયાર છે. બ્રિટિશ સરકારે પહેલાથી જ મેદાનમાં બચાવ ટીમો તૈનાત કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તોફાનની અસરને કારણે આઇરિશ સમુદ્રની આસપાસ 80-90 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વેલ્સમાં સવારે 6 વાગ્યા સુધીમાં 22,000 થી વધુ ઘરો, ઓફિસો અને ફેક્ટરીઓ વીજળી વગરના હતા. મિડલેન્ડ્સ અને દક્ષિણ-પશ્ચિમ ઈંગ્લેન્ડમાં 12,000 થી વધુ ઘરો વીજળી વગરના છે. બ્રિસ્ટોલ એરપોર્ટે મુસાફરોને હવાઈ મુસાફરી ટાળવાની ચેતવણી આપી છે. એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. કાર્ડિફ એરપોર્ટે પણ તેની સેવાઓ બંધ કરી દીધી છે. M4 પ્રિન્સ ઓફ વેલ્સ બ્રિજ અને M48 સેવર્ન બ્રિજ, બંને બ્રિજ ઈંગ્લેન્ડ અને સાઉથ વેલ્સને જોડતા બંધ કરી દેવામાં આવ્યા છે. વેલ્સમાં શનિવાર માટે નિર્ધારિત તમામ સ્થાનિક ફૂટબોલ અને રગ્બી મેચો રદ કરવામાં આવી છે. કાર્ડિફ સિટીની વોટફોર્ડ સામેની ચેમ્પિયનશિપ મેચ પણ રદ કરવામાં આવી છે. તોફાન Darragh ના કારણે ઈંગ્લેન્ડમાં 120 સ્થળોએ પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો:  ડરામણી પળો કેમેરામાં કેદ, કેલિફોર્નિયામાં 7.0 તીવ્રતાનો ભૂકંપ; જુઓ Video

Tags :
Advertisement

.

×