Laser Warfare : રેડ સીમાં ચીન અને જર્મની વચ્ચેના તણાવમાં લેઝર વોરફેરનો ખતરો તોળાયો
- રેડ સીમાં જર્મન વિમાન પર ચીને Laser warfare નો ઉપયોગ કર્યાની આશંકા
- ચીને જર્મનીના લેઝર વોરફેરના આરોપો નકારી કાઢ્યા છે
- ભારતે પણ Operation Sindoor માં લેઝર બીમની મદદથી ડ્રોન કર્યા હતા નષ્ટ
Laser Warfare : વિશ્વમાં યુદ્ધગ્રસ્તની પરિસ્થિતિ ઓછી થવાને બદલે વધતી જાય છે. રશિયા-યુક્રેન, ઈરાન-ઈઝરાયલ બાદ હવે જર્મની-ચીન વચ્ચેના સંઘર્ષે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. જો કે આ બંને દેશો વચ્ચે થતાં યુદ્ધમાં વપરાતા હથિયારો પર વધુ ચર્ચાઓ થઈ રહી છે. જેમાં ડ્રોન અને મિસાઈલને રમકડાં સાબિત કરતા લેઝર વોરફેર (Laser warfare) મુખ્ય છે. આ લેઝર વોરફેરથી ડ્રોન અને મિસાઈલથી થતાં યુદ્ધમાં ક્રાંતિ આવવાના એંધાણ છે.
જર્મનીનો આરોપ
ચીન અને જર્મની વચ્ચે આજકાલ તણાવ છે. આ તણાવનું કારણ લેસર વોરફેર છે. જેનો ઉપયોગ જર્મન વિમાન પર ચીન દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. તાજેતરમાં રેડ સી (Red Sea) માં જર્મન કર્મચારીઓ સાથે ઉડતા એક નાગરિક વિમાનને ખબર પડી કે તેને સમુદ્રમાં લેઝર બીમ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. લેસર બીમ રેન્જમાં આવતાની સાથે જ પાયલોટે તરત જ જીબુટીમાં યુરોપિયન બેઝ પર પાછા ફરવાનું નક્કી કર્યુ પરંતુ જર્મન સંરક્ષણ મંત્રાલયે આ લેઝર બીમ ક્યાંથી છોડવામાં આવી હતી તે તપાસ શરૂ કરી. જર્મન તપાસમાં જાણવા મળ્યું છે કે લેઝર બીમનો સ્ત્રોત એડનના અખાત નજીક અરબી સમુદ્રમાં એક ચીની યુદ્ધ જહાજ હતું. જર્મન સરકારે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે, આ ઘટનાને ગંભીર સુરક્ષા ખતરો ગણાવી છે. આ ઘટનાથી જર્મની ગુસ્સે છે. જો કે ચીને આ આરોપો નકારી રહ્યું છે.
પ્રચલિત બની રહ્યું છે લેઝર વોરફેર
આ પહેલી વાર નથી જ્યારે ચીન પર વિદેશી વિમાનો સામે લેઝરનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય. જો કે ચીને દર વખતે તેનો ઈનકાર કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર લેઝર વોરફેર (Laser warfare) ની વધતી જતી સ્પર્ધા પર ચર્ચા છેડી દીધી છે. વિશ્વભરની સેનાઓ અને સંરક્ષણ પ્રયોગશાળાઓ શક્તિશાળી લેઝર બીમનો એક નવો વર્ગ વિકસાવવામાં રોકાયેલા છે જે હવામાં લક્ષ્યોને નિષ્ક્રિય કરવાની શક્તિ ધરાવે છે. લેઝર વોરફેરનો ઉપયોગ ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરવા માટે થઈ શકે છે. ઉપરાંત, શક્તિશાળી લેઝર કિરણો દ્વારા ફાઇટર પાઈલટ્સને બ્લેક સ્પોટ કરવા અને વિમાનોનો નાશ કરવાનું શક્ય છે. રશિયા-યુક્રેન યુદ્ધથી લઈને ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના 12 દિવસના યુદ્ધ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઓપરેશન સિંદૂર સુધી, જ્યારે ડ્રોન હથિયારોનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવ્યો હતો, ત્યારે એન્ટી-ડ્રોન સિસ્ટમમાં પણ લેઝર વોરફેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Ukraineએ રશિયા પર કરી અત્યાર સુધીની સૌથી મોટી એરસ્ટ્રાઈક!
ઓપરેશન સિંદૂરમાં લેઝરનો ઉપયોગ
ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે શરુ કરેલ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) માં સ્વદેશી D-4 એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. જે 2 કિલોવોટ ક્ષમતાના બીમ સાથે લગભગ એક કિમીના અંતરે ડ્રોનને તોડી પાડી શકે છે. આ સાથે, ભારતે મલ્ટી-સ્ટેજ એન્ટી-ડ્રોન ગ્રીડ દ્વારા પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા ડ્રોન સ્વોર્મને પણ સફળતાપૂર્વક તોડી પાડ્યું. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ માત્ર 24 મહિનાના રેકોર્ડ સમયમાં વિકસાવવામાં આવી હતી. ભારતે તાજેતરમાં 30 કિલોવોટ ક્ષમતાની એન્ટી-ડ્રોન ગન (D-4 Anti-Drone System) નું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. DRDO ના સેન્ટર ફોર હાઈ એનર્જી સિસ્ટમ્સ એન્ડ સાયન્સિસે લેઝર ડાયરેક્ટેડ વેપન સિસ્ટમ વિકસાવી છે. જે લાંબા અંતરે રહેલા એક નહિ પરંતુ અનેક ડ્રોનને નષ્ટ કરી શકે છે.
આ પણ વાંચોઃ PM Modi એ નામિબિયા સંસદમાં લોકશાહી, સંવિધાન અને ક્રિકેટ જેવા વિષયો પર કર્યુ સંબોધન


