Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Montenegro : અમરિકા બાદ આ દેશમાં પણ થયો ગોળીબાર, 7 થી વધુ લોકોના મોત...

Montenegro ના Cetinje શહેરમાં ગોળીબાર ગોળીબારમાં 7 થી વધુ લોકોના મોત પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા અમેરિકા બાદ નવા વર્ષ પર અન્ય દેશમાં પણ વર્ષની શરૂઆત પહેલા જ 7 થી વધુ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મળતી...
montenegro   અમરિકા બાદ આ દેશમાં પણ થયો ગોળીબાર  7 થી વધુ લોકોના મોત
Advertisement
  • Montenegro ના Cetinje શહેરમાં ગોળીબાર
  • ગોળીબારમાં 7 થી વધુ લોકોના મોત
  • પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા

અમેરિકા બાદ નવા વર્ષ પર અન્ય દેશમાં પણ વર્ષની શરૂઆત પહેલા જ 7 થી વધુ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, યુરોપિયન દેશ Montenegro ના Cetinje શહેરમાં બુધવારે નવા વર્ષ નિમિત્તે જોરદાર ગોળીબાર થયો હતો. આમાં ઘણા લોકોના મોત થયા હતા. પોલીસ અને સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે ગોળીબાર કરનાર વ્યક્તિ ફરાર છે.

પોલીસે રાજધાની પોડગોરિકાના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 30 કિલોમીટર દૂર Cetinje શહેરમાં આરોપીઓની શોધ માટે વિશેષ પોલીસ એકમો રવાના કર્યા છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિએ ગોળીબાર કર્યો અને હથિયાર સાથે ઘટનાસ્થળેથી ભાગી ગયો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ તેના નામનો પહેલો અક્ષર એ.એમ.ના રૂપમાં કરવામાં આવી છે અને આરોપીની ઉંમર 45 વર્ષ છે. પોલીસે અન્ય કોઈ વિગતો આપી નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : US : મૃત્યુ અને ભયની રાત, ન્યૂ ઓર્લિયન્સના ફ્રેન્ચ ક્વાર્ટરમાં હુમલો કરનાર આતંકીનું મોત...

ફાયરિંગ કરીને આરોપી ફરાર થઈ ગયો હતો...

કહેવામાં આવી રહ્યું છે કે આરોપી આધુનિક હથિયારોથી સજ્જ હતો. તેણે અચાનક લોકો પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. આ પછી તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. Montenegro ની એક ન્યૂઝ ચેનલ આરટીસીજી ટેલિવિઝન દ્વારા જાહેર કરવામાં આવેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે એક બારમાં થયેલી લડાઈ બાદ આરોપીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં સાત લોકો માર્યા ગયા હતા. "સશસ્ત્ર માણસ (જેણે ગોળી ચલાવી હતી) તે ઘટનાસ્થળેથી ભાગી ગયો," RTCG એ જણાવ્યું કે આરોપીની ઓળખ અકો માર્ટિનોવિક તરીકે થઈ છે.

આ પણ વાંચો : ન્યુ યર પર આ દેશે લગાવ્યો બુરખા પર પ્રતિબંધ, ભૂલ કરશો તો ભરવો પડશે હજારોનો દંડ

Tags :
Advertisement

.

×