પેજર બ્લાસ્ટથી ફફડ્યું Iran! આ કંપનીના મોબાઈલ ફોનના ઉપયોગ અને આયાત પર લગાવ્યો પ્રતિબંધ
- ઈરાનને લાગ્યો હવે પેજર બ્લાસ્ટનો ભય
- પેજર બ્લાસ્ટ પછી ઈરાનમાં મોટોરોલા ફોન પર પ્રતિબંધ!
- ઈરાનમાં પેજર અને મોટોરોલા ફોન પર પ્રતિબંધ
- મોટોરોલા પર પ્રતિબંધ: ઈરાન પેજર બ્લાસ્ટથી ચોંકી ગયું!
Iran banned Motorola Mobile Phones : પેજર બ્લાસ્ટ (pager blast) થી ચોંકી ઉઠેલા ઈરાને હવે મોટોરોલા (Motorola) કંપનીના મોબાઈલ ફોનના ઉપયોગ અને આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ ઈરાને તમામ ફ્લાઈટ્સમાં પેજર અને વોકી-ટોકી (pagers and walkie-talkies) સાથે મુસાફરી કરવા પર પ્રતિબંધ (Banned) મૂક્યો હતો. ઓક્ટોબરમાં જ લેબનોનમાં પેજર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે 30થી વધુ લોકોના મોત થયા હતા. એવી શંકા હતી કે હિઝબુલ્લાહને મળે તે પહેલા ઓપરેટિવોએ પેજરમાં વિસ્ફોટકો લગાવી દેવામાં આવ્યા હતા.
મોટોરોલા પર પ્રતિબંધની જાહેરાત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાન સરકારના મંત્રી મોહમ્મદ મેહદી બારદરાને તેહરાનમાં મોટોરોલા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઈરાનની સીમામાં મોટોરોલાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, 'મોટોરોલા ફોનનું વેચાણ ઓનલાઈન સ્ટોર્સમાં પણ બંધ કરી દેવામાં આવ્યું છે. મોટોરોલાના આ ફોનને યાદીમાંથી કાઢી નાખવામાં આવશે અથવા તો આઉટ ઓફ સ્ટોક જાહેર કરવામાં આવશે.
પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ
17-18 સપ્ટેમ્બર દરમિયાન લેબનોનમાં પેજર બ્લાસ્ટ થયા હતા, જેમાંથી મોટા ભાગના હિઝબુલ્લાહના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાયા હતા. આ ઘટનામાં બે બાળકો સહિત 12 લોકોના મોત થયા હતા. જ્યારે લગભગ 1 હજાર લોકો ઘાયલ થયા છે. પેજર બ્લાસ્ટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું.
બેરુત અને લેબનોનના અન્ય ભાગોમાં વિસ્ફોટ
બીજા દિવસે, બેરુત અને લેબનોનના અન્ય ભાગોમાં વધુ વિસ્ફોટ થયા. કેટલાક વિસ્ફોટ હિઝબુલ્લાહના ત્રણ સભ્યોના અંતિમ સંસ્કારમાં પણ થયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા અને 600થી વધુ લોકો ઘાયલ થયા હતા. એપી સાથે વાત કરતી વખતે, હિઝબુલ્લાહના એક અધિકારીએ વોકી ટોકીમાં વિસ્ફોટની પુષ્ટિ કરી હતી.
આ પણ વાંચો: Israel ની સેનાને મળી મોટી સફળતા, ગાઝાની હોસ્પિટલમાંથી હમાસના 100 આતંકી ઝડપાયા


