જોઇ લો Pakistan ની સેનાના પ્રવક્તાના સંસ્કાર, મહિલા પત્રકાર સામે કર્યું અયોગ્ય વર્તન!
- Pakistan Army Spokesman Winking Female Journalist
- પાકિસ્તાની સેનાના અધિકારીની મહિલા પત્રકાર સામે અયોગ્ય હરકત વાયરલ
- મહિલા પત્રકાર સામે સેનાના અધિકારીનું અપમાનજનક વર્તન
- વાયરલ વીડિયોથી પાકિસ્તાની સેનાની ઈમેજ પર સવાલ
Pakistan Army Spokesman Winking Female Journalist : પાકિસ્તાનમાં સેના અને સત્તા વચ્ચેના જટિલ સંબંધો અવારનવાર વિવાદનું કેન્દ્ર બનતા રહે છે. તાજેતરમાં પાકિસ્તાની સેનાના એક ટોચના અધિકારી દ્વારા મીડિયા બ્રીફિંગ દરમિયાન મહિલા પત્રકાર સાથે કરવામાં આવેલા અયોગ્ય વર્તનને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. આ ઘટનાએ માત્ર પાકિસ્તાનની સેના (Pakistan Army) ની છબી પર જ નહીં, પણ ત્યાંના મીડિયા વાતાવરણ પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
જાહેરમાં થયું સેનાનું અપમાન?
આ સમગ્ર વિવાદ પાકિસ્તાનની સૈન્યની મીડિયા શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીના એક વીડિયોને કારણે સર્જાયો છે. જનરલ ચૌધરી પાકિસ્તાની સેનાનું પ્રતિનિધિત્વ કરે છે, અને તેમનું જાહેરમાં આવું વર્તન ઘણા લોકો માટે ચોંકાવનારું રહ્યું છે. સમગ્ર ઘટનાક્રમ ત્યારે બન્યો જ્યારે જનરલ અહેમદ શરીફ ચૌધરી મીડિયા બ્રીફિંગ માટે હાજર હતા. તે
સમયે મહિલા પત્રકાર અબ્સા કોમલ જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સંબંધિત એક સીધો અને ધારદાર સવાલ પૂછ્યો. મહિલા પત્રકારે પ્રશ્ન કર્યો કે ઇમરાન ખાન પર જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેમ કે "રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો", "રાષ્ટ્રવિરોધી" અને "દિલ્હીના ઇશારે કામ કરવું", તે વિશે સેના શું કહેવા માંગે છે.
Pakistan Army Spokesperson Lt Gen Ahmed Sharif Chaudhry behaved controversially with female journalist Absa Komal during a media briefing! 🤯#PakistanArmy #ISPR #ImranKhan #PakPolitics #MediaFreedom #AhmedSharifChaudhry #ViralVideo pic.twitter.com/xHHM37cfb1
— Hardik Shah (@Hardik04Shah) December 10, 2025
જવાબમાં Pakistan Army Spokesman ને કર્યું અયોગ્ય વર્તન
આ પ્રશ્નના જવાબમાં, ચૌધરીએ જે ટિપ્પણી કરી તે વાંધાજનક ગણાઈ રહી છે. તેમણે કહ્યું, "અને ચોથો મુદ્દો ઉમેરો: તે માનસિક રીતે બીમાર વ્યક્તિ પણ છે." આટલું કહીને, જનરલ ચૌધરી હસ્યા અને મહિલા પત્રકાર તરફ જોઈને આંખ મારી (winked). આ વર્તનને સત્તાવાર અને જાહેર મંચ પર એક મહિલા પત્રકારનું અપમાન ગણવામાં આવ્યું છે, જેણે સેનાના સંસ્કાર અને શિષ્ટાચાર પર સવાલ ઉઠાવ્યા છે.
ઇમરાન ખાન પર આકરા પ્રહારો
ઇમરાન ખાનના મુદ્દે જનરલ ચૌધરીએ સેનાની લાઇનને સ્પષ્ટ કરી હતી. તેમણે ઇમરાન ખાન પર લશ્કર સામે દુશ્મનાવટ ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો સીધો આરોપ લગાવ્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "અમે કોઈને પણ પાકિસ્તાની સેના અને તેના લોકો વચ્ચે ફાટ પાડવાની મંજૂરી આપીશું નહીં." ચૌધરીએ ગયા વર્ષે 9 મે, 2023ના રોજ રાવલપિંડીના મુખ્યાલય સહિત લશ્કરી થાણાઓ પર થયેલા હુમલાઓ માટે ફરી એકવાર ખાનને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે જે લોકો જેલમાં ખાનને મળી રહ્યા હતા, તેમનો ઉપયોગ સેના વિરુદ્ધ "ઝેર ફેલાવવા" માટે કરવામાં આવી રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર આક્રોશ
જનરલ ચૌધરીના આ વિવાદાસ્પદ વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ તીવ્ર પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે ટીકા કરતા લખ્યું: "આ તો કેમેરાની સામે ખુલ્લેઆમ થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં લોકશાહી સમાપ્ત થઈ ગઈ છે. વડાપ્રધાન કઠપૂતળી છે." અન્ય એક યુઝરે કટાક્ષ કર્યો: "એક દેશનો મીમ.
આ પણ વાંચો : London પોલીસે કારમાંથી ઉતારીને લીધી પાકિસ્તાની ગૃહમંત્રીની તલાશી, વીડિયો વાયરલ


