Vide : ડોલાન્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલા ડાન્સ કરતા નજરે પડ્યાં,જુઓ Video
- ડોલાન્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલા એક વિડીયો સામે આવ્યો
- શપથ પહેલ ડોલાન્ડ ટ્રમ્પ ડાન્સ કરતા Video વાયરલ
- ડોલાન્ડ ટ્રમ્પનો ડાન્સનો સોશિયલ મીડિયા પર Video વાયરલ
Trump Oath Ceremony:અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે એટલે કે, 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ (Trump Oath Ceremony)લેશે.ટ્રમ્પ તેમની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા છે.ડોનાલ્ડ ટ્રમ્પનો આઇકોનિક ડાન્સ વિશ્વમાં પ્રખ્યાત છે.રવિવારે ટ્રમ્પે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી રેલીમાં ડાન્સ (Donald Trump Iconic Dance)કર્યો હતો.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
ટ્રમ્પના ચાહકોમાં ભારે ઉત્સાહ
શપથ ગ્રહણ સમારોહની પૂર્વ સંધ્યાએ વોશિંગ્ટનમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ઈલોન મસ્ક જેવી હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. કેપિટલ વન એરિના ખાતે યોજાયેલી આ રેલીમાં ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ પર ચૂંટાવા બદલ ઉજવણી કરવામાં આવી હતી.
This is the wildest end to a political rally I’ve ever seen.
Trump ends with his rallying cry and then is joined on stage by The Village People and he dances with them. pic.twitter.com/tXFOsjCVhs— Brian Lilley (@brianlilley) January 19, 2025
આ પણ વાંચો- અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને શપથ ગ્રહણ વચ્ચે 2 મહિનાનુ અંતર કેમ હોય છે?
ટ્રમ્પ સ્ટેજ પર જઈ નાચ્યા
બેન્ડેએ Y.M.C.A. ગીત વગાડવાનું શરૂ કર્યું, ત્યારે ટ્રમ્પ સ્ટેજ પર ગયા અને ડાન્સ કરવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈને ટ્રમ્પના ચાહકો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રમ્પે બેન્ડ વગાડનારાઓ સાથે વાત પણ કરી હતી તેમજ તેમની સાથે હાથ મિલાવ્યો હતો
આ પણ વાંચો- America : શપથ ગ્રહણ પહેલાં Donald Trump એ ત્રીજા વિશ્વ યુદ્ધને લઇને આ શું કહી દીધું?
કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને શપથ ગ્રહણ યુએસ કેપિટલની બહાર ખુલ્લી જગ્યાને બદલે કેપિટલ રોટુન્ડા હોલમાં રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 40 વર્ષમાં આવું પ્રથમ વખત બનશે જ્યારે જગ્યા બદલી છે.


