Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કુરાન સળગાવનાર સલવાન મોમિકાની ગોળી મારીને હત્યા કરાઈ

સ્વીડનમાં એક મસ્જિદની સામે કુરાન સળગાવનાર પ્રદર્શનકારી સલવાન મોમિકાનું ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી AFP અનુસાર, સલવાને 2023 માં કુરાનની નકલો બાળી નાખી હતી.
કુરાન સળગાવનાર સલવાન મોમિકાની ગોળી મારીને હત્યા કરાઈ
Advertisement
  • સ્વીડનમાં કુરાન સળગાવનાર સલવાન મોમિકાનું ગોળી મારી હત્યા
  • સલવાને 2023 માં કુરાનની નકલો બાળી નાખી હતી
  • ઘણા મુસ્લિમ દેશો દ્વારા તેની ટીકા પણ કરવામાં આવી હતી

સ્વીડનમાં એક મસ્જિદની સામે કુરાન સળગાવનાર પ્રદર્શનકારી સલવાન મોમિકાનું ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. સમાચાર એજન્સી AFP અનુસાર, સલવાને 2023 માં કુરાનની નકલો બાળી નાખી હતી. ઘટના બાદથી મુસ્લિમ દેશોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. ઘણા મુસ્લિમ દેશો દ્વારા તેની ટીકા પણ કરવામાં આવી હતી.

મોમિકાની ગોળી મારીને હત્યા

અહેવાલો અનુસાર, 38 વર્ષીય મોમિકાને બુધવારે રાત્રે સ્ટોકહોમ નજીક સોડરટાલ્જે વિસ્તારમાં ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસને એક વ્યક્તિને ગોળી વાગી હોવાની માહિતી મળી હતી અને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તે ગંભીર રીતે ઘાયલ હાલતમાં હતો. બાદમાં, તેની ઓળખ સલવાન મોમિકા તરીકે થઈ. આ હુમલામાં મોમિકાનું મોત થયું છે. જણાવી દઇએ કે, સ્ટોકહોમની એક કોર્ટ ગુરુવારે ચુકાદો આપવાની હતી કે શું વિરોધ પ્રદર્શન દરમિયાન કુરાન સળગાવનાર ઇરાકી ખ્રિસ્તી સલવાન મોમિકા વંશીય દ્વેષ ભડકાવવાનો દોષી છે. કોર્ટે કહ્યું કે "એક આરોપીનું મૃત્યુ થયું છે" જેના પછી ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો.

Advertisement

જૂન 2023 માં ઈદના દિવસે કુરાનને સળગાવ્યું હતું

જણાવી દઈએ કે જૂન 2023 માં ઈદના દિવસે, સલવાન મોમિકાએ સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદની બહાર કુરાનની નકલ પર પગ મૂક્યો હતો અને તેને આગ લગાવી દીધી હતી. તે સમયે આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મોમિકાના શરૂઆતના જીવન વિશે બહુ ઓછું જાણવા મળ્યું છે. તેણે પોતાને એક ખ્રિસ્તી લશ્કરના વડા તરીકે વર્ણવ્યો છે.

Advertisement

કુરાનનું ઘણી વખત કરી ચુક્યો છે અપમાન

સલવાન મોમિકાએ સ્વીડનમાં અનેક વખત કુરાન સળગાવવાની અને અપમાન કરવાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેના આવા કાર્યોને કારણે, વિશ્વભરના મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. આના કારણે ઘણા મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શનો અને રમખાણો થયા, જેના કારણે સ્વીડન માટે રાજદ્વારી સ્તરે પડકારો ઉભા થયા. હાલમાં એ સ્પષ્ટ નથી કે મોમિકાની હત્યા કોણે કરી. પરંતુ તાજેતરમાં સ્વીડનની ગુપ્તચર એજન્સીઓએ કહ્યું હતું કે તેને ઈરાન તરફથી ધમકીઓ મળી રહી હતી.

આ પણ વાંચો : દાવોસમાં WEF ના મહેમાનોની પ્રોસ્ટિટ્યુટ્સ અને ઇન્ટિમેટ પાર્ટીઓની માંગ 

Tags :
Advertisement

.

×