Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સઉદી અરબમાંથી મળ્યું સફેદ સોનું, ક્રૂડ ઓઇલ કરતા પણ ખુબ કિંમતી છે આ વસ્તું

તેલ અને ગેસ પર આધારિત સાઉદી અરબની અર્થવ્યવસ્થામાં વિવિધતા લાવવા માટે કિંગ્ડમના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલામને એક નવો રસ્તો શોધી કાઢ્યો છે.
સઉદી અરબમાંથી મળ્યું સફેદ સોનું  ક્રૂડ ઓઇલ કરતા પણ ખુબ કિંમતી છે આ વસ્તું
Advertisement
  • તેલ અને ગેસ પર આધારિત અર્થવ્યવસ્થા
  • સાઉદી પોતાની ઓઇલ નિર્ભરતા ઘટાડવા માંગે છે
  • સાઉદી અરબ દ્વારા નિર્ભરતા ઘટાડવામાં આવી છે

નવી દિલ્હી : તેલ અને ગેસ પર આધારિત સાઉદી અરબની અર્થવ્યવસ્થામાં વિવિધતા લાવવા માટે કિંગ્ડમના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલામને એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. સઉદી અરબને હાલમાં જ સમુદ્ર નજીકથી ઓઇલ ફિલ્ડમાં લિથિયમનો ભંડાર મળ્યો છે. રિપોર્ટ્સ અનુસાર સાઉદી અરબની સરકારી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ કંપની સઉદી અરામકોએ પોતાનું એક તેલ ક્ષેત્રથી પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લિથિયમ કાઢ્યું છે.

સઉદી અરબના મંત્રીએ કરી જાહેરાત

સઉદી અરબના ખનન મામલે ઉપ મંત્રી ખાલિદ બિન સાલેહ અલ મુદૈફરે જાહેરાત કરી છે કે, તેમનો દેશ ઝડપથી લિથિયમના ખનનને વધારવા માટે એક કોમર્શિયલ પાયલોટ પ્રોગ્રામ શરૂ કરશે.

Advertisement

આ પણ વાંચો : Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો

Advertisement

કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયો પાયલોટ પ્રોજેક્ટ

સમાચાર એજન્સી રોયટર્સ સાથે વાત કરતા સઉદી મંત્રીએ જણાવ્યું કે, કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી તરફતી શરૂ કરાયેલા એક સ્ટાર્ટઅપ Lithium Infinity જેને Lihytech ના નામે ઓળખાય છે, લિથિયમ કાઢવા માટેના પ્રોજેક્ટને લીડ કરશે. આ સ્ટાર્ટઅપ સઉદીની ખનન કંપની Ma'aden અને અરામકોના સહયોગથી લિથિયમનું ખનન કરશે.

પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે

મંત્રીએ કહ્યું કે, કિંગ અબ્દુલ્લા યૂનિવર્સિટી ફોર યાસન્ટ એન્ડ ટેક્નોલોજીમાં વિકસિત પોતાની નવી ટેક્નોલોજી દ્વારા લિથિયમ કાઢવામાં આવે છે અને આ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમે ઓઇલ ફિલ્ડમાં એક કોમર્શિયલ પાયલોટ પ્રોજેક્ટ બની રહ્યો છે. જેથી ઓઇલ ફિલ્ડમાંથી નિકળતું ખારૂ પાણીને સતત કોમર્શિયલ પાયલોટમાં નાખવામાં આવી રહ્યું છે. સઉદી આ જ ખારા પાણીમાંથી લિથિયમ કાઢી રહ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad : પોલીસને જાહેરમાં ધમકાવનારા તત્વો આખરે કાયદાનાં સકંજામાં! વધુ એકની ધરપકડ

લિથિયમ આજના જમાનાનું આધુનિક ઓઇલ

લિથિયમ આજે કોઇ પણ દેશ માટે ખુબ જ મહત્વપુર્ણ છે. ઇલેક્ટ્રિક ગાડીઓ, લેપટોપ અને સ્માર્ટફોનની બેટરીઓમાં મુખ્ય રીતે લિથિયમનો જ ઉપયોગ થાય છે. સઉદી અરબના મંત્રીએ કહ્યું કે, ઓઇલ ફિલ્ડમાંથી નિકળનારા ખારા પાણીથી લિથિયમ કાઢવાનો ખર્ચ મીઠાના મેદાનથી લિથિયમ કાઢવાની પારંપારિક વિધિની તુલનાએ વધારે છે. જો કે તેમણે આશા વ્યક્ત કરી કે જો લિથિયમની કિંમતો વધે છે તો આ પ્રોજેક્ટ ઝડપથી ફાયદાનો સોદો સાબિત થશે.

અરામકોએ લિથિયમમાં સૌથી વધારે રસ

અરામકોએ જણાવ્યું કે, હંમેશાથી જ લિથિયમમાં રસ રહ્યો છે. તેલ કંપનીએ કહ્યું કે, તે પોતાના ઓઇલ ફિલ્ડમાં લિથિયમની હાજરી અને તેને કાઢવા અંગે મુલ્યાંકન કરી રહ્યા છે. સઉદી ક્રાઉન પ્રિંસ સલમાન દશકોથી તેલ પર નિર્ભર કિંગ્ડમની અર્થવ્યવસ્થામાં વિવિધતા લાવવાના પ્રયાસો અંતર્ગત પોતાને ઇલેક્ટ્રિક વાહનોનું કેન્દ્ર બનાવવાનાં પ્રયાસમાં અબજો રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ પણ વાંચો : Gujaratમાં BZ ગ્રુપના કૌભાંડ બાદ વધુ એક Scam સામે આવતા ચકચાર મચી

Tags :
Advertisement

.

×