એવું શું થયું કે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ છોડી રહ્યા છે નોકરી? જાણો આ ડર પાછળનું કારણ
- અમેરિકામાં નીતિ પરિવર્તનની ભારતીય વિદ્યાર્થીઓ પર અસર
- વિઝા ગુમાવવાના ડરથી ભારતીય વિદ્યાર્થીઓએ છોડી નોકરી
- રેન્ડમ ચેકિંગના કારણે ભારતીય વિદ્યાર્થીઓ પર તણાવ
- પાર્ટ-ટાઇમ નોકરી છોડવાના કારણે ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
- વિઝા ગુમાવવાનો ડર: વિદ્યાર્થીઓએ નોકરી છોડવાનું પસંદ કર્યું
- નવી નીતિમાં ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ
- ભારતીય વિદ્યાર્થીઓના નાણાકીય સંઘર્ષને નવા કાયદાનો ઝટકો
- નવી નીતિઓના કારણે નોકરી છોડી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ
- વિઝા નિયમોની કડકાઈથી ભારે મુશ્કેલીમાં ભારતીય વિદ્યાર્થીઓ
Indian students in US : અમેરિકામાં સત્તા પરિવર્તન પછીના નવા કાયદાઓએ અનેક ભારતીય વિદ્યાર્થીઓના જીવનમાં સમસ્યાઓ ઊભી કરી છે. તાજેતરમાં, ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા અમેરિકામાં પાર્ટ-ટાઇમ નોકરી છોડી દેવાના ઘણાં કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. નાણાકીય જરૂરિયાતો વચ્ચે પણ, વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકવા તૈયાર નથી.
કેમ વિદ્યાર્થીઓ નોકરી છોડી રહ્યા છે?
US ના F-1 વિઝા ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેમ્પસમાં 20 કલાક સુધી કામ કરવાની મર્યાદા છે. પરંતુ નાણાકીય તંગીનો સામનો કરતા ઘણા વિદ્યાર્થીઓએ કેમ્પસની બહાર કામ શરૂ કર્યું છે, જે હાલના નિયમોના ઉલ્લંઘન તરીકે ગણી શકાય છે. જેમ કે રેસ્ટોરાં, પેટ્રોલ પંપ અથવા સ્ટોર્સમાં કામ કરનારા વિદ્યાર્થીઓને હવે નવી કડક નીતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક અહેવાલ અનુસાર, એક ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું કે તે તેના માસિક ખર્ચને પહોંચી વળવા માટે નોકરી કરતો હતો. તેને કલાક દીઠ 7 ડોલર (રૂ. 605.19) મળતા હતા અને તે દિવસે 6 કલાક કામ કરતો હતો. છતાં, હવે ઇમિગ્રેશન અધિકારીઓની સખત તપાસના કારણે તે અને અન્ય વિદ્યાર્થીઓએ નોકરી છોડી દીધી છે.
રેન્ડમ ચેકિંગ અને વિઝાના જોખમ
ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી ત્યા વસી રહેલા ભારતીયોમાં જાણે ડરનો માહોલ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યા અભ્યાસની સાથે થોડું કમાણી કરતા વિદ્યાર્થીઓ માટે અત્યારનો સમય ખૂબ જ ખરાબ સાબિત થઇ રહ્યો છે. વિદ્યાર્થી કહે છે કે મેં ગયા અઠવાડિયે નોકરી છોડી દીધી. કારણ કે ઇમિગ્રેશન અધિકારીઓ આવા કામ કરતા લોકો પર કડક કાર્યવાહી કરી શકે છે. તો, હું કોઈ જોખમ લઈ શકતો નથી. અહીં આવવા માટે, આ વિદ્યાર્થીના પરિવારે લગભગ 42.5 લાખ રૂપિયા ઉધાર લીધા છે. ન્યુ યોર્કમાં માસ્ટર્સ કરી રહેલી નેહા જેવી અનેક વિદ્યાર્થીનીઓને અત્યારે ખરાબ અનુભવો થઇ રહ્યા છે. નેહાએ જણાવ્યું કે, તેમના કાર્યસ્થળ પર રેન્ડમ ચેકિંગની ચર્ચાઓ છે. તે જોતાં, નેહા અને તેના મિત્રો એ નોકરી છોડવાનો નિર્ણય લીધો છે.
વિઝા ગુમાવવાના ડરથી કામ છોડી રહ્યા છે વિદ્યાર્થીઓ
આવી સ્થિતિમાં, વિઝા ગુમાવવાની ભીતિએ વિદ્યાર્થીઓ માટે નોકરી કરવી મુશ્કેલ બની છે. વિઝા ગુમાવવાની શંકા અને પોતાના ભવિષ્યના ડર વચ્ચે મોટાભાગના વિદ્યાર્થીઓએ પોતાની નોકરી છોડી દેવી જ યોગ્ય સમજ્યું છે. મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ પોતાના ખર્ચાઓ પૂરા કરવા માટે કામ કરે છે. દરેક વ્યક્તિ પોતાના વિઝા ગુમાવવાના ડરથી પોતાનું કામ છોડી રહ્યા છે. નોકરી છોડ્યા પછી, મોટાભાગના વિદ્યાર્થીઓ તેમની બચતનો ઉપયોગ કરીને અથવા ભારતમાં તેમના મિત્રો અને પરિવારો પાસેથી ઉધાર લઈને જીવી રહ્યા છે.
આ પણ વાંચો : 'ઓઈલના ભાવ ઓછા કરે સાઉદી અરેબિયા...',World Economic ફોરમના સંબોધનમાં બોલ્યા ટ્રમ્પ


