PM Modi Speech : G7 સમિટમાં વડા પ્રધાન મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો
- G7 સમિટમાં PM મોદીએ ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો
- આતંકવાદના બેવડા ધોરણ મુદ્દે વિશ્વના નેતાઓને ટકોર
- પહેલગામ હુમલો ભારતની આત્મા, ગૌરવ પર થયોઃ PM
- ભારતની ઓળખ જ નહીં માનવતા પર હુમલો હતોઃ PM
- G7 સમિટમાં PMએ કહ્યું આતંકવાદ માનવતાનો દુશ્મન
PM Modi Speech in G7 Summit : કેનેડાના કનાનાસ્કિસમાં 15-17 જૂન, 2025 દરમિયાન યોજાયેલી 51મી G7 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આતંકવાદ, ઊર્જા સુરક્ષા અને ગ્લોબલ સાઉથની ચિંતાઓ જેવા મહત્વના મુદ્દાઓ (Important Issues) પર ભારપૂર્વક ચર્ચા કરી. આ સમિટમાં તેમણે વૈશ્વિક નેતાઓને આતંકવાદ સામે એકજૂટ થઈ કઠોર પગલાં લેવાની અપીલ કરી, ખાસ કરીને 22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam terrorist attack) ને ભારતની આત્મા, ગૌરવ અને માનવતા પરના હુમલા તરીકે વર્ણવ્યો. આ હુમલામાં 26 લોકો, મોટાભાગે પ્રવાસીઓ, માર્યા ગયા હતા, જેના જવાબમાં ભારતે 'Operation Sindoor' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોકસાઈપૂર્વક હુમલા કર્યા હતા.
આતંકવાદ સામે ભારતનું સ્પષ્ટ વલણ
PM મોદીએ G-7 સમિટમાં આતંકવાદ વિરુદ્ધ ભારતની નીતિને ફરી રજૂ કરી. તેમણે જણાવ્યું, "જે દેશો આતંકવાદને ટેકો આપે છે, તેમણે આની કિંમત ચૂકવવી પડશે. વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે આપણે સ્પષ્ટ નીતિ અને દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ." તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને બેવડા ધોરણો ટાળવા હાકલ કરી અને કહ્યું, "એક તરફ આપણે ઝડપથી પ્રતિબંધો લગાવીએ છીએ, જ્યારે બીજી તરફ આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશોને પુરસ્કાર મળે છે. આવી બેવડી નીતિ બંધ થવી જોઈએ." વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે જણાવ્યું કે, "PM મોદીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ G-7 નેતાઓનો આભાર માન્યો. આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા. તેમણે આતંકવાદને સમર્થન આપનારાઓ સામે વૈશ્વિક સ્તરે કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો." ભારતે આ હુમલાના જવાબમાં 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા.
कनाडा के कनानास्किस में जी7 आउटरीच सत्र में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "आतंकवाद मानवता का दुश्मन है। यह उन सभी देशों के खिलाफ है जो लोकतांत्रिक मूल्यों को बनाए रखते हैं। वैश्विक शांति और समृद्धि के लिए, हमारे विचार और नीतियां स्पष्ट होनी चाहिए। अगर कोई देश आतंकवाद का… https://t.co/PufQUYrD0s pic.twitter.com/Xt7UgdZcbA
— ANI_HindiNews (@AHindinews) June 18, 2025
ગ્લોબલ સાઉથનો અવાજ
PM મોદીએ તેમના સંબોધન દરમિયાન 'ગ્લોબલ સાઉથ'ની ચિંતાઓ અને પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ હાકલ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત ગ્લોબલ સાઉથના દેશોનો અવાજ વૈશ્વિક મંચ પર રજૂ કરવાની જવાબદારી નિભાવે છે. ગ્લોબલ સાઉથ શબ્દનો ઉપયોગ આર્થિક રીતે ઓછા વિકસિત દેશો માટે થાય છે, જેમની સમસ્યાઓ અને પડકારોને ભારતે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. તેમણે વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને ભવિષ્યની આશાઓને પૂર્ણ કરવા માટે સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો.
