અમેરિકાના એરિઝોનામાં હવામાં બે વિમાનો એકબીજા સાથે અથડાયા, 2 લોકોના મોત
- અમેરિકામાં વિમાન દુર્ઘટનાનો સિલસિલો યથાવત
- એરિઝોનામાં બે વિમાનો હવામાં અથડાયા
- આ ભયાનક અકસ્માતમાં 2 લોકોના મોત
Plane Crash : અમેરિકામાં એક પછી એક વિમાન અકસ્માતોની ઘટનાઓ વચ્ચે ફરી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એરિઝોના રાજ્યના મારાના પ્રાદેશિક એરપોર્ટ નજીક 2 નાના વિમાનો હવામાં અથડાતાં 2 લોકોના જીવ ગયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ગંભીર ઘટના બુધવારે સવારે રનવે 12 પર બની, જ્યારે ક્રોસવિન્ડની સ્થિતિમાં સેસ્ના 172S અને લેન્કેર 360 Mk II એકબીજા સાથે અથડાઈ ગયા. યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે, જે અમેરિકામાં વિમાન સુરક્ષાને લઈને ચિંતા વધારે છે.
એરિઝોનામાં ભયંકર વિમાન અકસ્માત
અમેરિકાના એરિઝોના રાજ્યમાં મારાના પ્રાદેશિક એરપોર્ટ નજીક 2 નાના વિમાનો - સેસ્ના 172S અને લેન્કેર 360 Mk II - હવામાં અથડાતાં એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના જીવ ગયા. યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અનુસાર, આ ફિક્સ્ડ-વિંગ, સિંગલ-એન્જિન વિમાનો રનવે 12 પર ક્રોસવિન્ડની સ્થિતિમાં ટકરાયા, જ્યાં સેસ્ના વિમાન સુરક્ષિત ઉતરી ગયું, પરંતુ લેન્કેર વિમાન રનવે 3 નજીક જમીન સાથે અથડાયું અને તેમાં આગ લાગી ગઈ. NTSBએ X પર જણાવ્યું કે પવનની વિરુદ્ધ દિશા આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે. અથડામણ બાદ ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાયા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે, જોકે આ ઘટનાની સંપૂર્ણ માહિતી હજુ જાહેર થઈ નથી.
BREAKING: A plane has crashed in Arizona, leaving at least one person dead.https://t.co/43DoxX7LnV
— No Lie with Brian Tyler Cohen (@NoLieWithBTC) February 19, 2025
પહેલા પણ બન્યા છે વિમાન અકસ્માતો
આટલી ભયંકર વિમાન દુર્ઘટના પહેલી વાર બની નથી. અમેરિકામાં 1 મહિનામાં લગભગ 4 વિમાન અકસ્માતો થયા છે. થોડા અઠવાડિયા પહેલા, અમેરિકામાં 1 વિમાન દુર્ઘટનામાં 64 મુસાફરો અને 3 ક્રૂ સભ્યોના મોત થયા હતા. તે પહેલાં બીજી વિમાન દુર્ઘટના થઇ જે ઇમારતો સાથે અથડાઇ હતી. આ વિમાન દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું છે.
આ પણ વાંચો : પ્લેનને પલટી મારતા જોયું છે? કેનેડામાં બરફ પર પ્લેનની ગુલાંટથી 18 ઘાયલ


