ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PBKS vs LSG : પંજાબે લખનૌને હરાવ્યું, અર્શદીપ સિંહે બોલિંગમાં મચાવી ધૂમ

પંજાબે લખનૌને 37 રનથી હરાવ્યું અર્શદીપ સિંહે બોલિંગમાં મચાવી ધૂમ આયુષ બદોનીની મહેનત એળે ગઇ પ્રભસિમરને 48 બોલમાં 91 રન બનાવ્યા IPL 2025 PBKS vs LSG : IPL 2025ની 54મી મેચ પંજાબ કિંગ્સ (PBKS vs LSG) અને લખનઉ સુપર...
11:44 PM May 04, 2025 IST | Hiren Dave
પંજાબે લખનૌને 37 રનથી હરાવ્યું અર્શદીપ સિંહે બોલિંગમાં મચાવી ધૂમ આયુષ બદોનીની મહેનત એળે ગઇ પ્રભસિમરને 48 બોલમાં 91 રન બનાવ્યા IPL 2025 PBKS vs LSG : IPL 2025ની 54મી મેચ પંજાબ કિંગ્સ (PBKS vs LSG) અને લખનઉ સુપર...
PBKS vs LSG

IPL 2025 PBKS vs LSG : IPL 2025ની 54મી મેચ પંજાબ કિંગ્સ (PBKS vs LSG) અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ધર્મશાલાના એચસીપીએ સ્ટેડિયમમાં રમાઇ હતી. મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 37 રનથી મ્હાત આપી છે. LSGએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી પહેલા બેટિંગ કરીને PBKSએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે LSGની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા.

 

મેચમાં પંજાબનું પ્રદર્શન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબના ઓપનર બેટર પ્રભસિમરન સિંહે શાનદાર બેટિંગ કરી હતી. પ્રભસિમરને 48 બોલમાં 91 રન બનાવ્યા હતા. તે માત્ર 9 રનથી સદી ચૂક્યો હતો. પ્રભસિમરન સિવાય કેપ્ટન શ્રેયસ ઐયરે 25 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ સિવાય શશાંક સિંહ અને જોશ ઇંગ્લિશની મદદરૂપ ઇનિંગથી પંજાબે લખનઉને 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બોલિંગ કરતી વખતે અર્શદીપ સિંહે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અઝમતુલ્લાહ ઓમરઝઇએ 3 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્કો જાન્સન અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ  વાંચો -PM Modi: વૈભવ સૂર્યવંશીએ જીતી લીધું PM મોદીનું દિલ, વડાપ્રધાને ભરપૂર વખાણ કર્યા

મેચમાં લખનઉનું પ્રદર્શન

પંજાબ કિંગ્સે આપેલા 237 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મેચમાં લખનઉનો ટોપ બેટિંગ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. પાંચમા ક્રમે બેટિંગ કરવા આવેલો આયુષ બદોની જ આ મેચમાં લખનઉ તરફથી સારી બેટિંગ કરી શક્યો હતો. આયુષ બદોનીએ મેચમાં 40 બોલમાં 74 રન બનાવ્યા હતા. આ સિવાય સાતમા ક્રમે આવેલા અબ્દુલ સમદે 24 બોલમાં 45 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો આકાશ સિંહ અને દિગ્વેશ રાઠીએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રિન્સ યાદવે 1 વિકેટ લીધી હતી.

આ પણ  વાંચો -KKR Vs RR: કોલકાતાએ રાજસ્થાનને હરાવ્યું, વરુણ ચક્રવર્તી-હર્ષિત રાણાએ મચાવી ધૂમ

પોઇન્ટ ટેબલ પર એક નજર

આ મેચમાં જીત સાથે પંજાબ કિંગ્સની ટીમ 15 પોઇન્ટ સાથે બીજા ક્રમે આવી ગઇ છે. પંજાબ કિંગ્સે આ સિઝનમાં 11 મેચમાંથી 7 મેચ જીતી છે, જ્યારે 3 મેચમાં હાર અને એક મેચ રદ થઇ હતી. બીજી બાજુ લખનઉની ટીમ 10 પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે. LSGએ આ સિઝનમાં 11માંથી 5 મેચ જીતી હતી, જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં પહેલા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ છે, બીજા ક્રમે પંજાબ કિંગ્સ, ત્રીજા ક્રમે મુંબઇ ઇન્ડિયન્સ અને ચોથા ક્રમે ગુજરાત ટાઇટન્સ છે. આ ચાર ટીમો સિવાય દિલ્હી કેપિટલ્સની ટીમ પણ હજુ ક્વોલિફાઇ થવાની રેસમાં સારી સ્થિતિમાં છે.

Tags :
IndiaPakistanTensionsPBKS vs LSGpbks vs lsg key playerspbks vs lsg live cricket scorepbks vs lsg live scorepbks vs lsg matchpbks vs lsg match detailspbks vs lsg scoreboardpunjab vs lucknowPunjab vs Lucknow score live score
Next Article