Indus Water Treaty : પાકિસ્તાનના હકનું એક ટીપુ પાણી પણ ભારત છીનવી નહીં શકે - શાહબાઝ શરીફ
- Indus Water Treaty મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાનના વિવાદાસ્પદ નિવેદન
- ભારત પાકિસ્તાનના હકનું પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં - શાહબાઝ શરીફ
- અમે ડૂબીશું તો અમે અડધી દુનિયાને પોતાની સાથે લઈને ડૂબી જઈશું - અસીમ મુનિર
Indus Water Treaty : પહલગામ આતંકી હુમલા બાદ (Pahalgam Terrorist Attack) ભારતે પાકિસ્તાનને જવાબ આપવા માટે સિંધુ જળ સંધિ (Indus Water Treaty)સ્થગિત કરી છે. જેનાથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. અસીમ મુનીર, બિલાવલ ભુટ્ટો પછી પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ભારતને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ભારત પાકિસ્તાનના હકનું પાણીનું એક ટીપું પણ છીનવી શકશે નહીં. સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હોવાથી પાકિસ્તાનને પાણીના દરેક ટીપા માટે સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે.
Indus Water Treaty અને પાકિસ્તાનની હતાશા
Indus Water Treaty મુદ્દે ભારતે લીધેલા આકરા નિર્ણય બાદ પાકિસ્તાનની હતાશા હવે ખુલ્લેઆમ બહાર આવી રહી છે. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી (Bilawal Bhutto) અને પાકિસ્તાની આર્મી ચિફ જનરલ અસીમ મુનીર (Asim Munir) પછી, હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પાણી અંગે ભારતને ધમકી આપી છે. ઈસ્લામાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, તેમનો દેશ ભારતને તેના હકના પાણીનું 'એક ટીપું' પણ છીનવા દેશે નહીં. ભારતે નદીના પ્રવાહને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેમણે કહ્યું, આજે હું દુશ્મનને કહેવા માંગુ છું કે જો તે પાણી રોકવાની ધમકી આપે છે, તો યાદ રાખો કે પાકિસ્તાનના પાણીનું એક ટીપું પણ છીનવી શકાશે નહીં. જો તમે આવું કરવાનો પ્રયાસ કરશો તમને પાઠ ભણાવવામાં આવશે અને તમને તમારા કાન પકડવાની ફરજ પાડવામાં આવશે.
Indus Water Treaty Gujarat First-13-08-2025-
આ પણ વાંચોઃ LAC નજીક ચીન બનાવી રહ્યું છે રેલ કોરિડોર,ભારત માટે ખતરાની ઘંટી!
પાકિસ્તાન પીછેહઠ નહીં કરે - બિલાવલ ભુટ્ટો
પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) એ પણ સિંધુ જળ સંધિ રદ કરવાના નિર્ણય મુદ્દે પર વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. ભુટ્ટોએ સસ્પેન્શનના નિર્ણયને સિંધુ ખીણની સભ્યતા અને સંસ્કૃતિ પર હુમલો ગણાવ્યો છે. ભુટ્ટોએ ધમકી આપી હતી કે, જો યુદ્ધ થાય તો અમે ઝુકીશું નહીં અને જો તમે સિંધુ પર અતિક્રમણ કરવાની હિંમત કરશો તો પાકિસ્તાનના લોકો તમારો સામનો કરવા તૈયાર છે.
#BREAKING: Pakistan Prime Minister Shehbaz Sharif warns India of serious consequences if India stops Indus Water Treaty. Says, he won’t let India take even a drop of Pakistan’s share of water. This is 4th threat from Pak in 48 hours after Asim Munir, Bilawal Bhutto, Khawaja Asif. pic.twitter.com/QpEnP8ekdc
— IndiaWarZone (@IndiaWarZone) August 13, 2025
અમે ભારતે બનાવેલ બંધ તોડી નાખશું - આસીમ મુનિર
પાકિસ્તાનના આર્મી ચિફ જનરલ અસીમ મુનીર (Asim Munir) એ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન સિંધુ જળ સંધિ પર નિવેદન આપ્યું હતું. મુનીરે કહ્યું હતું કે, જો ભારત સિંધુ નદી પર બંધ બનાવે છે, તો અમે તેને મિસાઈલથી નાશ કરીશું. મુનીરે વધુમાં કહ્યું કે, ભારતના એકપક્ષીય નિર્ણયે પાકિસ્તાનના 25 કરોડ લોકોને ભૂખમરા તરફ ધકેલી દીધા છે. સિંધુ નદી ભારતની પારિવારિક મિલકત નથી. પાકિસ્તાન પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે. આપણી પાસે મિસાઈલોની કોઈ કમી નથી. જો અમને લાગશે કે અમે ડૂબી રહ્યા છીએ, તો અમે અડધી દુનિયાને પોતાની સાથે લઈને ડૂબી જઈશું.
Indus Water Treaty Gujarat First-13-08-2025--
આ પણ વાંચોઃ અમેરિકન કંપનીઓ સામસામે, Elon Musk એ Apple ને કોર્ટ કેસની આપી ધમકી


