U S Military Base Averted: અમેરિકા પર સૌથી મોટો આતંકી હુમલો ટળ્યો,FBI એ કર્યો મોટો ખુલાસો
- અમેરિકા પર સૌથી મોટો આતંકી હુમલો ટળ્યો
- ISIS અમેરિકા પર કરવાનું હતું મોટો આતંકી હુમલો
- FBI ડિરેક્ટર કાશ પટેલે X પર કરી પોસ્ટ
- અમેરિકાના મિશિગનમાં આતંકી હુમલાને ખાળ્યો
- યુએસ આર્મી પર માસ શૂટિંગ હુમલાનો હતો પ્લાન
- હથિયારોનો વેપલો કરવા નીકળેલાં ટ્રમ્પને સીધો સંદેશ!
U S Military Base Averted: અમેરિકા એક મોટા આતંકવાદી હુમલાથી માંડ માંડ (U S Military Base Averted)બચી ગયું છે. FBI એ પુષ્ટિ આપી છે કે તેણે સમયસર ISISના મોટા હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવી દીધો છે. આ હુમલો મિશિગન સ્થિત યુએસ આર્મી મિલિટરી બેઝ પર થવાનો હતો. એફબીઆઈના જણાવ્યા અનુસાર, આરોપીએ સામૂહિક ગોળીબારની યોજના બનાવી હતી. આ આતંકવાદી હુમલાની યોજનાનો પર્દાફાશ એફબીઆઈ ગુપ્તચર ટીમ અને ગુપ્ત અધિકારીઓએ મળીને કર્યો હતો.
FBI ડિરેક્ટર કાશ પટેલે હુમલા અંગે માહિતી શેર કરી
FBI ના આસિસ્ટન્ટ ડિરેક્ટર કાશ પટેલે હુમલા અંગે માહિતી શેર કરતા કહ્યું કે આ હુમલો મિશિગનના વોરેનમાં U.S. Army સર્વિસ પર કરવામાં આવ્યો હતો. આ આર્મીના Tank-Automotive & Armaments Command (TACOM) લશ્કરી બેઝ પર થવાનું હતું. આરોપીની ઓળખ અમ્માર અબ્દુલ મજીદ-મોહમ્મદ સઈદ તરીકે થઈ છે, જે ISISના ઈશારે કામ કરતો હતો. સઈદનો ઉદ્દેશ્ય અમેરિકન સૈનિકોને નિશાન બનાવીને સામૂહિક આતંક ફેલાવવાનો હતો.
સઈદ મોટા હુમલાની તૈયારી કરી રહ્યો હતો
FBI ના જણાવ્યા અનુસાર, સઈદ એક મોટા હુમલાની તૈયારી કરી રહ્યો હતો અને યોજનાને અમલમાં મૂકતા પહેલા તેણે તે સ્થળ વિશે માહિતી પણ એકત્રિત કરી હતી. પરંતુ આ સમય દરમિયાન, એફબીઆઈના ગુપ્ત અધિકારીઓને તેની શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ થઈ ગઈ. આ પછી, ગુપ્તચર દેખરેખ શરૂ કરવામાં આવી હતી અને પૂરતા પુરાવા મળ્યા બાદ, આ અઠવાડિયે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે વિદેશી આતંકવાદી સંગઠનને ટેકો આપવા અને કાવતરું ઘડવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Donald Trump : 'ભારત પાકિસ્તાન વચ્ચે મેં સિઝફાયર નથી કરાવ્યું', ડોનાલ્ડ ટ્રમ્પે મારી પલટી
આ રીતે FBI એ કામ હાથ ધર્યું
એફબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કામગીરીમાં ઘણી એજન્સીઓએ સાથે મળીને કામ કર્યું હતું. આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ અને દેખરેખમાં રોકાયેલી ટીમો શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી હતી. સઈદ જેવા કટ્ટરપંથી તત્વો સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ ચેટ્સ દ્વારા સંપર્કમાં રહે છે, અને આ તે જગ્યા છે જ્યાં આતંકવાદી કાવતરાઓનો જન્મ થાય છે. આ કિસ્સામાં પણ, સમાન ડિજિટલ વાતચીતોએ સંકેતો આપવામાં મદદ કરી.
આ પણ વાંચો - TikTok Influencer Valeria Marquez : લાઇવસ્ટ્રીમ દરમિયાન મોડેલની હત્યા, Video Viral
તમામ એજન્સીઓને અભિનંદન આપ્યા
કાશ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી ટીમોએ સમયસર કાર્યવાહી કરી અને ઘણા લોકોના જીવ બચાવ્યા. તેમણે આ મિશન સફળતાપૂર્વક પાર પાડનારી તમામ એજન્સીઓને અભિનંદન આપ્યા. આ કિસ્સો ફરી એકવાર દર્શાવે છે કે અમેરિકામાં સ્થાનિક આતંકવાદી ખતરાઓ હજુ પણ જીવંત છે અને સતર્કતા અને તૈયારી એ તેમનો સામનો કરવા માટે સૌથી મોટા શસ્ત્રો છે.