कनाडा के कनानास्किस में जी7 आउटरीच सत्र में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "दुर्भाग्य से, ग्लोबल साउथ के देश अनिश्चितता और संघर्षों से सबसे अधिक पीड़ित हैं। वे खाद्य, ईंधन, उर्वरक और वित्त से संबंधित संकटों से सबसे पहले प्रभावित होते हैं। भारत ग्लोबल साउथ की प्राथमिकताओं और… pic.twitter.com/Vj5rajPMHp
— ANI_HindiNews (@AHindinews) June 18, 2025
દ્વિપક્ષીય બેઠકો અને રાજદ્વારી સંબંધો
G-7 સમિટની સાથે, PM મોદીએ અનેક દ્વિપક્ષીય બેઠકો યોજી, જેમાં વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને મજબૂત કરવા પર ચર્ચા થઈ. તેમણે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર, ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીસ સાથે મુલાકાત કરી. આ બેઠકોમાં વૈશ્વિક આર્થિક ભાગીદારી અને વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત રહ્યું. ખાસ કરીને, ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવાયું. બંને દેશોએ નવા હાઇ કમિશનરોની નિમણૂક પર સહમતિ દર્શાવી, જેનાથી વિઝા, વાણિજ્ય અને અન્ય સેવાઓને સામાન્ય બનાવવામાં મદદ મળશે. આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવાની દિશામાં એક સકારાત્મક પહેલ ગણાય છે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने कनाडा के कनानसकीस में 51वें जी7 शिखर सम्मेलन में ऊर्जा सुरक्षा पर आउटरीच सत्र में भाग लिया। अपने संबोधन में प्रधानमंत्री ने एक स्थायी और हरित मार्ग के माध्यम से सभी के लिए ऊर्जा सुरक्षा सुनिश्चित करने की आवश्यकता पर प्रकाश डाला और इस उद्देश्य की दिशा… pic.twitter.com/Plje5LVu7g
— ANI_HindiNews (@AHindinews) June 18, 2025
ટકાઉ વિકાસ અને નવીનીકરણીય ઊર્જા
PM મોદીએ તેમના સંબોધનમાં ટકાઉ વિકાસ અને નવીનીકરણીય ઊર્જાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું, "ભારતે ઉપલબ્ધતા, સુલભતા, પોષણક્ષમતા અને સ્વીકાર્યતાના સિદ્ધાંતોને અનુસરીને સમાવેશી વિકાસનો માર્ગ પસંદ કર્યો છે." તેમણે ભારતની વૈશ્વિક પહેલો જેવી કે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત જોડાણ અને વૈશ્વિક બાયોફ્યુઅલ જોડાણનો ઉલ્લેખ કર્યો, જે ટકાઉ ઊર્જા અને પર્યાવરણીય સુરક્ષાને પ્રોત્સાહન આપે છે.
AI અને ડીપફેકની ચિંતા
PM મોદીએ કહ્યું, "AI પોતે જ એક એવી ટેકનોલોજી છે જેને ઘણી બધી ઊર્જાની જરૂર પડે છે. જો ટેકનોલોજી-સંચાલિત સમાજની ઊર્જા જરૂરિયાતોને ટકાઉ રીતે પૂરી કરવાનો કોઈ રસ્તો હોય, તો તે ફક્ત નવીનીકરણીય ઊર્જા દ્વારા જ છે." તેમણે કહ્યું કે છેલ્લી સદીમાં ઊર્જા માટે સ્પર્ધા હતી પરંતુ આ સદીમાં "આપણે ટેકનોલોજી માટે સહકાર આપવો પડશે." PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 'ડીપ-ફેક' એ ખૂબ ચિંતાનો વિષય છે, તેથી AI ની મદદથી બનાવેલ સામગ્રી પર સ્પષ્ટ ઘોષણા હોવી જોઈએ કે તે AI ની મદદથી બનાવવામાં આવી છે. ફોટો કે વીડિયોમાં વ્યક્તિના ચહેરા કે શરીરને ડિજિટલી બદલવાની ટેકનોલોજીને 'ડીપફેક' કહેવામાં આવે છે. 'મશીન લર્નિંગ' અને AI થી બનાવેલા આ વીડિયો અને ફોટા વાસ્તવિક દેખાય છે અને તેને જોઈને કોઈપણ છેતરાઈ શકે છે.
આ પણ વાંચો : G7 Summit : વડાપ્રધાન મોદી અને કેનેડીયન PM માર્ક કાર્ની વચ્ચે થઈ મહત્વની મુલાકાત


