મોડલને આવ્યો હતો તાવ, એક્સ રે જોઇને ડોક્ટરે કહ્યું ગમે ત્યારે થઇ જશે તમારુ મોત
- રશિયાની પ્રખ્યાત ઇન્ફ્લુએન્સરને થયો કડવો અનુભવ
- એક બિમારીની સારવાર દરમિયાન બીજી બિમારીની તૈયારી
- ડોક્ટર સારવાર બાદ ભુલથી સ્પ્રિંગ અંદર જ છુટી ગઇ હતી
નવી દિલ્હી : રશિયાની ખ્યાતનામ ઇન્ફ્લુએન્સર એકાતેરિના બદુલિનાને એક તાવ ખુબ જ ભારે પડ્યો અને તેના જીવનનું મોટુ રહસ્ય ખોલી નાખ્યું હતું. શિયાળાની એક ઠંડી સવારે એકાતેરિનાએ ડોક્ટર પાસે જવાનો નિર્ણય લીધો. તેને સતત તાવ અને ઠંડી લાગતી રહેતી હતી. એકાતેરિનાને એવું લાગતું હતું કે તેને ન્યૂમોનિયા થયો છે.
ડોક્ટરે એક્સરે કર્યો અને તેઓ ચોંકી ઉઠ્યા
જેથી ડોક્ટરે તુરંત જ એક્સ રે કર્યો, જો કે તેને જે દેખાયું તે જોઇ તેના પગ તળેથી જમીન ખસી ગઇ હતી. એકાતેરિનાના ફેફસામાં એક ધાતુનો ટુકડો જેવી એક સ્પ્રિંગ દેખાઇ રહી હતી. આ સ્પ્રિંગ ત્યાં કઇ રીતે પહોંચી તે શોધવા માટે ડોક્ટર્સની ટીમે ઉંડો અભ્યાસ કર્યો. ત્યારે ખુલાસો થયો કે આ ટુકડો 7 વર્ષ પહેલા એકાતેરિનાની થયેલી એક સર્જરીનો હિસ્સો હતો.
આ પણ વાંચો : સંભલની શાહી જામા મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા! સર્વે રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા
એક ગંભીર બિમારીની સારવાર દરમિયાન થઇ ભુલ
27 વર્ષની ઉંમરે એકાતેરિનાને થ્રોમ્બોએમ્બેલિજ્મ થયો હતો. એક ગંભીર સ્થિતિ જેમાં લોહી ગંઠાવા લાગે છે. તે સમયે ડોક્ટરે તેનો જીવ બચાવવા માટે 33 ટ્યુબ્સ લગાવી હતી. જો કે કોઇ પણ અંદાજો નહોતો કે તે ટ્યુબ્સમાંથી એકની સ્પ્રિંગ તેના શરીરમાં છુટી જશે. 7 વર્ષ બાદ તેના જીવન પર જોખમ આવી જશે.
સતત મોતની નજીક સરકી રહી છે
ડોક્ટરો અનુસાર સ્પ્રિંગ લોહી દ્વારા ફેફસા સુધી પહોંચી ગઇ હતી. આ કોઇ પણ સમયે તેનો જીવ લઇ શકે છે. જો તમે દરેક શ્વાસની સાથે મોતની નજીક જઇ રહ્યા છો. આ સાંભળીને એકાતેરિના ડરી ગઇ હતી. જો કે એકાતેરિનાએ ડરવાના બદલે સર્જરીનો નિર્ણય કર્યો. ઓપરેશન થિયેટરમાં પ્રત્યેક ક્ષણ કિંમતી હતી જો કે આખરે ડરની સામે જીવનની જીત થઇ હતી. સ્પ્રિંગ કાઢી લેવાઇ હતી અને સર્જરી પણ સફળ રહી હતી.
આ પણ વાંચો : Kutch: ગુરૂ અને શિષ્યના સંબંધને લાગ્યું લાંછન, માધાપરમાં બાળકી સાથે અડપલા કરતા શિક્ષકની ધરપકડ


