હિજાબ વિના ગાવું ઈરાની ગાયિકા Parastoo Ahmadi ને મોંઘું પડ્યું
- હિજાબ વિના ગાવું પરસ્તુ અહમદીને મોંઘું પડ્યું
- પરસ્તુ અહમદીના ગાવા પર ઇરાની કોર્ટની કડક કાર્યવાહી
હિજાબ વિના ગાયિકાના પ્રદર્શન પર વિવાદ
મહસા અમીનીના વિરોધથી પ્રેરિત પરસ્તુનું દમદાર કોન્સર્ટ
1979ના ઈસ્લામિક નિયમોની વિરુદ્ધ પરસ્તુ અહમદીનું સાહસ
Iranian Singer Parastoo Ahmadi : ઈરાનમાં પરસ્તુ અહમદી નામની ગાયકના હિજાબ વિના ઓનલાઈન કોન્સર્ટમાં ગાવાના કારણે તે મુશ્કેલીમાં મુકાઈ ગઇ છે. તેની આ એક ભૂલના કારણે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઈરાની કોર્ટ દ્વારા આ કેસને કાયદાકીય અને ધાર્મિક ધોરણોના ઉલ્લંઘન તરીકે જોવામાં આવ્યો છે. પરસ્તુ અહમદીએ બુધવારે મોડી રાત્રે તેની YouTube ચેનલ પર એક અનોખું કોન્સર્ટ સ્ટ્રીમ કર્યું, જેમાં તે હિજાબ વિના અને લાંબા કાળા ડ્રેસમાં દેખાઈ હતી. આ ઘટના અત્યારે ઇરાનમાં ચર્ચાનો વિષય બની છે.
હિજાબ વિના પ્રદર્શન અને કોન્સર્ટનું અનોખું સ્વરૂપ
પરસ્તુ અહમદીનો આ કોન્સર્ટ ઇરાનમાં જ એક પરંપરાગત કારવાંસેરાઈ સંકુલમાં શૂટ કરાયો હતો. મંચ પર તેણે અને તેના સમર્થક ટીમના 4 સભ્યોએ પ્રદર્શન કર્યું હતું. પ્રેક્ષકો વિના યોજાયેલા આ ખાસ કોન્સર્ટનું મુખ્ય ઉદ્દેશ્ય તેના અવાજ અને વિચારોને પ્રસારિત કરવાનું હતું. આ વીડિયોમાં તેણે જાહેર કર્યું કે, "હું પરસ્તુ છું, તે છોકરી જે ચૂપ નહીં રહી શકે અને જેણે પોતાના દેશ માટે ગાવાનું બંધ કરવાનો ઇનકાર કર્યો છે. આ કાલ્પનિક કોન્સર્ટ દ્વારા મારી સાથે સ્વતંત્ર અને સુંદર રાષ્ટ્રનું સ્વપ્ન જુઓ."
મહસા અમીની અને દેશવ્યાપી વિરોધના સંદર્ભમાં પ્રદર્શન
પરસ્તુ અહમદીના એક ગીતમાં મહસા અમીનીના મોત પછી રાષ્ટ્રવ્યાપી વિરોધોનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળ્યો હતો. ઈરાનમાં મહિલાઓના હિજાબ નિયમો અને આઝાદીના અભાવને લઈને ચાલી રહેલા વિરોધમાં પણ આ પરફોર્મન્સને જોડવામાં આવ્યું છે. 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછી ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ ફરજિયાત છે અને આ સાથે જાહેરમાં વાળ દેખાડવા કે જાહેરમાં ગીત ગાવાની મંજૂરી નથી. આ દિશામાં ન્યાયતંત્રે કાર્યવાહી કરતાં અહમદી અને તેના પ્રોડક્શન સ્ટાફ વિરુદ્ધ પગલાં લીધા છે.
કાયદાકીય પગલાં અને આઝાદીની લડત
ઈરાનના ન્યાયતંત્ર દ્વારા મિઝાન ઓનલાઈન ન્યૂઝ વેબસાઈટમાં જણાવાયું કે પરસ્તુ અહમદીની પરફોર્મન્સ ધાર્મિક અને કાયદાકીય ધોરણોનું ઉલ્લંઘન છે. ન્યાયતંત્રના જણાવ્યા અનુસાર, ગાયક અને તેની ટીમે તે નિયમોનું પાલન ન કર્યું જે 1979થી લાગુ કરવામાં આવ્યા છે. આ પરફોર્મન્સ અને પરસ્તુના સંદેશાઓ વિશ્વભરમાં મક્કમ સ્ત્રીઓ અને આઝાદીના પ્રતીક તરીકે ચર્ચા પામી રહ્યા છે.
આ પણ વાંચો: ભારતીય ગીત 'તેરી આંખ્યા કા યો કાજલ' પર બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ


