ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GT vs MI: MIએ ગુજરાતને હરાવીને ક્વોલિફાયર-2માં મારી એન્ટ્રી!

MI એ ગુજરાતને હરાવ્યું  ક્વોલિફાયર-2માં મારી એન્ટ્રી પંજાબ કિંગ્સનો સામનો કરશે GT vs MI:મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 ના ગુજરાત ટાઇટન્સને (GT vs MI)એલિમિનેટર(Eliminator)માં 20 રનથી હરાવ્યું. આ સાથે, ગુજરાત ટીમ આઈપીએલ 2025 માંથી બહાર થઈ ગઈ છે અને તેનું...
11:53 PM May 30, 2025 IST | Hiren Dave
MI એ ગુજરાતને હરાવ્યું  ક્વોલિફાયર-2માં મારી એન્ટ્રી પંજાબ કિંગ્સનો સામનો કરશે GT vs MI:મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 ના ગુજરાત ટાઇટન્સને (GT vs MI)એલિમિનેટર(Eliminator)માં 20 રનથી હરાવ્યું. આ સાથે, ગુજરાત ટીમ આઈપીએલ 2025 માંથી બહાર થઈ ગઈ છે અને તેનું...
GT vs MI

GT vs MI:મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 ના ગુજરાત ટાઇટન્સને (GT vs MI)એલિમિનેટર(Eliminator)માં 20 રનથી હરાવ્યું. આ સાથે, ગુજરાત ટીમ આઈપીએલ 2025 માંથી બહાર થઈ ગઈ છે અને તેનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ Qualifier 2 માં પંજાબ કિંગ્સનો સામનો કરશે. મુંબઈએ પહેલા બેટિંગ કરી અને 228 રન બનાવ્યા, જેના જવાબમાં ગુજરાતની ટીમ ફક્ત 208 રન જ બનાવી શકી. સાઈ સુદર્શને જોરદાર ઇનિંગ રમી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી જ્યારે શુભમન ગિલ પહેલી જ ઓવરમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો.

વોશિંગ્ટન સુંદરે 84 રનની ભાગીદારી કરી

આ પછી, કુશલ મેન્ડિસ પણ વધુ સમય ક્રીઝ પર ટકી શક્યો નહીં અને 20 રન બનાવીને આઉટ થયો. મિશેલ સેન્ટનરના બોલ પર શોટ રમતી વખતે તે હિટ વિકેટ બન્યો. બે વિકેટ પડ્યા પછી, સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરે ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી. જસપ્રીત બુમરાહે સુંદરને યોર્કર બોલથી આઉટ કરીને ભાગીદારી તોડી. પરંતુ સાઈ સુદર્શન ક્રીઝના એક છેડે મજબૂત રીતે ઉભા રહ્યા અને 49 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આઉટ થતાં જ ગુજરાતનો દાવ તૂટી ગયો. શેરફેન રૂધરફોર્ડે 15 બોલમાં 24 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે.ગુજરાત ટાઇટન્સને છેલ્લી બે ઓવરમાં જીત માટે 36 રનની જરૂર હતી, પરંતુ ટીમ ફક્ત 15 રન જ બનાવી શકી.

આ પણ  વાંચો -Vaibhav Suryavanshiએ પટના એરપોર્ટ પર PM મોદીને પગે લાગી મેળવ્યા આશીર્વાદ

રોહિત શર્માએ અડધી સદી ફટકારી

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી બેટ્સમેનોએ ઇનિંગની શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી. રોહિત શર્મા (81 રન) અને જોની બેયરસ્ટો (47 રન) એ મજબૂત બેટિંગ દર્શાવી. આ ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી અને મુંબઈને મજબૂત શરૂઆત અપાવી. સૂર્યકુમાર યાદવે 33 રનની ઇનિંગ રમી. અંતે, હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 22 રનની ઝડપી ઇનિંગ રમી, જેમાં ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને કારણે જ મુંબઈની ટીમ 228 રન બનાવી શકી. ગુજરાત ટાઇટન્સના બોલરો સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયા. ટીમ તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઇ કિશોરે બે-બે વિકેટ લીધી, પરંતુ આ બંને બોલરોએ ઘણા રન પણ આપ્યા.

Tags :
Eliminator MatchGerald CoetzeeGT vs MIgt vs mi eliminator previewgt vs mi ipl 2025 eliminator live updatesgt vs mi live scoregt vs mi scorecardGujarat Titans vs Mumbai IndiansHardik PandyaIPL 2025ipl 2025 eliminatorJasprit BumrahJonny BairstowKusal MendisMitchell SantnerMohammed SirajNaman DhirPrasidh KrishnaR Sai KishoreRahul TewatiaRaj BawaRashid KhanRichard Gleesonrohit sharmaSai Sudharsanshahrukh khanShubman GillSuryakumar YadavTilak VarmaTRENT BOULTWashington Sundar
Next Article