ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Israel Iran War : Tel Aviv પર થયેલા હુમલા બાદ ઇરાનના લીડરનું મોટું નિવેદન

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણા વધ્યો યુદ્ધ સાતમાં દિવસે ખૂબજ તીવ્ર બન્યો ઇરાનના સુપ્રીમ લીડરનું મોટું નિવેદન Israel Iran War : ઇઝરાયલ અને ઈરાન (Israel Iran War)વચ્ચે ચાલી રહેલા સતત ઘર્ષણમાં હાલ સમગ્ર વિશ્વ ચિંતામાં મુકાયું છે. આ યુદ્ધ...
08:14 PM Jun 19, 2025 IST | Hiren Dave
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણા વધ્યો યુદ્ધ સાતમાં દિવસે ખૂબજ તીવ્ર બન્યો ઇરાનના સુપ્રીમ લીડરનું મોટું નિવેદન Israel Iran War : ઇઝરાયલ અને ઈરાન (Israel Iran War)વચ્ચે ચાલી રહેલા સતત ઘર્ષણમાં હાલ સમગ્ર વિશ્વ ચિંતામાં મુકાયું છે. આ યુદ્ધ...
Israel Iran War

Israel Iran War : ઇઝરાયલ અને ઈરાન (Israel Iran War)વચ્ચે ચાલી રહેલા સતત ઘર્ષણમાં હાલ સમગ્ર વિશ્વ ચિંતામાં મુકાયું છે. આ યુદ્ધ આજે સાતમાં દિવસે ખૂબજ તીવ્ર બની ગયું છે. બંને દેશો પોતાની શક્તિ સાબિત કરવા માંટે એકબીજા પર ભયંકર મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે. આ યુદ્ધમાં અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે ઇઝરાયલ પરના હુમલા પછી ઇરાનના સુપ્રીમ લીડરનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.

ઇઝરાયલે અસ્તિત્વનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી?

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જામેલું આ યુદ્ધ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ હજારો નિર્દોષ લોકો બંને દેશો વચ્ચે પિસાઈ રહ્યા છે ત્યારે તેમના નેતાઓ દ્વારા લોકોને હિંમત રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. તેલ અવીવ પરના હુમલા પછી, ખામેનીએ કહ્યું, જો તમે ડરશો, તો દુશ્મન તમને છોડશે નહીં. ઇઝરાયલના આ હુમલા પછી ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું ઇઝરાયલે ખામેનીના અસ્તિત્વનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.

આ પણ  વાંચો -Israel-Iran War : ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે!

ઇરાને ઇઝરાયલ પર છોડી મિસાઈલો

તેલ અવીવ પરના હુમલા પછી ઇરાને પણ વળતો જવાબ આપ્યો છે. ઇરાને પણ ઇઝરાયલ પર ખતરનાખ મિસાઈલોનો મારો ચલાવ્યો છે. ઇઝરાયલની સોરોકા હોસ્પિટલ અને સ્ટોક એક્સચેન્જને ટાર્ગેટ કર્યા છે. ખામેનીએ તેમના એક્સ-એકાઉન્ટ પર દેશવાસીઓને સંબોધિત એક પોસ્ટમાં કહ્યું છે કે હું મારા પ્રિય રાષ્ટ્રને કહેવા માંગુ છું કે જો દુશ્મનને એવું લાગે કે તમે તેમનાથી ડરો છો, તો તેઓ તમને ક્યારેય છોડશે નહીં. તમે અત્યાર સુધી જે હિંમત અને વર્તન બતાવ્યું છે, તે જ દૃઢ નિશ્ચય સાથે તેને ચાલુ રાખો. હિંમત અને શક્તિ સાથે તમારા સ્ટેન્ડ પર અડગ રહો.

આ પણ  વાંચો -Russia-China Relations : પુતિન અને શી જિનપિંગે ફોન પર કરી વાતચીત,જાણો શું વાત થઈ

ઇરાનના હુમલાથી ઇઝરાયલ થયું સ્તબ્ધ

ઇરાને ઇઝરાયલના સોરોકા હોસ્પિટલ અને ઇઝરાયલી સ્ટોક એક્સચેન્જ પર એ હદના ઘાતક મિસાઇલ હુમલા કર્યા કે હાલ ઇઝરાયલ એકદમ સ્તબ્ધ થઈ ગયું છે. આ હુમલા બાદ ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝેનું એક ખુબજ મોટું અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ત્ઝે કહ્યું છે કે ખામેનીએ હવે અસ્તિત્વમાં રહેવું જોઈએ નહીં. કારણ કે ઇરાને મિસાઇલ હુમલામાં ઇઝરાયલી હોસ્પિટલને નિશાન બનાવી છે. ઇરાને ઇઝરાયલની હોસ્પિટલને નિશાન બનાવી ડઝનેક મિસાઇલો મારી છે .

Tags :
Iran attack on IsraelIsrael Iran warKhamenei spoke If you afraid enemy will never leave youKhamenei spoke to nation
Next Article