Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના યુગનો અંત, ચૂંટણી પંચે શરૂ કરી તૈયારીઓ, જાણો ક્યારે થશે ચૂંટણી

બાંગ્લાદેશના મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નાસિર ઉદ્દીને 18 કરોડ લોકોના મતદાન અધિકારો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું, જેઓ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓમાં ભાગ લેવાથી વંચિત હતા.
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના યુગનો અંત  ચૂંટણી પંચે શરૂ કરી તૈયારીઓ  જાણો ક્યારે થશે ચૂંટણી
Advertisement
  • બાંગ્લાદેશ ચૂંટણી પંચે ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરી
  • મતદાર યાદી અપડેટ માટે ઘરે-ઘરે જઈને ડેટા એકત્રિત કરવામાં આવશે
  • રાષ્ટ્રીય ચૂંટણી 2025 ના અંતથી 2026 વચ્ચે યોજાઈ શકે છે

Bangladesh News: શેખ હસીનાએ દેશ છોડ્યા પછી બાંગ્લાદેશમાં સ્થિતિ સતત બગડતી રહી, ત્યારબાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં ત્યાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી. હવે ચૂંટણી પંચે ત્યાં ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

18 કરોડ લોકોના મતદાન અધિકારો પુનઃસ્થાપિત કરવાનું વચન

બાંગ્લાદેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) એએમએમ નાસિર ઉદ્દીને રવિવારે લગભગ 18 કરોડ લોકોના મતદાન અધિકારો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું, જેઓ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓમાં ભાગ લેવાથી વંચિત હતા. ચૂંટણી અધિકારીઓ માટે એક તાલીમ કાર્યક્રમના પ્રારંભમાં બોલતા, નાસિર ઉદ્દીને કહ્યું કે, ચૂંટણી પંચ (EC) આ લાંબા સમયથી ચાલતા મુદ્દાને ઉકેલવા માટે મક્કમ છે. તેમણે કહ્યું, “અમે તેમને થયેલા નુકસાનની પીડાને દૂર કરવા માંગીએ છીએ. અમે અમારી પ્રતિબદ્ધતાથી પાછળ હટવાના નથી.” ધ ઢાકા ટ્રિબ્યુન અનુસાર, મતદાર યાદી અપડેટ માટે 20 જાન્યુઆરીથી ઘરે-ઘરે જઈને ડેટા એકત્રિત કરવામાં આવશે. 13મી રાષ્ટ્રીય ચૂંટણીની તૈયારીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

Advertisement

ગેરરીતિઓના આરોપોની તપાસ કરવાની યોજના

પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવાના ECના ધ્યેય વિશે નાસીર ઉદ્દીને જણાવ્યું હતું કે, “આ આજથી શરૂ થઈ પરિણામોની ઘોષણા સુધીની એક મેરેથોન દોડ છે. અમારો ઉદ્દેશ્ય, પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રને વચન છે કે અમે વિશ્વ સમક્ષ મુક્ત, ન્યાયી અને અને વિશ્વસનીય ચૂંટણીઓ રજૂ કરીશું. ચૂંટણી પંચે 2014, 2018 અને 2024 માં અવામી લીગ શાસન હેઠળ યોજાયેલી ચૂંટણીઓ સહિત અગાઉની ચૂંટણીઓમાં ગેરરીતિઓના આરોપોની તપાસ કરવાની યોજના પણ જાહેર કરી છે, જે દેશના ઇતિહાસની સૌથી વિવાદાસ્પદ ચૂંટણીઓમાં ગણવામાં આવે છે. 21 નવેમ્બરના રોજ, નવા રચાયેલા ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધારવા માટે ચૂંટણી સુધારણાનો અમલ શરૂ કર્યો.

Advertisement

બાંગ્લાદેશમાં આગામી ચૂંટણી ક્યારે યોજાશે?

દરમિયાન, વચગાળાના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ, 84, જેમણે ઓગસ્ટમાં શેખ હસીનાએ રાજીનામું આપ્યા પછી રખેવાળ સરકારની બાગડોર સંભાળી હતી, તેમણે સંકેત આપ્યો કે રાષ્ટ્રીય ચૂંટણી 2025 ના અંતથી 2026 વચ્ચે યોજાઈ શકે છે. 16 ડિસેમ્બરે વિજય દિવસના સંબોધન દરમિયાન યુનુસે કહ્યું હતું કે, ચૂંટણીની સમયરેખા મતદાર યાદીના અપડેટ પર આધારિત છે. તે જ સમયે, નાસિર ઉદ્દીને આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે, શેખ હસીનાની અવામી લીગ આગામી ચૂંટણીમાં ત્યાં સુધી જ ભાગ લઈ શકે છે જ્યાં સુધી ન્યાયતંત્ર અથવા સરકાર દ્વારા કોઈ નિયંત્રણો લાદવામાં ન આવે.

આ પણ વાંચો : Elon Musk એ અબજોનું દાન કરીને વિશ્વના સૌથી મોટા બન્યા દાનવીર

Tags :
Advertisement

.

×