Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે થયા ગુપ્ત વાયુ રક્ષા કરાર? ભારતને મળી ગુપ્ત માહિતી

પાક અને બાંગ્લાદેશની વાયુ સેનાઓ વચ્ચે એક ગુપ્ત કરાર બંને દેશોની વાયુસેનાઓએ એક ઉચ્ચસ્તરીય ગુપ્ત બેઠક કરી બેઠકમાં ડ્રોન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા Pakistan-Bangladesh Air Force Deal: પાકિસ્તાન અને બાંગ્લાદેશની (Pakistan-Bangladesh)વાયુ સેનાઓ વચ્ચે એક ગુપ્ત વાયુ...
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે થયા ગુપ્ત વાયુ રક્ષા કરાર  ભારતને મળી ગુપ્ત માહિતી
Advertisement
  • પાક અને બાંગ્લાદેશની વાયુ સેનાઓ વચ્ચે એક ગુપ્ત કરાર
  • બંને દેશોની વાયુસેનાઓએ એક ઉચ્ચસ્તરીય ગુપ્ત બેઠક કરી
  • બેઠકમાં ડ્રોન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

Pakistan-Bangladesh Air Force Deal: પાકિસ્તાન અને બાંગ્લાદેશની (Pakistan-Bangladesh)વાયુ સેનાઓ વચ્ચે એક ગુપ્ત વાયુ રક્ષા (Air Force)કરાર થયો છે. 15 થી 19 એપ્રિલ સુધી બંને દેશોની વાયુસેનાઓએ એક ઉચ્ચસ્તરીય ગુપ્ત બેઠક કરી હતી. જેમાં કથિત રીતે કેટલાક મુદ્દાઓ પર સૈન્ય વિચાર વિમર્શ થયો છે.ભારતીય (INDIA)ગુપ્તચર એજન્સીઓએ આ બેઠક અને તેમાં થયેલી વાતચીતની માહિતી ઇન્ટરસેપ્ટ કરી છે. આ ઘટનાક્રમ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઝડપથી વિકસી રહેલી સૈન્ય ભાગીદારી તરફ ઈશારો કરે છે.

બેઠકમાં ડ્રોન યુદ્ધ સહિત અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

એપ્રિલમાં પાકિસ્તાની વાયુસેના પ્રમુખે બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન બંધબારણે થયેલી વાતચીતની માહિતી ભારતીય એજન્સીઓને મળી છે. પહેલા આ બેઠક રક્ષા કરારથી જોડાયેલી લાગતી હતી, પરંતુ તેમાં ડ્રોન યુદ્ધ, વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર, અંતરિક્ષ અભિયાનો અને સાયબર વોર જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. લીક થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે આ દરમિયાન મોડ્યુલર અને માનવરહિત મિશન ટ્રેનર્સ (MUMT-UMT) પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

આ પણ  વાંચો -US President : ટેરિફથી અબજો ડૉલર ભેગા કરી શું કરશે ટ્રમ્પ?

Advertisement

અંતરિક્ષમાં સહયોગ પર પણ થઈ વાતચીત

મળી માહિતી અનુસાર પાકિસ્તાને ચીનની મદદથી પોતાની ડ્રોન ક્ષમતાઓને વધારવાની માહિતી બાંગ્લાદેશને આપી છે. બંને દેશ ટેક્ટિકલ એર ડેટા લિંક સિસ્ટમને સંકલિત કરવાના પણ પ્રયાસ કરી રહ્યા છે. આ એવી એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન ચેનલ છે, જેનો ઉપયોગ જમીનથી હવા અને હવાથી હવામાં સંચાલન માટે કરવામાં આવે છે. કેટલાક દસ્તાવેજ બંને દેશોમાં અંતરિક્ષ સહયોગ તરફ ઇશારો કરી રહ્યા છે, જેમાં ઉપગ્રહ-આધારિત ISR ક્ષમતાઓનો ઉલ્લેખ છે.

આ પણ  વાંચો -ટ્રમ્પે બે પરમાણુ સબમરીન તૈનાત કરી, તો રશિયાએ કહ્યું - બંને નિશાના પર છે

બેઠકમાં બાંગ્લાદેશના રાષ્ટ્રપતિને હટાવવાની પણ થઈ ચર્ચા?

બેઠક દરમિયાન રાજનીતિક પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, બેઠકમાં બાંગ્લાદેશના મોહમ્મદ શહાબુદ્દીનને સંભવિત રીતે હટાવવા અંગે પણ ચર્ચા થઈ છે. ઢાકા ખાતે પાકિસ્તાનના રક્ષા અતાશે વિંગે ISIથી જોડાયેલા સેવાનિવૃત્ત લોકો સાથે મળીને તખ્તાપલટની કહાનીને હવા આપી છે, જેનો ઉદ્દેશ્ય શહાબુદ્દીનની જગ્યાએ કોઈ બીજા સૈન્ય સમર્થક વ્યક્તિને બેસાડવાનો છે.

ભારત માટે શું છે ચિંતાનો વિષય?

ટેક્ટિકલ એર ડેટા લિંક સિસ્ટમથી બાંગ્લાદેશી વાયુસેનાની વિદેશી સેનાઓ સાથે સંચારની ક્ષમતા વધી શકે છે, જે ભારતની વાયુ સેના માટે એક ચિંતાનો વિષય છે. ભારત માટે ચિંતાની એક વાત એ પણ છે કે બાંગ્લાદેશની વિશિષ્ઠ 1 પૈરા કમાન્ડો બટાલિયનને અમેરિકા પાસેથી મળેલા હથિયાર આપવામાં આવી રહ્યા છે. આ હથિયાર ચૂપચાપ વિશિષ્ઠ એકમ પ્રશિક્ષણ અને સંભવિત બોર્ડર પાર ક્ષમતા વૃદ્ધિ માટે મોકલવામાં આવી રહ્યા છે.

Tags :
Advertisement

.

×