Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vanuatu Earthquake : 7.3 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી

દક્ષિણ પેસિફિક ટાપુ રાજ્ય વનુઆતુના દરિયાકાંઠે 7.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આટલી તીવ્રતાનો ભૂકંપ નોંધાયા બાદ વનુઆતુમાં સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે.
vanuatu earthquake   7 3 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ  સુનામીની ચેતવણી
Advertisement
  • વનુઆતુમાં 7.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
  • ભૂકંપના પગલે વનુઆતુમાં સુનામીની ચેતવણી
  • રાજધાની પોર્ટ વિલાથી 37 કિમી દૂર કેન્દ્રબિંદુ
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ પેટાળમાં 10 કિમીની ઉંડાઈએ
  • 3.30 લાખથી વધુ લોકો પર તોળાતો ખતરો

Vanuatu Earthquake : દક્ષિણ પેસિફિક ટાપુ રાજ્ય વનુઆતુના દરિયાકાંઠે 7.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આટલી તીવ્રતાનો ભૂકંપ નોંધાયા બાદ વનુઆતુમાં સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે. આ ભૂકંપ રાજધાની પોર્ટ વિલાથી 37 કિમી દૂર નોંધાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે આ ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. જોકે હાલમાં આ કારણે ઓસ્ટ્રેલિયામાં સુનામીનો કોઈ ખતરો નથી. વાનુઆતુ એ 80 ટાપુઓનો સમૂહ છે, જ્યાં લગભગ 330,000 લોકો રહે છે.

રાજધાની પોર્ટ વિલાથી 37 કિમી દૂર કેન્દ્રબિંદુ

વાનુઆતુમાં સવારે 7.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે ધરતી ધ્રૂજતી જોવા મળી હતી અને ભૂકંપનું કેન્દ્ર વનુઆતુ નજીકના દરિયામાં હતું. પોર્ટ વિલા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ તેના આંચકા અનુભવાયા હતા. જોરદાર ભૂકંપ બાદ વનુઆતુમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ પોર્ટવિલાથી લગભગ 37 કિમી દૂર હતું. યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે ચેતવણી આપી છે કે આ ભૂકંપ બાદ સુનામીનું જોખમ વધી ગયું છે. સરકાર અને ઈમરજન્સી સેવાઓ રાહત કામગીરીમાં સક્રિય છે અને નાગરિકોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

ભૂકંપ બાદ લોકોમાં ગભરાટ

વનુઆતુ પેસિફિક મહાસાગરના "રિંગ ઓફ ફાયર" પ્રદેશમાં આવેલું છે, જ્યાં ધરતીકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિ વારંવાર થાય છે. ભૂકંપ પછી લોકો ગભરાઈ ગયા અને ઘણી ઈમારતોમાં થોડી તિરાડો પડી ગઈ. ભૂકંપ બાદ રાહત કાર્ય ચાલી રહ્યું છે. લોકોનો સામાન નાશ પામ્યો હતો. જો કે હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.

આ પણ વાંચો:  ડરામણી પળો કેમેરામાં કેદ, કેલિફોર્નિયામાં 7.0 તીવ્રતાનો ભૂકંપ; જુઓ Video

Tags :
Advertisement

.

×