Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Trump ની ધમકીથી નથી ડરતા, 50 દિવસના અલ્ટીમેટમ પર રશિયાનો જડબાતોડ જવાબ

Russia-Ukraine War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યૂક્રેન યુદ્ધને(trump tariff threat) લઇને રશિયા પર દબાણ વધાર્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે રશિયા 50 દિવસની અંદર યૂક્રેન પર (Russia-Ukraine War)હુમલા બંધ નથી કરતું તો અમેરિકા તેની અર્થવ્યવસ્થા પર 100% સુધી ભારે...
trump ની ધમકીથી નથી ડરતા  50 દિવસના અલ્ટીમેટમ પર રશિયાનો જડબાતોડ જવાબ
Advertisement

Russia-Ukraine War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યૂક્રેન યુદ્ધને(trump tariff threat) લઇને રશિયા પર દબાણ વધાર્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે રશિયા 50 દિવસની અંદર યૂક્રેન પર (Russia-Ukraine War)હુમલા બંધ નથી કરતું તો અમેરિકા તેની અર્થવ્યવસ્થા પર 100% સુધી ભારે ટેરિફ લગાવશે. રશિયાએ આ ચેતવણીને ફગાવી દીધી છે.રશિયાના ઉપ વિદેશ મંત્રી સર્ગેઇ રયાબકોવે કહ્યું,"અમે કોઇ પણ રીતના અલ્ટીમેટમને સ્વીકાર કરતા નથી" ક્રેમલિન પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે ટ્રમ્પની ટિપ્પણી ગંભીર છે અને મોસ્કો તેને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરશે.

ટ્રમ્પે શું કહ્યું હતું?

વ્હાઇટ હાઉસમાં નાટો પ્રમુખ માર્ક રૂટ્ટે સાથે બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું, "જો 50 દિવસમાં સમજૂતિ ના થઇ તો અમે ટેરિફ લગાવીશું, લગભગ 100% સુધી." ટ્રમ્પે એમ પણ જણાવ્યું કે યૂક્રેનને હથિયારોનો એક નવો જથ્થો મોકલવામાં આવશે જેમાં Patriot એર ડિફેન્સ સિસ્ટમ સામેલ હશે. જોકે, તેમને એમ પણ સ્પષ્ટ કર્યુ કે અમેરિકા તેના માટે ચુકવણી નહીં કરે.

Advertisement

આ પણ  વાંચો -ન્યૂયોર્કમાં વરસાદે સર્જી તારાજી! સબવે સ્ટેશનો પાણીમાં ગરકાવ

Advertisement

ક્યા દેશો પર અસર પડશે?

ટ્રમ્પની યોજનામાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો જેમ કે ચીન અને ભારત પર 'સેકન્ડરી ટેરિફ' લાદવાનો પણ સમાવેશ થાય છે. આ પ્રસ્તાવ કોંગ્રેસમાં રજૂ કરાયેલા એક દ્વિપક્ષીય બિલ જેવો જ છે જે આવા દેશો પર 500% સુધીના ટેરિફ લાદવાની ભલામણ કરે છે. અમેરિકન વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે ટ્રમ્પ પાસે ટેરિફ અને પ્રતિબંધો બન્ને વિકલ્પ છે અને તેમાંથી કોઇ પણનો ઉપયોગ કરી શકે છે.

આ પણ  વાંચો -Yeman: કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી, યમનથી આવ્યા મોટા સમાચાર

ચીને નારાજગી વ્યક્ત કરી

ચીને અમેરિકાની ટીકા કરતા તેને 'લૉન્ગ-આર્મ જુરિસ્ડિક્શન' ગણાવ્યું છે. ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાને બેઇજિંગ અને મોસ્કો વચ્ચે ઊર્જા સંબંધોમાં દખલ ના આપવી જોઇએ. આ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવની મુલાકાત પણ થઇ હતી જેમાં દ્વિપક્ષીય સહયોગને વધારવા પર સહમતિ બની હતી.

રશિયાએ શું કહ્યું?

ટ્રમ્પના નિવેદન બાદ રશિયાએ સ્પષ્ટ કર્યું કે તે કોઇ પણ રીતની ધમકી અથવા દબાણમાં નહીં આવે. રયાબકોવે કહ્યું કે મોસ્કો ડિપ્લોમેટિક વાતચીતને પ્રાથમિકતા આપશે પરંતુ તેને પશ્ચિમથી 'લોખંડ જેવું આશ્વાસન' નથી જોઇતું, ખાસ કરીને આ વાત પર કે યૂક્રેન નાટોનો ભાગ નહીં બને.

Tags :
Advertisement

.

×