બાંગ્લાદેશનું શું કરવું છે PM મોદી પોતે જ નક્કી કરે! ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો ફ્રી હેન્ડ
- બાંગ્લાદેશ મામલે ટ્રમ્પે ભારતને આપ્યો ફ્રી હેન્ડ
- ભારત પરિસ્થિતિનું પોતાના અનુસાર સમાધાન લાવે
- તુલસી ગેબાર્ડ પણ બાંગ્લાદેશી હિન્દુ અત્યાચારનો મામલો ઉઠાવી ચુક્યા છે
નવી દિલ્હી : તુલસી ગબાર્ડ અનેક તકે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવી ચુક્યા છે. વર્ષ 2021 માં તેમણે અમેરિકી કોંગ્રેસમાં બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીની સુરક્ષા માટે પ્રસ્તાવો રજુ કર્યા હતા.
પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ઉષ્માભેર મીટિંગ
અમેરિકા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાંગ્લાદેશના મુદ્દે મોટી ચર્ચા થઇ છે. સમાચાર છે કે, ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલી પરિસ્થિતિઓમાં અમેરિકાની ભુમિકાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સાથે જ દેશ અંગે નિર્ણય પણ પીએમ મોદી પર છોડ્યો છે. સાથે જ ભારતીય પીએમએ રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીના નિર્દેશક તુલસી ગબાર્ડ સાથે પણ બાંગ્લાદેશની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો : Donald Trump એ ઘણી મોટી જાહેરાતો કરતા કહ્યું- PM Modi મારાથી ઉત્તમ નેગોશિએટર
મોદી-ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા
વોશિંગ્ટનમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક આયોજીત થઇ. આ દરમિયાન બંન્ને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અને સંબંધો અંગે ચર્ચા કરી હતી. સાથે જ ટ્રમ્પે કહ્યું કે, હું બાંગ્લાદેશના મુદ્દો પીએમ મોદી પર છોડુ છું.
બાંગ્લાદેશમાં હાલ અરાજકતાની સ્થિતિ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન બાદ સમગ્ર દેશમાં હિંસક પ્રદર્શનો ફાટી નિકળ્યા હતા. ત્યાર બાદ શેખ હસીનાની સરકાર પડી ગઇ હતી. હસીનાને પોતાને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. ત્યાર બાદ નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસને વચગાળાની સરકારના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત છે કે એક તરફ જ્યાં યૂનુસને અમેરિકી નેતા હિલેરી ક્લિન્ટનના નજીકના માનવામાં આવે છે. તો ટ્રમ્પ અને તેઓ એક બીજાને ખાસ પસંદ કરતા નથી. યૂનુસે પહેલીવા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ બન્યા ત્યારે તેમની ટીકા પણ કરી હતી.
President Trump often talks about MAGA.
In India, we are working towards a Viksit Bharat, which in American context translates into MIGA.
And together, the India-USA have a MEGA partnership for prosperity!@POTUS @realDonaldTrump pic.twitter.com/i7WzVrxKtv
— Narendra Modi (@narendramodi) February 14, 2025
આ પણ વાંચો : Love Story: અમદાવાદની યુવતી સાથે લગ્ન કરવા યુવક કેનેડાથી જાન લઈને આવ્યો, હિંદુ રીત-રિવાજ પ્રમાણે થયા લગ્ન
ગેબાર્ડ પણ બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિનો મુદ્દો ઉઠાવી ચુક્યા છે
વિદેશ મંત્રાલયે ગબાર્ડની સાથે થયેલી પીએમ મોદીની બેઠક અંગે કહ્યું કે, ચર્ચાના મામલે દ્વિપક્ષીય ગુપ્ત સહયોગ વધારવા, સાયબર સિક્યોરિટી, ઉભરી રહેલા ખતરા અને રણનીતિક ગુપ્ત માહિતી શેર કરતા રહે. અંદાજ અનુસાર બાંગ્લાદેશની સ્થિતિ અંગે પણ બંન્ને નેતાઓ વચ્ચે ચર્ચા થઇ છે. ખાસ વાત છે કે, ભારતના પાડોશી દેશમાં ચાલી રહેલી સ્થિતિ ભારતની સુરક્ષા અને ક્ષેત્રીય સ્થિરતા પર પણ અસર પડે છે.
આ પણ વાંચો : ડિફેન્સ, ટેકનોલોજી અને સુરક્ષા પર ચર્ચા થઈ, USA એનએસએ સાથે મુલાકાત બાદ જાણો PM Modi શું બોલ્યા


