છૂટાછેડા લેશો તો સજા, હોટ ડોગ ખાશે તેને પણ મળશે સજા, જાણો વિચિત્ર કાયદા અંગે
નવી દિલ્હી : ઉત્તર કોરિયન લોકો પર કથિત રીતે હોટ ડોગ ખાવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. તાનાશાહ કમ જોંગ ઉને જાહેરાત કરી છે કે, સોસેસ (એક પ્રકારનું વ્યંજન) પિરસવું દેશદ્રોહ હતો. તેમણે કહ્યું કે, પશ્ચિમી સંસ્કૃતિઓને દેશની અંદર ઘુસણખોરી થઇ રહી છે.
ધ સનના રિપોર્ટ અનુસાર કિમ જોંગ ઉનનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે અમેરિકા પ્રેરિત એક દક્ષિણ કોરિયન વ્યંજન બુડે જજીગેની લોકપ્રિયતા ઉત્તર કોરિયામાં ઝડપથી વધવા લાગી છે. બુડે જજીગે હોટ ડોગથી પ્રેરિત છે. હોટ ડોક વેચવા કે બનાવવા પર લોકોને દેશની કુખ્યાત શ્રમ શિબિરમાં વિતાવવા માટેની ધમકી આપવામાં આવે છે.
આ પણ વાંચો : Bharuch: રેલવેની ગંભીર બેદરકારી, ગુડઝ ટ્રેનમાંથી મેટલ પડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા
ઉત્તર કોરિયામાં ક્યારે આવ્યું આ વ્યંજન
એક માન્યતા છે કે, દક્ષિણ કોરિયામાં આવિષ્કારના દશકો બાદ 2017 માં આ વ્યંજન થોડા સમય માટે ઉત્તર કોરિયા પહોંચીગ યા. આ વ્યંજન મસાલેદાર કોરિયન અમેરિકી હોટપોટ છે જેનો અર્થ છે. આર્મી બેઝ સ્ટુ. તેમાં વ્યંજનની સામગ્રી વચ્ચે હોટ ડોગ અથવા સ્પૈમનો સમાવેશ કરવામાં આવે છે. આ વ્યંજનનો ઇર્જાદ 1950 ના દશકના કોરિયન યુદ્ધ દરમિયાન થયું હતું. જ્યારે અમેરિકી સૈનિકોને રાશનમાંથી વધેલા માંસથી સ્થાનિક લોકો પોતાની ભુખ મિટાવતા હતા. તે લોકો બચેલા માસનો ઉપયોગ સ્ટુજ બનાવવા માટે કરતા હતા.
ઉત્તરી પ્રાંત રયાંગગાંગના એક વિક્રેતાએ ધ સનને જણાવ્યું કે, બજારમાં બુડે જજીગેનું વેચાણ બંધ થઇ ચુક્યું છે. પોલીસ અને બજાર પ્રબંધને જણાવ્યું કે, જે પણ તેને બેચતા પકડાશે તેને બંધ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : દિલ્હીની ચૂંટણીમાં કેજરીવાલની જીત થશે, કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણનો દાવો, કહ્યું - ગઠબંધન હોત તો સારું થાત
છૂટાછેડા લેનારા લોકોને પણ અપાઇ રહી છે સજા
ઉત્તર કોરિયામાં ડિસેમ્બરમાં આવે સમાચારો સામે આવ્યા કે, ઉત્તર કોરિયામાં છૂટાછેડા લીધેલા હોય તેવા નાગરિકોને સજા માટે શ્રમ શિબિરોમાં એકથી છ મહિનાનો સામનો કરવોપ ડશે. આરએફએના અનુસાર દક્ષિણ પ્યોંગાન પ્રાંતમાં ત્રણ મહિના સુધી પ્રસવ પીડા સહેવાનો દાવો કરનારી એક છૂટાછેડા લીધેલી મહિલાએ જણાવ્યું કે, મહિલાઓને પુરૂષોની તુલનાએ વધારે કડક સજા મળે છે. કાઉન્ટિ શ્રમ શિક્ષણ શિબિરમાં આશરે 80 મહિલાઓ અને 40 પુરૂષ કેદ છે. છુટાછેડાના આદેશના કારણે લગભગ 30 પુરૂષ અને મહિલાઓને કેદ કરવામાં આવ્યા હતા. મહિલાઓની સજા વધારે લાંબી હતી.
આ પણ વાંચો : આ દેશ પર બગડ્યું અમેરિકા, તત્કાલ ફાઇટર જેટ મોકલીને કર્યો હુમલો


