ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Israel : ગેરકાયદે ઘુસવાનો પ્રયાસ કરતા ભારતીય યુવકની હત્યા, સુરક્ષાદળે ગોળી મારી દીધી

મૃતક તમિલનાડુ કહીને જોર્ડલ ગયો હતો કેરળના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી ગેબ્રિયલના સંબંધીને ભારત પાછા મોકલવામાં આવ્યા Israel Jordan Border:કેરળના એક વ્યક્તિની Israel ની Jordan Border પર ગોળી મારીને હત્યા (Indian Shot Dead At Jordan Borde)કરી દેવાઈ...
05:54 PM Mar 03, 2025 IST | Hiren Dave
મૃતક તમિલનાડુ કહીને જોર્ડલ ગયો હતો કેરળના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી ગેબ્રિયલના સંબંધીને ભારત પાછા મોકલવામાં આવ્યા Israel Jordan Border:કેરળના એક વ્યક્તિની Israel ની Jordan Border પર ગોળી મારીને હત્યા (Indian Shot Dead At Jordan Borde)કરી દેવાઈ...
Indian Shot Dead At Jordan Border

Israel Jordan Border:કેરળના એક વ્યક્તિની Israel ની Jordan Border પર ગોળી મારીને હત્યા (Indian Shot Dead At Jordan Borde)કરી દેવાઈ છે.આ સંબંધમાં તેના પરિવારને અમ્માનમાં હાજર ભારતીય દૂતાવાસનો એક પત્ર મળ્યો છે. પત્ર અનુસાર યુવક ત્રણ અન્ય લોકોની સાથે પર્યટક વિઝા પર જોર્ડન ગયો હતો.તેને સુરક્ષા દળોએ ગોળી મારી દીધી છે. આરોપ લાગ્યો છે કે આ ત્રણેય શખ્ય ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. મૃતકની ઓળખ થૉમસ ગેબ્રિયલ પરેરા તરીકે થઈ. તેની ઉંમર 47 વર્ષની હતી અને તિરુવનંતપુરમની પાસે થુંબાનો રહેવાસી હતો

એડિસન નામ વ્યક્તિની ગોળી મારી હત્યા

મૃતકની સાથે હાજર 43 વર્ષીય એડિસન નામની એક અન્ય વ્યક્તિને પણ ગોળી વાગી હતી. જોકે તે ઠીક થઈ ગયો. થુંબાનો જ મૂળ રહેવાસી એડિસન પણ બે દિવસ પહેલા કેરળમાં પોતાના ઘરે પહોંચ્યો. આ ઘટના 10 ફેબ્રુઆરીની છે. થૉમસ અને એડિસન બંને માછીમાર સમુદાયથી હતાં અને ઓટોરિક્ષા ચલાવવાનું કામ કરતાં હતાં.

આ પણ  વાંચો -કેમ 3 માર્ચે ઉજવવામાં આવે છે World Wildlife Day? ચાલો જાણીએ મહત્વપૂર્ણ બાબતો

મૃતકના પરિવારજનોને ભારતીય દૂતાવાસથી એક પત્ર મળ્યો

મળતી માહિતી અનુસાર,મૃતકના પરિવારજનોને જોર્ડનના અમ્માનમાં ભારતીય દૂતાવાસથી એક પત્ર મળ્યો,જેમાં કહેવામાં આવ્યું છે કે થૉમસ અને એક અન્ય વ્યક્તિ ગેરકાયદેસર રીતે કરકક જિલ્લામાં જોર્ડન બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સુરક્ષા દળોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે ચેતવણી સાંભળી નહીં. સુરક્ષા કર્મચારીઓએ તેની પર ગોળીઓ ચલાવી દીધી. એક ગોળી થોમસના માથામાં વાગી અને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું. બાદમાં તેના મૃતદેહને સ્થાનિક હોસ્પિટલ મોકલી દેવાયા. વેરિફિકેશન બાદ મૃતદેહને ભારત લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ  વાંચો -Oscars 2025 : 97મા ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત, વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ

5 ફેબ્રુઆરીએ પર્યટક વિઝા પર ગયા હતા

5 ફેબ્રુઆરીએ પર્યટક વિઝા પર ગયા હતાં જોર્ડન. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મૃતકના મૃતદેહ અને ખાનગી સામાનને લઈ જવામાં થોડો ખર્ચ આવશે, જે ટૂંક સમયમાં મોકલવામાં આવશે. પત્રમાં પરિવારથી મૃતકના ઓળખ પત્રની ડિટેલ શેર કરવા માટે કહેવામાં આવ્યું છે. કેરળમાં થૉમસ અને એડિસનના પરિવારોએ કહ્યું કે 'આ બંને તે ચાર લોકોમાં સામેલ હતાં જે 5 ફેબ્રુઆરીએ પર્યટક વિઝા પર જોર્ડન ગયા હતાં. જોર્ડનમાં કામ કરનાર એક કેરળવાસીએ તેમની મદદ કરી.

Tags :
Indian Shot Dead At Jordan BorderKerala MAN SHOT DEADMALAYALI MAN SHOT DEADMALAYALI SHOT DEAD IN ISRAELTRYING TO ENTER ISRAEL FROM JORDAN
Next Article