Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

HMPV વાયરસથી ચીનમાં ભયાનક સ્થિતિ? ઇન્ટરનેટ પર વાયરલ વીડિયોથી ફેલાયો ગભરાટ

શું ચીનમાં પાચ વર્ષ બાદ ફરી એકવાર એક એવી કહાની રિપીટ થવા જઇ રહી છે. સોશિયલ મીડિયા ચીનની હોસ્પિટલના એવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
hmpv વાયરસથી ચીનમાં ભયાનક સ્થિતિ  ઇન્ટરનેટ પર વાયરલ વીડિયોથી ફેલાયો ગભરાટ
Advertisement
  • ચીનની હોસ્પિટલોના વીડિયો થઇ રહ્યા છે વાયરલ
  • કોરોના વાયરસ કરતા ભયાનક સ્થિતિ સર્જાય તેવી દહેશત
  • WHO અને ચીની અધિકારી કંઇ પણ બોલવા તૈયાર નથી

નવી દિલ્હી : શું ચીનમાં પાચ વર્ષ બાદ ફરી એકવાર એક એવી કહાની રિપીટ થવા જઇ રહી છે. સોશિયલ મીડિયા ચીનની હોસ્પિટલના એવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જ્યાં હોસ્પિટલમાં અફડા તફડી જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, હ્યુમન મેટાપ્રેયૂમોવાયરસ (HMPV) અને અન્ય વાયરસના પ્રકોપે હોસ્પિટલો અને કબ્રસ્તાનને ભરી દીધું છે. આ વાયરસમાં ઇન્ફ્લુએન્જા એ, માઇક્રોપ્લાઝ્મા ન્યૂમોનિયા અને કોવિડ 19 નો પણ સમાવેશ થાય છે.

પાંચ વર્ષ પહેલા 2019 ના અંતમાં ચીનના વુહાન શહેરની હોસ્પિટલથી કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં લોકો શ્વાસની તકલીફઅને ખાંસીની ફરિયાદની સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

Advertisement

જોત જોતામાં સ્વાસ્થય સંકટ સમગ્ર વિશ્વ સામે ઉભુ થયું હતું. ત્યાર બાદ કોવિડ 19 નું નામ આપવામાં આવ્યું. ધીરે ધીરે આ મહામારીએ પોતાના સંક્રમણના વર્તુળમાં સમગ્ર વિશ્વને સમેટી લીધું હતું.

Advertisement

ફરી એકવાર કોરોના કરતા ખતરનાક વાયરસ

શું ચીનમાં પાંચ વર્ષ બાદ ફરી એવી જ વાત રિપીટ થવા જઇ રહી છે. સોશિયલ મીડિયા ચીનની હોસ્પિટલના એવા જ વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જ્યાં હોસ્પિટલમાં અફરા તફરી જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હ્યુમન મેટાપ્રેયૂમોવાયરસ અને અન્ય વાયરસના પ્રકોપે હોસ્પિટલ અને કબ્રસ્તાનને ભરી દીધી છે. આ વાયરસમાં ઇન્ફ્લુએન્જા એ, માઇકોપ્લાઝમા ન્યૂમોનિયા અને કોવિડ 19 નો પણ સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પર ફેલાઇ છે દહેશત

પાંચ વર્ષ પહેલા કોવિડ 19 બાદ નવી મહામારીનો ખતરો આવી પડવાના કારણે લોકો સોશિયલ મીડિયા પર પૈનિક ફેલાયેલું છે. એક વાયરલ પોસ્ટ,જેને 12 મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે. હોસ્પિટલના ગલિયારામાં વૃદ્ધ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. પોસ્ટમાં જોઇ શકાય છે કે, ચીનની હોસ્પિટલમાં ઇન્ફ્લુએન્જા એ અને હ્યુમન મેટાપ્રેયૂમોવાયરસના પ્રકોપ સામે ઝઝુમી રહ્યા છે. ત્રણ વર્ષ બાદ કોવિડ લહેરની યાદ અપાવી રહ્યા છે.

WHO અને ચીની અધિકારીઓએ શું કહ્યું

જો કે તે દાવાની કોઇ અધિકારીક પૃષ્ટિ નથી થઇ. વિશ્વ સ્વાસ્થય સંગઠન અને ચીનના સ્વાસ્થય અધિકારીઓ કોઇ નવી મહામારી નહીં હોવાની પૃષ્ટિ કરી છે, ન કોઇ ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વાયરલ પોસ્ટ્સ છતા એવી સ્થિતિ હાલ માત્ર અટકળો સુધી સીમિત છે.

શું છે હ્યુમન મેટાપ્રેયુમોવાયરસ

HMPV એક એવો વાયરસ છે, જે સામાન્ય રીતે શર્દી જેવા લક્ષણો પેદા કરે છે. નાના બાળકો, વૃદ્ધો અને નબળા ઇમ્યુન સિસ્ટમના લોકો તેનો શિકાર બને છે. તેના લક્ષણમાં ખાસી, નાક બંધ થવાનો સમાવેશ થાય છે. જો કે તે ન્યૂમોનિયા અને બ્રોકિયોલાઇટિસ જેવા ગંભીર શ્વસન રોગો પણ પેદા કરે છે.

કોવિડ જેવો ફેલાવો

HMPV નો ફેલાવો કોવિડ 19 જેવો જ છે. આ સંક્રમિત વ્યક્તિની ખાંસી, છીંકવા અથવા તેના નાકમાંથી નિકળેલી બુંદોથી ફેલાય છે. સાથે જ વાયરસથી સંક્રમિત સપાટીને સ્પર્શવાથી ફેલાય છે. જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયો અને દાવાના કારણે ફરી એકવાર ડર પેદા થઇ રહ્યો છે. જો કે નિષ્ણાંતો હજી તેને વધારે ગંભીરતાથી લેવાની સલાહ નથી આપી. WHO અને સ્વાસ્થય વિભાગ દ્વારા કોઇ નવી મહામારીની પૃષ્ટિ કરવામાં આવી નથી.

Tags :
Advertisement

.

×