Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

London : બ્રિટનની સંસદીય સમિતિએ ભારતને દમનકારી દેશોની યાદીમાં સામેલ કર્યુ

બ્રિટનની સંસદીય સમિતિ (British Parliamentary Committee) એ 12 દમનકારી દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતનું નામ પણ સામેલ કર્યુ છે. વાંચો વિગતવાર.
london   બ્રિટનની સંસદીય સમિતિએ ભારતને દમનકારી દેશોની યાદીમાં સામેલ કર્યુ
Advertisement
  • બ્રિટનની સંસદીય સમિતિએ ટ્રાન્સનેશનલ રિપ્રેશન ઈન ધ યુકે નામક રિપોર્ટ જાહેર કર્યો
  • આ રિપોર્ટમાં 12 દમનકારી દેશોની યાદી જાહેર કરવામાં આવી છે
  • 12 દમનકારી દેશોની યાદીમાં ભારતનું નામ સામેલ કર્યુ છે

London : બ્રિટનની સંસદીય સમિતિ (British Parliamentary Committee) એ એક રિપોર્ટમાં એવા 12 દેશોની યાદીમાં ભારતને સામેલ કર્યુ છે જેના પર બ્રિટનમાં રહેતા લોકોને ડરાવવા અને તેમને દબાવવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ જાહેર થયા બાદ હોબાળો મચી ગયો છે. અત્યારે અમેરિકા અને બ્રિટન જેવા પશ્ચિમી દેશો તરફથી સતત ભારતને ખરાબ અનુભવ થઈ રહ્યા છે. એક તરફ અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે બીજી તરફ બ્રિટને ભારતને 12 દમનકારી દેશો (Repressive Countries) ની યાદીમાં મૂકયું છે. બ્રિટને આ રિપોર્ટ ખાલિસ્તાનીઓના પક્ષમાં બનાવ્યો હોવાની ચર્ચાઓ ચોમેર થઈ રહી છે.

ટ્રાન્સનેશનલ રિપ્રેશન ઈન ધ યુકે

બ્રિટનની સંસદીય સમિતિએ ટ્રાન્સનેશનલ રિપ્રેશન ઈન ધ યુકે (Transnational Repression in the UK) નામક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, કેટલીક વિદેશી સરકારો ધમકીઓ, દેખરેખ અથવા દબાણનો ઉપયોગ કરીને બ્રિટનમાં રહેતા ટીકાકારો, કાર્યકરો અથવા અસંતુષ્ટ લોકોને નિશાન બનાવી રહી છે. આ રિપોર્ટમાં 12 દમનકારી દેશોની યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ભારતનું નામ સામેલ કરતા ચકચાર મચી ગઈ છે.

Advertisement

Advertisement

ભારત સહિત 12 દેશોને દમનકારી ગણાવ્યા

બ્રિટનની સંસદીય સમિતિએ ટ્રાન્સનેશનલ રિપ્રેશન ઈન ધ યુકે નામક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં દમનકારી દેશોમાં ભારત સિવાય બહેરીન, ચીન, ઈજિપ્ત, એરિટ્રિયા, ઈરાન, પાકિસ્તાન, રશિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. સમિતિનું કહેવું છે કે, આવી કાર્યવાહી માનવ અધિકારો માટે ખતરો છે અને બ્રિટિશ સરકારે તેને રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ. ભારતે હજૂ સુધી આ અહેવાલ પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચોઃ Russia Ukraine war : કિવ પર રશિયાએ કર્યો ભયાનક હુમલો, 11ના મોત અને 124 ઘાયલ

Tags :
Advertisement

.

×