'ઘરે જાઓ, ડિનર કરો અને લેપટોપ લો...', વર્ક લાઈફ બેલેન્સ પર શું કહ્યું Linkedin ના સ્થાપકે ?
- સફળતા મેળવવા માટે સખત મહેનત અને બલિદાન જરૂરી
- હોફમેન પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરવા માટે જાણીતા
- ફક્ત બે જ પરિસ્થિતિઓ છે, જેમાં વર્ક લાઈફ બેલેન્સ શક્ય છે
Linkedinના સ્થાપક રીડ હોફમેન કહે છે કે સફળતા મેળવવા માટે સખત મહેનત અને બલિદાન જરૂરી છે. તેમનું માનવું છે કે સ્ટાર્ટઅપની દુનિયામાં વર્ક લાઈફ બેલેન્સ સ્થાપિત કરવું સરળ નથી. ફક્ત બે જ પરિસ્થિતિઓ છે, જેમાં વર્ક લાઈફ બેલેન્સ શક્ય છે. ચાલો વિગતવાર જાણીએ.
Linkedin ના સ્થાપક રીડ હોફમેન પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરવા માટે જાણીતા છે. તેમની ટિપ્પણીઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. હવે તેમનું વધુ એક નિવેદન હેડલાઇન્સમાં છે. વર્ક લાઈફ બેલેન્સ અંગેનું તેમનું જૂનું નિવેદન ફરીથી વાયરલ થઈ રહ્યું છે. હોફમેન માને છે કે સ્ટાર્ટઅપ વિશ્વમાં સામાન્ય વર્ક લાઈફ બેલેન્સ જાળવવું શક્ય નથી. 2024 માં એક પોડકાસ્ટમાં, તેમણે કહ્યું હતું કે જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય, એક સફળ કંપની બનાવવી હોય, તો તમારે સપ્તાહના અંતે રજાઓ અને આરામ જેવી વસ્તુઓ છોડી દેવી પડશે. પોતાની કંપની વિશે તેમણે કહ્યું કે Linkedin ના શરૂઆતના દિવસોમાં, તેઓ તેમના કર્મચારીઓ પાસેથી વધુ કામની અપેક્ષા રાખતા હતા.
સ્ટાર્ટઅપ માટે સમર્પણ અને બલિદાનની જરૂર
જોકે તેમનો પરિવાર અને બાળકો પણ છે. હોફમેન માને છે કે પરિવારોવાળા કર્મચારીઓને ડિનર માટે ઘરે જવાની પરવાનગી હતી. ડિનર પછી, તેઓ એવી આશા રાખતા હતા કે કર્મચારીઓ ફરીથી તેમના લેપટોપ ખોલે અને કામ પર લાગી જાય. હોફમેન માને છે કે આજના સમયમાં, વર્ક અને લાઈફ વચ્ચે સંતુલનનો અભાવ એક ગંભીર ચિંતાનો વિષય ગણી શકાય. જો કોઈ કર્મચારી આવું વિચારે છે તો તેને સ્ટાર્ટઅપ કલ્ચરનું સાચું જ્ઞાન નથી. સ્ટાર્ટઅપ ચલાવવું એ કોઈ બાળકની રમત નથી. આ માટે સંપૂર્ણ સમર્પણ અને બલિદાનની જરૂર છે. જો તમે યોગ્ય મહેનત અને સમર્પણ સાથે કામ નહીં કરો, તો તમારી નોકરી ગુમાવવાની શક્યતા છે. તમારે તમારી નોકરી બચાવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે.
“One of the riskiest things you can do in your career is to try to eliminate risk entirely.”
— Reid Hoffman, Co-founder of LinkedIn pic.twitter.com/Rlg5RwJVk3
— Z Fellows (@zfellows) March 18, 2025
આ પણ વાંચો : કેનેડામાં ગુજરાતીયોની સુરક્ષાને લઈને સવાલ, સુરતના યુવકની ચાકૂ મારીને હત્યા
વર્ક લાઈફ બેલેન્સ બે પરિસ્થિતિઓમાં જાળવી શકાય
હોફમેન માને છે કે વર્ક લાઈફ બેલેન્સ ફક્ત બે પરિસ્થિતિઓમાં જાળવી શકાય છે. પહેલુ, જો તમારું સ્ટાર્ટઅપ નાનું છે અને તેમાં કોઈ સ્પર્ધક નથી. બીજું, જો તમારું સ્ટાર્ટઅપ મજબૂત છે, તો કોઈ તેને પડકારવાનું વિચારી પણ નહીં શકે. જોકે, તે સ્વીકારે છે કે સ્ટાર્ટઅપ્સ વચ્ચે સ્પર્ધા છે, અને કહે છે કે તેનો સામનો કરવા માટે સતત મહેનત કરવાની જરૂર છે. હોફમેન પેપાલનું ઉદાહરણ આપતા કહે છે કે કર્મચારીઓ ઘરે ન જાય તે માટે, તેમને ઓફિસમાં જ ડિનર આપવામાં આવતુ હતું. આ પછી બીજી કંપનીઓએ પણ આવું કરવાનુ શરૂ કર્યું.
મહેનત સાથે કોઈ સમાધાન નહીં
હોફમેનના મતે, જો તમે સફળતા મેળવવા માંગતા હોવ તો સખત મહેનત સાથે સમાધાન કરી શકાતું નથી. તેઓ પરિવાર સાથે સમય વિતાવવાનું પણ મહત્વપૂર્ણ માને છે, પરંતુ કામ પ્રત્યે સતર્કતા અને સમર્પણ પણ જરૂરી છે. Linkedin ને માઇક્રોસોફ્ટે 2016 માં $26.2 બિલિયન (રૂ. 2620 કરોડ) માં હસ્તગત કર્યું હતું. અગાઉ 2014 માં, હોફમેને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 'સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ કરવું' કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું.
આ પણ વાંચો : 'અમે અમેરિકા અને ઈઝરાયલને કચડી નાખવા સંપૂર્ણપણે તૈયાર છીએ', ઈરાનના IRGC ચીફની ખુલ્લી ધમકી


