Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-Russia Relations : ટેરિફ વોર વચ્ચે રશિયાની ભારતને વધુ એક ભેટ,વિદેશ જવા માંગતા યુવાનોને લાભ

રશિયામાં ભારતીય શ્રમિકોની વધતી સંખ્યા ભારતીય દૂતાવાસો પર દબાણ વધ્યું રશિયામાં કામદારોની અછત રશિયન કંપનીઓનો ભારતીય કામદારો પર ભાર India-Russia Relations: અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ યુદ્ધ વચ્ચે રશિયા ભારત (India-Russia Relations)માટે ઢાલ તરીકે ઉભરી આવ્યું છે. શસ્ત્રોથી લઈને...
india russia relations   ટેરિફ વોર વચ્ચે રશિયાની ભારતને વધુ એક ભેટ વિદેશ જવા માંગતા યુવાનોને લાભ
Advertisement
  • રશિયામાં ભારતીય શ્રમિકોની વધતી સંખ્યા
  • ભારતીય દૂતાવાસો પર દબાણ વધ્યું
  • રશિયામાં કામદારોની અછત
  • રશિયન કંપનીઓનો ભારતીય કામદારો પર ભાર

India-Russia Relations: અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ યુદ્ધ વચ્ચે રશિયા ભારત (India-Russia Relations)માટે ઢાલ તરીકે ઉભરી આવ્યું છે. શસ્ત્રોથી લઈને સસ્તા તેલ સુધી... તે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ હુમલાની અસરને નિષ્ક્રિય કરવા માટે ભારતને દિલથી ઘણી વસ્તુઓ આપવા તૈયાર છે. આ દરમિયાન એક અહેવાલ સામે આવ્યા છે આનાથી દરેક જરૂરિયાતમંદ ભારતીયના ઘરમાં ખુશી આવી શકે છે.ભારત આ દિશામાં એક મુખ્ય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે.

રશિયામાં રોજગારના નવા દરવાજા  ખુલશે

રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે તાજેતરમાં રશિયન એક એજન્સીએ જણાવ્યું કે રશિયન કંપનીઓ ભારતીય કામદારોને નોકરી પર રાખવામાં રસ દાખવી રહી છે.ખાસ કરીને મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં.બીજી તરફ,ભારતમાં મોટી સંખ્યામાં યુવાનોને સારી નોકરીઓની જરૂર છે.પરંતુ,તેમને સારી તકો મળતી નથી.આવી સ્થિતિમાં રશિયામાં રોજગારના નવા દરવાજા ખુલવાથી ભારતીય પરિવારોમાં સમૃદ્ધિ આવશે.

Advertisement

રશિયામાં ભારતીય શ્રમિકોની વધતી સંખ્યા

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ના આંકડા મુજબ, 2021થી 2024 દરમિયાન રશિયામાં ભારતીય કામદારોને મળેલા વર્ક પરમિટની સંખ્યામાં મોટો વધારો થયો છે, જે 5,480થી વધીને 36,208 થઈ ગયો છે. આનાથી રશિયામાં શ્રમિકોની જરૂરિયાત અને ભારતીય કામદારોની માંગ સ્પષ્ટ થાય છે. રશિયામાં ભારતીય કામદારો મુખ્યત્વે બાંધકામ અને કાપડ ઉદ્યોગમાં કામ કરે છે, પરંતુ હવે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉચ્ચ-કુશળ ક્ષેત્રોમાં પણ તેમની માંગ વધી રહી છે.

Advertisement

આ પણ  વાંચો -Typhoon Kajiki : વિયેતનામમાં કાજિકી વાવાઝોડાનો કહેર ,સ્કૂલો-એરપોર્ટ બંધ, 5 લાખ લોકોને અસર

ભારતીય દૂતાવાસો પર દબાણ વધ્યું

રશિયાને કુશળ શ્રમિકોની જરૂર છે અને ભારત પાસે તે ઉપલબ્ધ છે. રશિયાના નિયમો અને ક્વોટા હેઠળ ભારતીયોને ત્યાં નોકરીઓ મળી રહી છે. જોકે, ભારતીય શ્રમિકોની વધતી સંખ્યાને કારણે દૂતાવાસો પર પાસપોર્ટ રિન્યુઅલ અને અન્ય સેવાઓનું દબાણ વધ્યું છે. આ સમસ્યાને ઉકેલવા માટે, ભારતે રશિયામાં નવા વાણિજ્ય દૂતાવાસો ખોલવાની યોજના બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન યેકાતેરિનબર્ગ અને કઝાનમાં નવા દૂતાવાસો ખોલવાની જાહેરાત કરી હતી, જેથી મુસાફરી અને વેપારને સરળ બનાવી શકાય.

આ પણ  વાંચો -ભારતે માનવતા દાખવી સમય રહેતા આપી ચેતવણી, છતાં પાકિસ્તાને કરી નાપાક હરકત

રશિયામાં કામદારોની અછત

યુક્રેન સાથેના યુદ્ધને કારણે રશિયામાં કામદારોની ભારે અછત સર્જાઈ છે. યુદ્ધ માટે સૈનિકોની મોટી ભરતી અને રશિયન નાગરિકોના દેશ છોડી જવાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે. આ સમસ્યાને ઉકેલવા માટે, રશિયાએ 2024માં સરકારી ક્વોટા કરતાં પણ વધુ એટલે કે 47,000 વિદેશી કામદારોની ભરતી કરી. આ કામદારોમાં ચીન, ભારત, તૂર્કિયે અને સર્બિયા જેવા દેશોના લોકોનો સમાવેશ થાય છે. રશિયાએ 2025 માટે ભારતીય કામદારો માટે 71,817 વર્ક પરમિટનો ક્વોટા નક્કી કર્યો છે.

રશિયન કંપનીઓનો ભારતીય કામદારો પર ભાર

રશિયામાં શ્રમિકોની અછતને કારણે, ઘણી રશિયન કંપનીઓ ભારતીય કામદારોની ભરતી કરી રહી છે. ઉદાહરણ તરીકે, બાંધકામ ક્ષેત્રની કંપની 'સમોલ્યોટ ગ્રુપ' અને 'રીટેલ જાયન્ટ X5 ગ્રુપ' જેવી કંપનીઓએ ભારતીય કામદારોને નોકરી આપી છે. વેલ્ડર, કોંક્રિટ વર્કર, ફિનિશર અને કૃષિ ક્ષેત્ર જેવા કામોમાં ભારતીય કામદારોની માંગ વધી રહી છે. જોકે, ભાષા અને સાંસ્કૃતિક તફાવતને કારણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ રશિયામાં શ્રમની અછતને દર્શાવે છે.

Tags :
Advertisement

.

×