Pakistan ની સેનાએ યુદ્ધવિરામનો કર્યો ભંગ, શાહબાઝ સરકારના તખ્તાપલટની આશંકા!
India Pakistan Ceasefire: પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવા માટે અમેરિકાની મધ્યસ્થી હેઠળ યુદ્ધવિરામની (India Pakistan Ceasefire)જાહેરાત કરવામાં આવી હતી.યુદ્ધવિરામની જાહેરાતના માત્ર ચાર કલાક પછી, પાકિસ્તાની સેનાએ પીએમ શાહબાઝ શરીફની વાત સાંભળવાનો ના પાડી અને ફરીથી પાકિસ્તાની સેના દ્વારા ભારતીય વિસ્તારોમાં ડ્રોનથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો.તમને જણાવી દઈએ કે અમેરિકા દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધવિરામને શાહબાઝ સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે જે રીતે પાકિસ્તાન સેનાએ બળવો કર્યો છે. આનાથી પાકિસ્તાનમાં બળવાની શક્યતા પણ વધી ગઈ છે.
પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનો કરાયો ભંગ
પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનો ભંગ કર્યા પછી, રાજસ્થાનના બાડમેર, પંજાબના ફિરોઝપુર, ગુરદાસપુર અને પઠાણકોટ અને શ્રીનગરમાં ફરીથી ડ્રોન મોકલવાના પ્રયાસો કરવામાં આવ્યા, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા.#IndiaPakistanWar2025
ફિરોઝપુરમાં ફરી એકવાર બ્લેકઆઉટ જાહેર
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ બાદ, પંજાબના ફિરોઝપુરમાં ફરી એકવાર બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું. શહેરમાં ફરી એલાર્મ સાયરન વાગવા લાગ્યા. આ પછી જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક બજારની દુકાનો બંધ રાખવાની અપીલ જાહેર કરી. તાત્કાલિક બ્લેક આઉટ કરવાની અપીલ કરવામાં આવી હતી. આ સાથે, રસ્તા પર દોડતા વાહનોની હેડલાઇટ પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી કોઈ વિસ્ફોટનો અવાજ આવ્યો નથી, પરંતુ હવાઈ હુમલાને કારણે સાયરન એક્ટિવ થઈ ગયા છે.
યુદ્ધવિરામના 4 કલાક પછી થયું ઉલ્લંઘન
બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયાના થોડા કલાકો પછી, પાકિસ્તાને શનિવારે આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર અનેક સ્થળોએ યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું. સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ને કોઈપણ યુદ્ધવિરામ ઉલ્લંઘનનો સંપૂર્ણ બળથી જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.
અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ
ઈસ્લામાબાદ દ્વારા યુદ્ધવિરામ વાટાઘાટો શરૂ કર્યા પછી, ભારતે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હોવાની જાહેરાત કર્યાના થોડા સમય પછી પાકિસ્તાન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. આ પછી તરત જ પાકિસ્તાન સરકારે પણ તેની પુષ્ટિ કરી. શ્રીનગરમાં અનેક વિસ્ફોટો સંભળાયા અને વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું. રાજસ્થાનના પોખરણ અને કાશ્મીરના બારામુલ્લામાં ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે.રાજૌરીમાં પણ ડ્રોન જોવા મળ્યા હતા અને જમ્મુ ક્ષેત્રના સાંબા જિલ્લામાંથી હવાઈ હુમલાના સાયરન વાગવાના અહેવાલ મળ્યા હતા. માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે બેઝ કેમ્પ, કટરા ખાતે હવાઈ ગતિવિધિઓની જાણ કરવામાં આવી હતી અને બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.


