Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Russian crude oil : ટેરિફ વચ્ચે રશિયાની મોટી જાહેરાત, ભારત માટે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડ્યા

Russian crude oil : રશિયન દૂતાવાસે એલાન કર્યુ છે કે તે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ (Russian crude oil) ખરીદવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયન...
russian crude oil   ટેરિફ વચ્ચે રશિયાની મોટી જાહેરાત  ભારત માટે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડ્યા
Advertisement

Russian crude oil : રશિયન દૂતાવાસે એલાન કર્યુ છે કે તે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ (Russian crude oil) ખરીદવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ આપશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ ન ખરીદવા પર દબાણ કરી રહ્યા છે, અને તેમણે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે.

ક્રૂડ ઓઇલની જરૂરિયાતના 85% થી વધુ આયાત

ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના 85% થી વધુ આયાત કરે છે. સ્થાનિક ઉત્પાદનમાં વધારો થવા છતાં, ભારતને તેની અર્થવ્યવસ્થા અને ઉર્જા જરૂરિયાતો માટે વિદેશથી મોટી માત્રામાં તેલ આયાત કરવું પડે છે. ભારત તેની કુલ તેલ જરૂરિયાતના લગભગ 35% રશિયા પાસેથી આયાત કરે છે

Advertisement

રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદશે !

2025 ની શરૂઆતમાં,ભારતે તેના કુલ ક્રૂડ ઓઇલના લગભગ 40 ટકા રશિયા પાસેથી આયાત કર્યુ હતું.મે-જૂન 2025 માં, આ જથ્થો લગભગ ૩૮-૪૪% ની વચ્ચે હતો. તમને જણાવી દઈએ કે 2022 પહેલા ભારતને તેલ વેચતા મોટા દેશોમાં ઇરાક, સાઉદી અરેબિયા , સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થતો હતો. પરંતુ 2022 માં જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે તેણે પોતાના યુદ્ધ ખર્ચને પહોંચી વળવા માટે ભારત, ચીન અને તુર્કી જેવા દેશોને સસ્તામાં ક્રૂડ ઓઇલ વેચવાનું શરૂ કર્યું. રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી કરીને ભારતને 2022-2024ના સમયગાળામાં લગભગ 11 થી 25 અબજ યુએસ ડોલરની બચત થવાનો અંદાજ છે.

Advertisement

આ પણ  વાંચો -India-China Relations: સરહદ વિવાદથી વેપાર સુધી...શું SCO સમિટમાં ભારત-ચીન સંબંધોમાં આવશે ટર્નિંગ પોઇન્ટ?

રશિયન ક્રૂડ ઓઇલ 11 થી 16% સસ્તું થયું છે

નાણાકીય વર્ષ 2023-24 માં જ, ભારતે ડિસ્કાઉન્ટ પર રશિયન તેલ આયાત કરીને લગભગ $7.9 બિલિયન (લગભગ રૂ. 65,000 કરોડ) બચાવ્યા. રશિયા પાસેથી સસ્તું ક્રૂડ તેલ મળવાને કારણે, ભારતનું તેલ બિલ ઓછું રહ્યું અને ચાલુ ખાતાને નિયંત્રિત કરવામાં મદદ મળી.ખાસ વાત એ છે કે રશિયન ક્રૂડ તેલ પરંપરાગત સપ્લાયર્સ જેમ કે મધ્ય પૂર્વના દેશોના ભાવ કરતા સરેરાશ 11 થી 16% સસ્તું છે.

આ પણ  વાંચો -UNSC માં ભારતે પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ, જાતીય હિંસા મુદ્દે કર્યા વાકપ્રહાર

વાર્ષિક 2.9 અબજ ડોલરનો વધારાનો ખર્ચ

રશિયા ભારતને ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ વેચે છે, જે વૈશ્વિક બજાર કિંમત કરતા પ્રતિ બેરલ $4-5 ઓછું છે. 2022 થી 2025 સુધી રશિયન તેલનો સરેરાશ ભાવ $65-75 પ્રતિ બેરલ હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ $80-85 પ્રતિ બેરલ હતો. સાઉદી અરેબિયા અને ઇરાક જેવા દેશો બ્રેન્ટ ક્રૂડ કરતા લગભગ અથવા તેનાથી થોડા ઓછા ભાવે તેલ વેચે છે, એટલે કે $80-85 પ્રતિ બેરલ. સાઉદી તેલ સામાન્ય રીતે રશિયન તેલ કરતા 10-15% મોંઘુ હોય છે. જો ભારત મધ્ય પૂર્વમાંથી સમાન પ્રમાણમાં તેલ ખરીદે છે, તો પ્રતિ બેરલ 4-5 ડોલરનો વધારાનો ખર્ચ ભારતને વાર્ષિક અબજો ડોલરનું નુકસાન પહોંચાડશે. ઉદાહરણ તરીકે, દરરોજ 2 મિલિયન બેરલની આયાત પર પ્રતિ બેરલ 4 ડોલરનો તફાવત વાર્ષિક 2.9 અબજ ડોલરનો વધારાનો ખર્ચ કરે છે.

Tags :
Advertisement

.

×