Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુનિયાના સૌથી મજબૂત Passport ની રેન્કિંગ જાહેર, જાણો ભારત કયા નંબરે

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ 2025ના પ્રથમ 6 મહિનાઓ માટે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રેન્કિંગ પ્રતિષ્ઠિત સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દર વર્ષે દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનું રેકિંગ બહાર પાડે છે.
દુનિયાના સૌથી મજબૂત passport ની રેન્કિંગ જાહેર  જાણો ભારત કયા નંબરે
Advertisement
  • વિશ્વના શક્તિશાળી પાસપોર્ટ 2025: સિંગાપોર શિખરે
  • ભારતના પાસપોર્ટનું રેન્કિંગ 85 પર
  • સિંગાપોર પાસપોર્ટ: 195 દેશમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકાશે
  • જાપાન અને ફ્રાન્સ ટોપ 3માં સામેલ
  • 2025ના નબળા પાસપોર્ટમાં પાકિસ્તાન 103મા સ્થાને
  • સિંગાપોર અને જાપાન ટોપ રેન્કિંગમાં આગળ

Passport Ranking : વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ 2025ના પ્રથમ 6 મહિનાઓ માટે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રેન્કિંગ પ્રતિષ્ઠિત સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દર વર્ષે દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનું રેકિંગ બહાર પાડે છે. આ ઇન્ડેક્સમાં પાસપોર્ટને તેનાં ધારકો દ્વારા કેટલા દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકાય છે તેના આધારે ક્રમ આપવામાં આવે છે. 2025ના રેન્કિંગ અનુસાર, સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી માનવામાં આવ્યો છે, જે તેની માન્યતા અને વિઝા-મુક્ત સુવિધાઓ માટે જાણીતા છે.

સૌથી શક્તિશાળી પાસપોર્ટ રેન્કિંગ

આ વર્ષના રેન્કિંગમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે. સિંગાપોર પાસપોર્ટ ધારકોને 195 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરવાની મંજૂરી છે. તે પછી બીજા સ્થાને જાપાન છે, જેનો પાસપોર્ટ 193 દેશમાં વિઝા-મુક્ત પ્રવેશ પ્રદાન કરે છે. ત્રીજા સ્થાને ફ્રાન્સ, જર્મની, ઇટલી અને સ્પેન સંયુક્ત રીતે છે, જ્યાં પાસપોર્ટ ધારકો 192 દેશમાં વિઝા મુક્ત મુસાફરી કરી શકે છે. ચોથા ક્રમે ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન અને લક્ઝમબર્ગ છે, જેના નાગરિકો 191 દેશમાં વિઝા વિના પ્રવેશ મેળવી શકે છે.

Advertisement

Advertisement

પાંચમા ક્રમે બેલ્જિયમ, પોર્ટુગલ, બ્રિટન, સ્વિટ્ઝર્લૅન્ડ અને ન્યુઝીલેન્ડ છે, જેમના પાસપોર્ટ ધારકો 190 દેશમાં વિઝા મુક્ત મુસાફરી કરી શકે છે. યુએસ પાસપોર્ટ આ વખતે નવમા ક્રમે છે, જે 186 દેશમાં વિઝા ફ્રી મુસાફરીની મંજૂરી આપે છે. દુનિયાના નબળા પાસપોર્ટની યાદીમાં સોમાલિયા, નેપાળ, પેલેસ્ટાઇન અને બાંગ્લાદેશ પણ ઉલ્લેખનીય છે. સોમાલિયાનો પાસપોર્ટ 102માં ક્રમે છે, જેમના કરતા પાકિસ્તાન મજબૂત છે.

ભારત અને પાકિસ્તાનનું રેન્કિંગ

ભારત માટે આ વર્ષે રેન્કિંગ થોડું નબળું રહ્યું છે. ભારત 5 સ્થાન નીચે સરકીને 85મા ક્રમે પહોંચી ગયું છે. ભારતીય પાસપોર્ટ ધારકોને 57 દેશમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી છે, જ્યારે ગયા વર્ષે ભારત 80મા ક્રમે હતું. બીજી તરફ, પાકિસ્તાનનું રેન્કિંગ આ વખતે 103મું છે, જે તેનાં નબળા પાસપોર્ટ માટે જાણીતું છે. પાકિસ્તાન પાસપોર્ટ ધારકોને ફક્ત 33 દેશમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. પાકિસ્તાન ઉપરાંત અન્ય નબળા પાસપોર્ટ ધરાવતા દેશોમાં યમન (103), ઇરાક (104), સીરિયા (105) અને અફઘાનિસ્તાન (106) નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  દુનિયાનો સૌથી મોંઘો પાસપોર્ટ કયો?

Tags :
Advertisement

.

×